બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ટેક અને ઓટો / twitter replaces bird logo with x new x dot com will redirect to twitter

ના હોય! / Twitter બન્યું X, નામ અને Logo પણ ચેન્જ, માત્ર આટલેથી જ નથી અટકતું, આખરે શું છે એલન મસ્કનો અસલી ઉદ્દેશ્ય

Arohi

Last Updated: 08:51 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Twitter Replaces Bird Logo: ટ્વીટરનો લોગો બદલી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી લોકોને ચકલી જોવા મળતી હતી હવે X દેખાશે. Twitter ઓનર એલોન મસ્કે કહ્યું કે હવે X.com ઓપન કરવાથી Twitter ઓપન થઈ જશે.

  • ટ્વીટરે બદલી નાખ્યો લોગો 
  • હવે નહીં દેખાય ટ્વીટરની ચકલી 
  • જોવા મળશે X લોગો 

ટ્વીટર હવે X છે. X.com ઓપન કરવા પર તમે ટ્વીટર પર પહોંચી જશે. ટ્વીટરે લોગો બદલી નાખ્યો છે. હવે ચકલીની જગ્યા પર X જોવા મળશે. હવે તમે ટ્વીટ નહીં કદાજ Xweet કરશો... હકીકતે ટ્વીટરના માલિક Elon Muskએ Twitter બ્રાંડને ખતમ કરવાની પુરી તૈયારી કરી લીધી છે અને આ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મની નવી ઈનિંગ શરૂ થઈ ચુકી છે. ટ્વીટરના લોગો અને નામની સાથે હવે નવું URL પણ આવી ગઈ છે. પણ આ બધા પાછળ હેતુ શું છે? આવો જાણીએ...

X લાવવા પાછળ એલન મસ્કનો એક મોટો પ્લાન છે એટલે કે આ પ્લેટફોર્મથી તેમને વધારેમાં વધારે રેવેન્યૂ જનરેટ કરવી છે. 

ટ્વીટરે પહેલા જ જણાવ્યો હતો પ્લાન 
ટ્વીટરને ખરીદતી વખતે જ મસ્કે પોતોન પ્લાન ક્લિયર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે ટ્વીટરને ખરીદવું Xની શરૂઆત માટે એક મોટુ પગલું સાબિત થશે. 

ટ્વીટર ઘણા સમયથી નુકસાનમાં રહી રહ્યું છે અને એલોન મસ્કે તેને ઘણા પૈસા આપીને ખરીદ્યું છે. માટે તે ઈચ્છશે કે પૈસા પણ ખૂબ કમાય, પરંતુ આ તેમને ખબર છે કે ફક્ત ટ્વીટરથી આ કામ ન થઈ શકે. માટે તેમણે પોતાની સ્ટ્રેટેજીના અનુસાર તેમાં મોટા ફેરફાર લાવવાનું શરૂ કરી દીધુ છે. પહેલા વેરિફિકેશન માટે પૈસા અને ટ્વીટર બ્લૂની શરૂઆત અને હવે આ નવા દાવા.

એલન મસ્કે કહ્યું છે કે જલ્દી જ ટ્વીટર બ્રાન્ડ ખતમ કરી દેવામાં આવશે અને તેને Xની સાથે રિપ્લેસ કરી દેવામાં આવશે. ત્યાર બાદ તેમણે નવા લોગોને ડિઝાઈન પણ કરી દીધા. 

એપ્રિલથી જ થઈ હતી ફેરફારની શરૂઆત 
Xના પ્લેટફોર્મ પર મસ્ક ટ્વીટરની સાથે સાથે બીજી સર્વિસ પણ આપશે. એનલન મસ્કે ઘણા સમય પહેલા ટ્વીટરને X Cropમાં ફેરવી દીધુ હતું. આ વર્ષે એપ્રિલથી જ ટ્વીટરે પોતાના પાર્ટનર્સ સાથે ઓફિશ્યલ ડિલિંગ કરવા માટે X Cropનું નામ યુઝ કરવા માટે કહ્યું હતું. 

સુપર એપની જેમ કામ કરશે X
એલન મસ્કને ચીની એપ We Chat ખૂબ જ પસંદ છે અને તેમણે ઘણા સમય પહેલા પણ કહ્યું હતું કે તે We Chat જેવું કંઈક લાવવા માંગે છે. તમને જણાવી દઈએ કે We Chat ચીનની એક સુપર એપ છે જ્યાં દરેક પ્રકારની સર્વિસ મળે છે. 

સુપર એપનું કોનસેપ્ટ એ છે કે એક એપમાં અલગ અલગ સર્વિસ. જેવી કે સોશિયલ મીડિયા, પેમેન્ટ સર્વિસ, ટિકિટ બુકિંગ સર્વિસ, ગેમિંગ સર્વિસ અને બીજી યુટિલિટી બેસ્ડ સર્વિસ આપવામાં આવે છે. 

X.com પર ટ્વીટરની સાથે એલન મસ્ક બીજી કંપનીઓને પણ રીડાયરેક્ટ કરી શકે છે. ટેસ્લા, સ્પેસએક્સ, Neuralink, The Boring Companyથી લઈને Starlink જેવા પોતાના બીજા પ્રોજેક્ટને પણ એલન મસ્ક X.com ડોમેન પર શિફ્ટ કરી શકે છે. આ X.com ઓપન કરવા પર એલન મસ્કની તમામ કંપનીઓનું ઈન્ટરફેસ ખુલી શકે છે. જોરે આ હજું સ્પષ્ટ નથી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ