બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two young women jumped to their deaths after being raided by the police in a cafe in Palanpur

કાર્યવાહી / કાફેમાં પોલીસ રેડ જોઈ બે છોકરીઓ ત્રીજા માળેથી કૂદી, પાલનપુરનો ગભરાવી મૂકે તેવો કિસ્સો

Vishal Khamar

Last Updated: 07:22 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુરમાં કાફેમાં પોલીસે રેડ કરતા બે યુવતીઓએ ગભરાઈને બિલ્ડીંગનાં ત્રીજા માળેથી ગભરાઈને છલાંગ લગાવી હતી. યુવતીએ છલાંગ લગાવતા બંને યુવતીઓ ઈજાગ્રસ્ત થવા પામી હતી. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

લોકસભા ચૂંટણીને લઈ પોલીસ દ્વારા કડક કામગીરી હાથ ધરી છે. ત્યારે પાલનપુરનાં નવા બસ પોર્ટ નજીક એક બિલ્ડીંમાં આવેલ કેફેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે તપાસ હાથ ધરા હતી. કેફેમાં પોલીસની રેડ પડી હોવાની બાતમી કેફેમાં રહેલ બે યુવતીઓને થતા યુવતીઓએ ત્રીજા માળેતી કૂદકો મારતા બંને યુવતીઓને ઈજાઓ થવા પામી હતી. 

પોલીસની બીકથી યુવતીઓએ છલાંગ લગાવતા ઈજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ પાલનપુર પશ્ચિમ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાલનપુર નવા બસ સ્ટેડન્ડમાં કેટલાક લોકો કાફેની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા ફસ્ટ ડેટ નામનાં કેફેમાં રેડ કરી હતી. ત્યારે રેડ પડ્યાની જાણ કેફેમાં રહેલ યુવતીને થતા બે યુવતીઓએ પોલીસની બીકથી ત્રીજા માળેથી છલાંગ લગાવતા બંને યુવતીઓ ઈજાગ્રસ્ત થવા પામી હતી. જેમને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આર બી ગોહિલ  (પીઆઇ -પાલનપુર પશ્ચિમ પોલીસ મથક)

વધુ વાંચોઃ રૂપાલા વિવાદ વચ્ચે ગુજરાતના આ સમાજે ક્ષત્રિયોને જાહેર કર્યો ટેકો, કહ્યું માથા વઢાવ્યા છે

પોલીસે કેફે માલીકની પૂછપરછ હાથ ધરી
આ સમગ્ર બાબતે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. ગોહિલે જણાવ્યું હતું કે, ફસ્ટ ડેટ નામનાં કેફેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમી રહી છે. જે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન બે છોકરીઓ પોલીસને જોઈ બીકનાં માર્યા બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. જેથી બંને છોકરીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. તેમજ કેફે માલીકને બોલાવી તેની પૂછપરછની તજવીજ હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ