બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / Two large explosions outside Kabul airport have killed at least 13 people and injured dozens more

અફઘાન કટોકટી / VIDEO : સીરિયલ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું કાબુલ એરપોર્ટ, 40 લોકોના મોત, 120 થી વધુ ઘાયલ

Hiralal

Last Updated: 10:30 PM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાબુલ એરપોર્ટ બહાર થયેલા બે મોટા વિસ્ફાટમાં અત્યાર સુધી 13 લોકોના મોતના અહેવાલ છે. આંકડો હજુ વધી શકે છે.

  • કાબુલ એરપોર્ટ પર જોરદાર વિસ્ફોટ
  • સેંકડો લોકો ઘાયલ થયાના અહેવાલ
  • અમેરિકાએ પણ વિસ્ફોટની પુષ્ટિ કરી 

હુમલા બાદ એરપોર્ટ પર મચી અફરાતફરી 
કાબુલ એરપોર્ટ પર થયેલા મોટા આત્મઘાતી હુમલાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ લઈને નાઠા હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પણ જણાવાય છે. હુમલામાં બાળકો સહિત 40 લોકો માર્યા ગયા છે. તથા 120 કરતા પણ વધારે ઘાયલ થયા છે. 

વિસ્ફોટ બાદ એરપોર્ટ પર અરાજકતાનું વાતાવરણ છે. કાબુલની તસવીરોમાં, લોકોને લોહી વહેતું અને તેમના જીવન માટે દોડતા જોઈ શકાય છે. પહેલો વિસ્ફોટ એરપોર્ટના અબે ગેટ પર થયો હતો અને બીજો વિસ્ફોટ બરૂન હોટલ પાસે થયો હતો. આ હોટલમાં બ્રિટિશ સૈનિકો રોકાયા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

 

ખૂંખાર આતંકી સંગઠન ISIS એ કાબુલ વિસ્ફોટની જવાબદારી લીધી

ખૂંખાર આતંકી સંગઠન ISIS એ કાબુલ વિસ્ફોટની જવાબદારી લીધી છે. હજુ એક દિવસ પહેલા ISIS એ તાલિબાનની વિરૃદ્ધ ઝેર ઓક્યુ હતું અને જોઈ લેવાની ધમકી આપી હતી. ધમકીના બીજા દિવસે ISIS મોટા હુમલાને અંજામ આપ્યો છે. 

સરકારી સૂત્રોએ જણાવ્યું કે અફઘાની દળોએ ગુરુવારે કાબુલ એરપોર્ટ પાસેની ભીડને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. ઈટાલીના વિમાન પર ગોળીબાર કરાયો હોવાના અહેવાલ હતા. 

હુમલો થવાની હતી ભીતિ

અફઘાનિસ્તાનની સ્થિતિ જોઈ લોકો દેશ છોડી રહ્યા છે. કાબૂલ એરપોર્ટ પર દર રોજ હજારો સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તેવામાં એરપોર્ટ પર પહોંચનારી ભીડ પર સંગઠન ISISના હુમલાની માહિતીથી અમેરિકન અધિકારીઓની ચિંતા વધી ગઈ હતી. આ સૂચના બાદ અમેરિકન સૈનિકોએ કાબૂલ એરપોર્ટ પર સુરક્ષા વધારી દીધી હતી. સાથે અમેરિકાએ પોતાના નાગરિકોને કાબૂલ એરપોર્ટ તાત્કાલિક છોડવા કહ્યું છે. તેમજ હાલ નહીં આવવાની ચેતવણી આપી છે.

અમેરિકન નાગરિકોને એરપોર્ટ ન આવવાની આપી હતી સલાહ 

અમેરિકાના વિદેશ વિભાગે પોતાની ચેતવણીમાં કહ્યું હતું કે કાબૂલ એરપોર્ટના ગેટની બહાર શક્ય સુરક્ષા સંકટના કારણે અમે અમેરિકન નાગરિકોને એરપોર્ટ ન આવવાની સલાહ આપી રહ્યા છીએ. જ્યાં સુધી અમેરિકન પ્રતિનિધિ તમને ન કહે ત્યાં સુધી એરપોર્ટ ગેટ પર આવવાથી બચે.   કાબૂલમાં અમેરિકન દૂતાવાસ તરફથી જારી એક સુરક્ષા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન નાગરિક જે એબી ગેટ ઈસ્ટ ગેટ અથવા નોર્થ પર છે તેમને તાત્કાલિક કાઢવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ