બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / tulsi puja niyam do not make these mistake during tulsi puja

માન્યતા / તુલસી પૂજા દરમ્યાન ક્યારેય પણ ન કરતા આવી ભૂલ, નહીં તો લાઇફમાં થશે નકારાત્મક શક્તિઓનો વાસ

Arohi

Last Updated: 12:05 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tulsi Niyam: નિયમિત રીતે તુલસીના છોડની પૂજા કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને જે ઘરમાં તુલસી હોય છે ત્યાં ખુશીઓ આવે છે.

  • તુલસી પૂજાના પણ છે નિયમો 
  • તુલસી પૂજામાં ભૂલથી પણ ન કરો આ ભૂલો 
  • આ વસ્તુઓને માનવામાં આવે છે ખૂબ જ અશુભ 

હિંદૂ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. માન્યતા છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ બની રહે છે. વેદ-શાસ્ત્રોની સાથે સાથે વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં તુલસી પૂજનના અમુક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. તેનું પાલન ન કરવા પર તુલસીની પૂજાનું ફળ પ્રાપ્ત નહીં થાય. તુલસી સાથે જોડાયેલા આ નિયમો વિશે જાણો....

તુલસી પૂજા સાથે જોડાયેલા નિયમ 

  • જે ઘરમાં તુલસીજીની પૂજા થાય છે ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. તુલસીના છોડ પર નિયમિત રીતે જળ અર્પિત કરવું જોઈએ. હંમેશા સ્નાન બાદ સ્વચ્છ કપડા પહેરીને તુલસીની પૂજા કરવી જોઈએ. 
  • શાસ્ત્રો અનુસાર તુલસીને સૂર્યોદય બાદ જ જળ અર્તિ કરવું જોઈએ. રવિવાર અને એકાદશીના દિવસે તુલસીમાં જળ અર્પિત કરવામાં નથી આવતું. રવિવારના દિવસે તુલસીને સ્પર્શ નથી કરવામાં આવતું અને તેના પાન પણ નથી તોડવામાં આવતા. 
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારના દિવસે તુલસીના છોડમાં જળ અર્પિત કરવાતી જીવનમાં નકારાત્મક શક્તિઓ આવે છે. તેનાથી ઘરમાં ક્લેશ વધે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. 
  • તુલસીના છોડમાં જળ અર્પિત કરવાના પણ ખાસ નિયમ હોય છે. જળ આપતી વખતે તુલસી મંત્રનો જાપ કરવો વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીને જળ આપતી વખતે તુલસી મંત્ર અને વિષ્ણુ મંત્ર 'ॐ नमो भगवते वासुदेवाय नमःનો જાપ કરવાથી ઘરમાં પવિત્રતા આવે છે અને સુખ-સમૃદ્ધિનો યોગ બને છે. 
  • તુલસીના પાનમાં જળ ચડાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા જળ ચડાવતા પહેલા કોઈ પણ પ્રકારના અન્નનું ગ્રહણ ન કર્યું હોય. હંમેશા તુલસીને જળ અર્પિત કર્યા બાદ જ કંઈક ખાવું જોઈએ. 
  • તુલીના પાનને ક્યારેય પણ કારણ વગર ન તોડવા જોઈએ. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. માટે જ્યારે પણ તુલસીના પાન તોડો તો હંમેશા હાથ જોડીને તેમની પરવાનગી લેવી જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ