બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / try these 5 simple easy vastu tips for happy married life get freshness and strong bond between couple
ADVERTISEMENT
પતિ-પત્નીના સંબંધો બંનેના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. કોઈપણ સંબંધનો પાયો પ્રેમ જ માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત અથાક પ્રયત્નો પછી પણ દાંપત્ય જીવનમાં વિખવાદ આવવા લાગે છે અને પતિ-પત્ની વચ્ચે પરસ્પર ઝઘડાઓ વધી જાય છે. ઘણી વખત આ બધી બાબતોને કારણે કેટલાક લોકોની માનસિક સ્થિતિ પણ બગડવા લાગે છે. જેના કારણે સંબંધોમાં વધુ અંતર આવવા લાગે છે. ઘણી વખત વિવાહિત જીવનમાં આવી રહેલી આ સમસ્યાઓનું કારણ ઘરનો વાસ્તુ દોષ પણ હોય છે. જો વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને ઘરની બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે રાખવામાં આવે તો દાંપત્ય જીવનમાં મજબૂતી અને મધુરતા બની રહે છે. વાસ્તુ શાસ્ત્રનું માનવું છે કે વિવાહિત જીવનમાં મધુરતા લાવવા માટે પતિ-પત્નીના બેડરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવી જોઈએ.
ADVERTISEMENT
બેડ યોગ્ય દિશામાં રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં બેડ પર સાચી દિશામાં હોવો ખૂબ જ જરૂરી છે. જો બેડરૂમમાં બેડ યોગ્ય દિશામાં ન હોય તો ઘરમાં નકારાત્મક ઊર્જા વધવા લાગે છે અને પતિ-પત્નીના જીવનમાંથી સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે. આવું થવાને કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે. વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે રૂમમાં બેડની દિશા દક્ષિણ કે પશ્ચિમ હોવી જોઈએ.
ADVERTISEMENT
બેડરૂમમાં ભગવાનની તસવીરો
બેડરૂમની દિવાલો પર દેવી-દેવતાઓની તસવીરો લગાવવી જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં સારું માનવામાં આવતું નથી. ઘણા લોકો પોતાના બેડરૂમમાં ભગવાનની તસવીરોને લગાવે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં કલહની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. જો તમારે બેડરૂમમાં ભગવાનની તસવીર લગાવવી હોય તો તમે રાધા-કૃષ્ણની તસવીર લગાવી શકો છો.
બેડરૂમમાં અરીસો
વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે બેડરૂમમાં અરીસો લગાવવો સુખી દાંપત્યજીવનમાં મુશ્કેલીનું કારણ બની શકે છે. ઘરના બેડરૂમમાં અરીસો લગાવવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે. જો બેડરૂમમાં અરીસો લગાવ્યો છે. તો ત્યાં રહેતા લોકોની વચ્ચે હંમેશા અણબનાવ રહે છે. જો બેડરૂમમાં અરીસો લગાવવો ખૂબ જ જરૂરી હોય તો રાત્રે સૂતી વખતે તેને કપડાથી ઢાંકી દેવો જોઈએ. વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે, જો પતિ-પત્ની રાત્રે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુએ તો માન-સન્માનમાં ઘટાડો થાય છે અને નાની-નાની બાબતો પર ઝઘડા થાય છે.
ADVERTISEMENT
દક્ષિણ-પૂર્વ ખૂણામાં કોઈ ભારે વસ્તુ ન રાખવી
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર ઘરની દક્ષિણ-પૂર્વ દિશાને આગ્રેય કોણ કહેવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર કહે છે કે ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં ક્યારેય કોઈ ભારે વસ્તુ ન રાખવી જોઈએ. જેના કારણે ઘરમાં નાની-નાની વાત પર ઝઘડા વધી જાય છે અને પતિ-પત્નીના સંબંધોમાં તણાવ ઉત્પન્ન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.