ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / TVSનું ધમાકેદાર ઇલેક્ટ્રિક સ્કૂટર રિવીલ, 120KMની રેન્જ, 105ની ટોપ સ્પીડ અને પ્રીમિયમ ફીચર્સથી મચાવશે ધૂમ

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / TVSનું ધમાકેદાર ઇલેક્ટ્રિક સ્કૂટર રિવીલ, 120KMની રેન્જ, 105ની ટોપ સ્પીડ અને પ્રીમિયમ ફીચર્સથી મચાવશે ધૂમ

Last Updated: 05:28 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

TVSએ પોતાના નવા ઇલેક્ટ્રિક મેક્સી સ્કૂટર M1-S પરથી પડદો ઉઠાવીને EV માર્કેટમાં નવી ચર્ચા જગાવી છે. જેમાં 120 કિમીની રેન્જ અને પ્રીમિયમ સ્માર્ટ ફીચર્સ સાથે આ સ્કૂટર પેટ્રોલ મેક્સી સ્કૂટરને ટક્કર આપવા તૈયાર દેખાઈ રહ્યું છે.

1/6

photoStories-logo

1. TVS M1-S સ્કૂટર

ઇલેક્ટ્રિક સ્કૂટરની દુનિયામાં હવે માત્ર રેન્જ અને કિંમતનો જ મુકાબલો રહ્યો નથી. કંપનીઓ એવા ઇલેક્ટ્રિક સ્કૂટર લાવવામાં બીઝી છે જે લુક, પરફોર્મન્સ અને ટેક્નોલોજીમાં પેટ્રોલ મેક્સી સ્કૂટરને ટક્કર આપી શકે. આ જ કડીમાં TVS મોટરે પોતાનું નવું ઇલેક્ટ્રિક મેક્સી સ્કૂટર M1-S લોન્ચ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 2026માં લોન્ચ

TVSએ આ સ્કૂટરને EICMA 2026માં લોન્ચ કર્યું છે. તેનોકોન્સેપ્ટ મોડલ ગયા વર્ષે મિલાનમાં બતાવવામાં આવ્યું હતું અને હવે તેનું પ્રોડક્શન-સ્પેક મોડલ સામે આવ્યું છે, જે યુરોપિયન માર્કેટમાં એન્ટ્રીની તૈયારી કરી રહ્યું છે. TVS M1-Sને સિંગાપુરમાં ડેવલપ કરવામાં આવ્યું છે અને તે Ion Mobilityના M1-S પ્લેટફોર્મ પર બેસ્ડ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ડિઝાઇન અને સાઇઝ

આ સ્કૂટરનું ડિઝાઇન મોટા મેક્સી સ્કૂટર જેવું છે. બેટરીને ફ્લોરબોર્ડ નીચે લગાવવામાં આવી છે જેથી સેન્ટર ઓફ ગ્રેવિટી નીચું રહે. તેની લંબાઈ 1,970 મિમી, પહોળાઈ 730 મિમી અને વ્હીલબેઝ 1,350 મિમી છે. વજન 150 કિલો, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 મિમી અને સીટની ઊંચાઈ 800 મિમી છે. આગળ અને પાછળ બંને બાજુ 14 ઇંચના વ્હીલ્સ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બેટરી અને પરફોર્મન્સ

તેમાં 4.2 kWhની NMC લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. પરમેનન્ટ મેગ્નેટ સિંક્રોનસ મોટર 16.8 હોર્સપાવરની પાવર જનરેટ કરે છે. જેમાં કંપનીનો દાવો છે કે આ સ્કૂટર એક ચાર્જમાં 120 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. તે માત્ર 3.7 સેકન્ડમાં 0થી 50 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 105 કિમી/કલાક છે. ક્રૂઝ કંટ્રોલની સુવિધા પણ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ચાર્જિંગ અને અન્ય ફીચર્સ

1.8 kWના ચાર્જિંગ સિસ્ટમથી બેટરીને 10થી 80 ટકા સુધી ચાર્જ થવામાં 75 મિનિટ લાગે છે. ઓનબોર્ડ ચાર્જરની મદદથી સામાન્ય ઘરેલું સોકેટથી પણ ચાર્જ કરી શકાય છે. સીટ નીચે 26 લિટરનું સ્ટોરેજ સ્પેસ છે. જેમાં ફુલ-ફેસ હેલ્મેટ મૂકી શકાય છે. આગળ બે અલગ સ્ટોરેજ એરિયા છે જેમાંથી એકમાં USB-A ચાર્જિંગ પોર્ટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કનેક્ટિવિટી

7 ઇંચની TFT સ્ક્રીન વાઇ-ફાઇ, બ્લૂટૂથ અને LTE કનેક્ટિવિટી સપોર્ટ કરે છે. એન્ડ્રોઇડ ઓટો, iOS એપ, રિમોટ કી, ફાઇન્ડ માય બાઇક અને સર્વિસ સંબંધિત માહિતી જેવી સુવિધાઓ પણ મળે છે. ડ્યુઅલ-ચેનલ ABS અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ સ્પેસિફિકેશન્સ યુરોપિયન બજાર માટે છે. જો તેને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવે તો તેમાં ફેરફાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TVS M1-S Features TVS M1-S Scooter Electric Maxi Scooter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ