બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / સ્પોર્ટસ / turkish football match president punched referee Halil Umut Meler, video

ભાન ભૂલ્યા / VIDEO: લાઈવ મેચમાં ટીમના માલિકે પિત્તો ગુમાવ્યો, રેફરીને માર્યો જોરથી મુક્કો, રાષ્ટ્રપતિએ કરવી પડી દખલ

Vaidehi

Last Updated: 06:33 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટર્કિશ ફુટબોલ લીગમાં ક્લબનાં માલિકે રેફરીને મેચની વચ્ચે મુક્કો મારી દીધો. જેના કારણે સંપૂર્ણ લીગને જ રદ કરી દેવામાં આવી. જુઓ વીડિયો.

  • ટર્કિશ ફુટબોલ લીગમાં બન્યો ચોંકાવનારો બનાવ
  • ક્લબનાં માલિકે મેદાન પર આવીને રેફરીને મારી દીધો મુક્કો
  • કોર્ટનાં આદેશ બાદ પ્રેસિડેંટની પોલીસે કરી ધરપકડ

તુર્કીમાં ચાલી રહેલ ટર્કિશ ફુટબોલ લીગની આ સીઝનને સ્થગિત કરી દેવામાં આવી છે. કારણકે એક મેચ બાદ એક ફુટબોલ ક્લબનાં માલિકે મેચ રેફરીને મુક્કો મારી દીધો. મામલો પોલીસ અને કોર્ટ સુધી પહોંચી ગયો. જે બાદ ટૂર્નામેંટ જ રદ કરી દેવામાં આવી. જુઓ વીડિયો.

રેફરી પર હુમલો
સોમવારે રાત્રે Ankaragucu અને Rizesporની વચ્ચે ફુટબોલની મેચ ચાલી રહી હતી. આ દરમિયાન 97મી મીનિટમાં ગોલ મારવામાં આવ્યો અને સ્કોર 1-1થી બરાબરી પર પહોંચ્યો હતો. ANKARGUCUનાં ફેન્સ મેદાનમાં ઘુસી ગયાં અને માહોલ ગરમાઈ ગયો. આ વચ્ચે Ankarahgucuનાં પ્રેસિડેંટ ફારુક કોકા પણ મેદાનમાં આવ્યાં અને તેમણે રેફરી હાલિલ ઊમૂત મેલરને મુક્કો મારી દીધો.

પોલીસે કરી ધરપકડ
આ ઘટના બાદ રેફરીને તાત્કાલિક એસ્કોર્ટ કરવામાં આવ્યું અને ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યું. એટલું જ નહીં ફારુક કોકાને કોર્ટનાં આદેશ બાદ પોલીસે કસ્ટડીમાં લીધું. હાલમાં તેમને 2 દિવસની રિમાન્ડ પર મોકલવામાં આવ્યું છે. ફારુક કોકાની એક પબ્લિક ઓફિશિયલ પર ડ્યૂટી દરમિયાન હુમલો કરવાનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

તમામ મેચો રદ
આ ઘટના બાદ અહીં થનારી તમામ મેચોને રદ કરવામાં આવી છે અને આવતાં આદેશ સુધી અહીં કોઈપણ મેચ યોજવામાં આવશે નહીં. 37 વર્ષનાં જિન રેફરી હાલિલ મેલર પર હુમલો કરવામાં આવ્યો. આ રેફરી ઘણાં સીનિયર છે જે અનેક ઈંટરનેશનલ મેચ સિવાયની અન્ય ટૂર્નામેંટમાં પણ ડ્યૂટી કરી ચૂક્યાં છે. 

રાષ્ટ્રપતિએ પણ કરી ટકોર
આ મામલો એટલો ગરમાઈ ગયો હતો કે તુર્કીનાં રાષ્ટ્રપતિએ પણ આ મામલામાં ટ્વીટ કર્યું અને લખ્યું કે ખેલમાં કોઈપણ પ્રકારની હિંસાની આવશ્યકતા નથી. આરોપી પર કાયદાકીય ધોરણે એક્શન લેવામાં આવવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ