બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two Dalit brothers killed in Samdhiyala: Even after 40 hours, the family did not accept the body

જૂથ અથડામણ / સમઢીયાળામાં બે દલિત ભાઈઓની હત્યા: 40 કલાક બાદ પણ પરિવારે મૃતદેહ ન સ્વીકાર્યો, SIT ની રચના, જાણો શું હતો વિવાદ

Priyakant

Last Updated: 11:24 AM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar News: સમઢીયાળામાં જૂથ અથડામણમાં બે દલિત ભાઈઓની હત્યાની ઘટનાનાં 40 કલાક બાદ પણ પરિવારે મૃતદેહનો સ્વીકાર નથી કર્યો

  • સમઢીયાળા જૂથ અથડામણનો મામલો 
  • દલિત પરિવારનાં 2 ભાઈનાં મોત 
  • પરિવારે મૃતદેહનો સ્વીકાર નથી કર્યો

સુરેન્દ્રનગરનાં સમઢીયાળામાં જૂથ અથડામણનો મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ તરફ ઘટનાનાં 40 કલાક બાદ પણ પરિવારે મૃતદેહનો સ્વીકાર નથી કર્યો. સિવિલ હોસ્પિટલમાં દલિત સમાજનાં ટોળા ઉમટ્યાં છે. નોંધનીય છે કે, હુમલાની ઘટનામાં સિવિલ હોસ્પિટલમાં પીડિતને સારવાર અપાઈ રહી છે. આ તરફ  SP અને કલેક્ટર સહિતનાં ઉચ્ચ અધિકારીની બેઠક પણ યોજાઇ હતી. નોંધનીય છે કે, જૂથ અથડામણમાં દલિત પરિવારનાં 2 ભાઈનાં મોત થયા હતા. 

 
સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામે જમીન બાબતે જૂથ અથડામણમાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં છે. હાલ સમઢીયાળા ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ચુડા તાલુકાના સમઢીયાળા ગામે પરમ દિવસે રાત્રે જમીન મુદ્દે 2 અલગ-અલગ જ્ઞાતિના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે બોલાચાલીમાં બંને પક્ષના લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને સામ સામે આવી ગયા હતા. મોડી રાત્રે બંને જૂથોએ તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે સામસામે હુમલો કર્યો હતો. સમઢીયાળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાતા ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

દલિત પરિવારનાં 2 ભાઈનાં મોત
આ તરફ અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા 7થી વધુ લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન પ્રેમજી પરમાર અને મનુ પરમાર નામના આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

સુરેન્દ્રનગરનાં સમઢિયાળા ગામે જૂથ અથડામણ બાદ માહોલ ગરમાયો છે. આ તરફ ગઇકાલે દલિત સમાજનાં લોકો રસ્તા પર ઉતરી ગાંધી હોસ્પિટલ પાસે બસ બસ સ્ટેન્ડરનો રસ્તો બ્લોક કર્યો હતો. આ સાથે ન્યાયની માંગ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

હત્યાકાંડને લઈને PSI સસ્પેન્ડઃરેન્જ આઈજી અશોકકુમાર યાદવ
આ બાબતે રેન્જ IG  અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરનાં સમઢિયાળા ગામે હત્યાકાંડ કેસમાં SIT ની રચના કરાઈ છે. ત્યારે રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવે સમઢિયાળા ગામની મુલાકાત લીધી હતી. હત્યાકાંડને લઈને PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ છૂટે નહી તે માટે PP વકીલ પણ નિમવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર કેસની SIT તપાસ કરી રહી છે. 

ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળાઈ રહી છે- શક્તિસિંહ
સુરેન્દ્રનગરનાં સમઢીયાળા ગામમાં જમીન મુદ્દે જૂથ અથડામણ થતા 2 લોકોનાં મૃત્યું નિપજ્યા હતા. ત્યારે અથડામણની ઘટના બાદ શક્તિસિંહ ગોહિલે સુરેન્દ્રનગર પોલીસ પર આક્ષેપ કર્યા હતા. જેમાં તેઓએ ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળાઈ રહી છે. તેમજ પરિવાર વાવણી કરવા જાય ત્યારે માથાભારે લોકો ધમકીઓ આપે છે. તેમજ પીડિય પરિવારને પોલીસનું રક્ષણ ન મળ્યું. અનેક ધક્કા ખાધા બાદ પણ પોલીસે રક્ષણ આપ્યું ન હતું. 5  જુલાઈએ પરિવારે એસપીને સંબોધીને અરજી કરી હતી. જેમાં ગૃહમંત્રી અને સમાજ કલ્યાણ મંત્રાયલને પણ અરજી કરી હતી. તેમજ પરિવાર દ્વારા કલેક્ટર ઓફિસમાં પણ અરજી આપી હતી. તેમજ કલેક્ટરે અરજી પર સિક્કો માર્યો હતો.

માથાભારે લોકો હથિયારો સાથે આવ્યા અને માર માર્યો- શક્તિસિંહ
શક્તિસિંહે જણાવ્યું હતું કે, 26 જૂને DySP સહિતનાં લોકોને રજૂઆત કર્યાનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો. ગઈકાલે દલિત પરિવાર ટ્રેક્ટર લઈ પોતાનાં ખેતરમાં ગયો હતો. તે સમયે માથાભારે લોકો હથિયારો સાથે આવ્યા અને માર માર્યો હતો. ટ્રેક્ટરનાં ડ્રાયવરને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના માટે સરકાર જવાબદાર છે. તેમજ સાંજે સુરેન્દ્રનગર જવાનો છું. ત્યારે દલિત અત્યાચાર માટે સુરેન્દ્રનગર જીલ્લો સેન્સેટિવ જાહેર કરાયેલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ