બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / Two women died of heart attack in Patan

દુઃખદ / શું ધારી છે કુદરતે.! પાટણમાં જોગાનુજોગ AAP પાર્ટીના બે પૂર્વ પ્રમુખોની પત્નીઓના હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમના મરસિયા

Dinesh

Last Updated: 09:45 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધી રહી છે પાટણમાં હાર્ટ એટેકથી બે મહિલાઓનું મોત નીપજ્યાં છે.

  • રાજ્યમાં વધી રહી છે હાર્ટ એટેકની ઘટના
  • પાટણમાં હાર્ટ એટેકથી બે મહિલાના મોત
  • ભાવિકા પટેલ અને ઉર્મિલા ડોડીયાનું હાર્ટ એટેકથી મોત


વર્તમાનમાં રાજ્યમાં હાર્ટ એટેકની ઘટના દિન પ્રતિદિન વધતી જાય છે, ક્યાંક ક્રિકેટ રમતા રમતા યુવકનું હાર્ટ એટેકથી મોત થાય છે તો થોડા દિવસ અગાઉ રાધનપુરમાં બસ ડ્રાઈવરનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું. રાજ્યમાં વધુ એક વખત હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. પાટણમાં બે મહિલાઓનું હાર્ટ એટેકથી મોત થયું છે.

બે મહિલાનું હાર્ટ એટેકના કારણે મોત 
પાટણમાં અનોખી દુઃખદ ઘટના સર્જાઈ છે. આમ આદમી પાર્ટીના પાટણનાં બે પૂર્વ પ્રમુખોની પત્નીઓનાં હાર્ટ એટેકના કારણે મોત થયાં છે. હાર્ટ એટેકનાં હુમલાથી પૂર્વ પ્રમુખ ઉત્તમ ડોડીયાનાં પત્ની ઉર્મિલા ડોડીયાનું અને પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલનાં પત્ની ભાવિકા પટેલનાં મોત થયું છે. કુદરતી જોગાનુજોગ એકજ પાર્ટીના બે પૂર્વ પ્રમુખોની પત્નીઓના હાર્ટ એટેકથી મોત થયા છે. મોતના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

અગાઉ બસ ડ્રાઈવરને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો
મળતી માહિતી અનુસાર, રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર  સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા. રાધનપુરથી માત્ર 1 કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેઓ બસને પરત રાધનપુર ડેપોમાં લાવ્યા હતા. જે બાદ તેમનું હાર્ટ એટેકથી મોત થયું હતું 

હાર્ટ એટેકના 10 ખતરનાક લક્ષણ 
1 અસામાન્ય હાર્ટ બીટ
2 જડબા, દાંત અને માથામાં દુ:ખાવો
3 ખભામાં દુ:ખાવો
4 સતત ખાંસી
5 છાતીમાં બળતરા થવી
6 ઉંઘમાં નસકોરા બોલાવવા
7 વધારે પડતો પરસેવો આવવો
8 વારંવાર ઉલ્ટી થવી
9 હાથમાં સોજો આવવો
10 શ્વાસ લેવામાં તકલીફ થવી

હાર્ટ અટેકથી બચવાના ઉપાય 
- તમારા વજનને ચેક કરતાં રહો અને જો વજન વધતો જોય તો તેને કંટ્રોલમાં રાખવાના ઉપાયો કરો 
- જે લોકો વજન વધવાની સમસ્યાના શિકાર છે એમને રેગ્યુલર એક્સરસાઈઝ કરવી જોઈએ 
- દરરોજ જમવામાં હેલ્થી ખોરાકનો સમાવેશ કરો 
- જો તમને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો મીઠા વાળો ખોરાક ઓછો ખાઓ 
- વધુ કોફી પીવાથી પણ બ્લડ પ્રેશર વધે છે અને હ્રદય માટે ખતરનાક સાબિત થઈ શકે છે
- ડાયાબિટીસના દર્દીઓને દિલની બીમારીનો ખતરો વધુ હોય છે 
- ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ પ્રકારની દવાઓ ન લો 
- જો ચાલતા કે દોડતા સમયે હ્રદયના ધબકાર વધી જાય છે તો તુરંત ડૉક્ટરની સલાહ લો 

હાર્ટ એટેક આવવાના શુ કારણો છે?
હાર્ટએટેક આવવાના મુખ્ય કારણોમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલી જણાવ્યું હતુ કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતુ કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે. જે હાર્ટ એટેકનો મુખ્ય કારણ છે.

હાર્ટ એટેકથી બચવા શુ કરવુ જોઈએ?
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલી વધુમાં જણાવ્યું હતુ કે, નાની ઉંમરે હાર્ટ એટેકથી બચવા માટે આહાર, વિહાર અને વિચાર પણ એક મહત્વનું સાબિત થતું હોય છે. જેથી એટેકથી બચવક આહાર,વિહાર અને વિચાર પર ધ્યાન આપવું જોઈએ. આમ આપણી જીંદગીમાં આપણી જીવનશૈલી પણ તેટલી મહત્વની હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ