ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ટ્રમ્પની બેવડી ચાલ: પહેલા ભારતને કહ્યું 'નર્ક', હવે PM મોદીના ગુણગાન ગાતા કહ્યું - 'તે મારા ખાસ મિત્ર'

નેશનલ / ટ્રમ્પની બેવડી ચાલ: પહેલા ભારતને કહ્યું 'નર્ક', હવે PM મોદીના ગુણગાન ગાતા કહ્યું - 'તે મારા ખાસ મિત્ર'

Published By: Pravin Joshi

Last Updated: 12:09 AM, 24 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને 'મહાન દેશ' અને પીએમ મોદીને 'સારા મિત્ર' કહીને સંબોધ્યા છે, પરંતુ આ નિવેદન આપતા પહેલા તેમણે એક વિવાદાસ્પદ પોડકાસ્ટ શેર કર્યો હતો જેમાં ભારતને 'નર્ક' (Hell-hole) સમાન ગણાવવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને 'મહાન દેશ' અને પીએમ મોદીને 'સારા મિત્ર' કહીને સંબોધ્યા છે, પરંતુ આ નિવેદન આપતા પહેલા તેમણે એક વિવાદાસ્પદ પોડકાસ્ટ શેર કર્યો હતો જેમાં ભારતને 'નર્ક' (Hell-hole) સમાન ગણાવવામાં આવ્યું હતું. માઈકલ સેવેજ નામના વિશ્લેષકની આ પોસ્ટમાં ભારતીય પ્રવાસીઓ પર અમેરિકાના સંસાધનો લૂંટવાનો અને નોકરીઓ છીનવવાનો આરોપ લગાવાયો હતો. ભારત સરકારે આ મુદ્દે અત્યંત સંયમિત પ્રતિક્રિયા આપી છે, જ્યારે અમેરિકી દૂતાવાસે ટ્રમ્પના નિવેદનને ભારત પ્રત્યેની હૂંફ ગણાવી છે.

trump-normal

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેરિકી રાજકીય વિશ્લેષક માઈકલ સેવેજના 'સેવેજ નેશન' પોડકાસ્ટનો એક વીડિયો અને તેનું ટ્રાન્સક્રિપ્ટ શેર કર્યું. આ પોડકાસ્ટમાં સેવેજે અમેરિકાના 'બર્થરાઈટ સિટીઝનશિપ' (જન્મસિદ્ધ નાગરિકતા) કાયદા પર આકરા પ્રહાર કરતા ભારત અને ચીન જેવા દેશોને 'હેલ હોલ્સ' એટલે કે 'નર્ક' તરીકે સંબોધ્યા હતા. આ પોસ્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારતીયો અને ચીની લોકો માત્ર અમેરિકાની નાગરિકતા મેળવવાના ઈરાદે ત્યાં બાળકને જન્મ આપવા માટે આવે છે, જેથી તેમને તમામ અમેરિકી સુવિધાઓનો લાભ મળી શકે.

Modi-Trump

માઈકલ સેવેજની આ ટિપ્પણીમાં વંશીય ભેદભાવ સ્પષ્ટપણે જોવા મળતો હતો. તેમણે ભારતીય પ્રવાસીઓને 'લેપટોપવાળા ગેંગસ્ટર' કહીને અપમાનિત કર્યા હતા અને દાવો કર્યો હતો કે આ પ્રવાસીઓએ અમેરિકાના રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે. સેવેજે તો ત્યાં સુધી કહ્યું કે આ લોકોએ માફિયા પરિવારો કરતા પણ વધુ નુકસાન અમેરિકાના અર્થતંત્ર અને સંસ્કૃતિને પહોંચાડ્યું છે. ટ્રમ્પે આ પ્રકારની નકારાત્મક પોસ્ટને રિપોસ્ટ કરીને પરોક્ષ રીતે તેને સમર્થન આપ્યું હોય તેવું જણાતા ભારતીય સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો.

પોતાની વાતને આગળ વધારતા સેવેજે એવો પણ દાવો કર્યો હતો કે કેલિફોર્નિયાની હાઈ-ટેક કંપનીઓમાં હવે 'શ્વેત પુરુષો' માટે નોકરીની તકો ખતમ થઈ ગઈ છે કારણ કે ત્યાં ભારતીયોનું વર્ચસ્વ વધી ગયું છે. બીજી તરફ, ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકા દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જે જન્મના આધારે નાગરિકતા આપે છે. જોકે, હકીકત તપાસતા (Fact-check) જાણવા મળ્યું છે કે કેનેડા અને મેક્સિકો સહિત વિશ્વના અંદાજે 36 દેશોમાં આ પ્રકારનો કાયદો અસ્તિત્વમાં છે. ટ્રમ્પનું આ નિવેદન પણ પાયાવિહોણું સાબિત થયું હતું.

આ પણ વાંચોઃ CSKના સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાનું અવસાન, MI સામે નહીં રમી શકે મેચ

ભારત સરકારે આ સંવેદનશીલ મુદ્દે અત્યંત ગંભીર અને રાજદ્વારી સંયમ જાળવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે માત્ર એટલું જ કહ્યું હતું કે "અમે કેટલીક રિપોર્ટ જોઈ છે અને હું મારી વાતને અહીં જ વિરામ આપું છું. ભારત તરફથી કોઈ આક્રોશપૂર્ણ નિવેદન ન આપવું એ લાંબા ગાળાના વ્યૂહાત્મક સંબંધોને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય હોઈ શકે છે. જોકે, ટ્રમ્પની આ બેવડી ચાલ કે જેમાં તેઓ એક તરફ પીએમ મોદીને મિત્ર કહે છે અને બીજી તરફ ભારતને નર્ક કહેતી પોસ્ટ શેર કરે છે, તે આગામી સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં કેવો વળાંક લાવશે તે જોવું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PMModi DonaldTrump IndiaUSRelations

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ