ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / CSKના સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાનું અવસાન, MI સામે નહીં રમી શકે મેચ

ક્રિકેટ / CSKના સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાનું અવસાન, MI સામે નહીં રમી શકે મેચ

Published By: Nirav Kumar

Last Updated: 04:26 PM, 23 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈ સુપર કિંગ્સના મુકેશ ચૌધરીની માતાનું અવસાન થયું છે. આથી ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી મુંબઈ સામેની મેચ નહીં રમી શકે. મુકેશ ચૌધરી જ્યારે શોકના માહોલમાં હતો ત્યારે ધોનીએ તેને સપોર્ટ પૂરો પાડ્યો હતો.

ADVERTISEMENT

ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીની માતા પ્રેમ દેવીનું મંગળવારે અવસાન થયું છે. તેની માતા એક વર્ષથી બીમારી સામે ઝઝૂમી રહી હતી. તે મુંબઈની ટાટા હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

CSKના એકાઉન્ટ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, "CSK પરિવાર મુકેશ ચૌધરીની માતાના અવસાન પર શોક વ્યક્ત કરે છે. અમે આ અત્યંત મુશ્કેલ સમયમાં મુકેશ અને તેના પરિવાર સાથે ઉભા છીએ,અને તેમને અમારા વિચાર અને પ્રાર્થનામાં રાખીએ છીએ."

મુકેશ ચૌધરી 23 એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ સામેની આજની મેચ ચૂકી શકે છે. શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે CSKની મેચ પૂરી થયા બાદ તરત જ તે તેના વતન ભીલવાડા, રાજસ્થાન જવા રવાના થયો હતો. તેને તેના મોટા ભાઈ ડૉ. રાજેશ ચૌધરી સાથે તેની માતાના અંતિમ સંસ્કાર કર્યા.

આ દરમિયાન મુકેશ ચૌધરી આ સિઝનમાં CSK માટે માત્ર એક જ મેચ રમ્યો છે જે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હતી. તે મેચમાં તેને 21 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેને ટ્રેવિસ હેડ અને કેપ્ટન ઇશાન કિશનને આઉટ કર્યા હતા. મુકેશને ઇજાને કારણે IPL 2026માંથી બહાર થયા બાદ ખલીલ અહેમદના સ્થાને પસંદગી કરવામાં આવી હતી. CSK એ મુકેશને 30 લાખ રૂપિયામાં રિટેન કર્યો હતો. હવ મુકેશની ગેરહાજરીમાં ગુર્જપનીત સિંહને CSK ની પ્લેઇંગ XI માં મોકો મળી શકે છે.

VTV DIGITAL
  • ધોનીએ આપ્યો હતો સપોર્ટ

એમએસ ધોની તેના મુશ્કેલ સમયમાં ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીના સતત સંપર્કમાં રહ્યો હતો અને તેને સપોર્ટ પૂરો પાડ્યો હતો. ધોનીએ હોસ્પિટલમાં ચૌધરીની માતાની મુલાકાત પણ લીધી હતી. ધોની હજુ સુધી આ IPLમાં મેદાનમાં ઉતર્યો નથી. ગયા મહિને ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં તેને પગનો દુખાવો થયો હતો. જોકે ધોનીએ મંગળવારે અહીં ટ્રેનીંગ સેશનમાં પોતાના બેસ્ટ ટ્રાય કર્યા હતા. તેને પહેલા વિકેટકીપિંગની પ્રેક્ટીસ કરી અને બાદમાં નેટમાં બેટિંગ કરી હતી.

વધુ વાંચો : રાજસ્થાન રોયલ્સના બોલરોનો કમાલ, 160ના ટાર્ગેટ સામે લખનૌની 40 રને હાર

  • મુંબઈ સામે CSKની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

સંજુ સેમસન, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વીલ પટેલ, સરફરાઝ ખાન, શિવમ દુબે, ડેવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટોન, એમએસ ધોની (વિકેટકીપર), અંશુલ કંબોજ, નૂર અહેમદ, સ્પેન્સર જોન્સન, ગુર્જપનીત સિંહ


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhoni Support Mukesh Chaudhary Mother Passed Away

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ