બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / રાજસ્થાન રોયલ્સના બોલરોનો કમાલ, 160ના ટાર્ગેટ સામે લખનૌની 40 રને હાર

RR vs LSG / રાજસ્થાન રોયલ્સના બોલરોનો કમાલ, 160ના ટાર્ગેટ સામે લખનૌની 40 રને હાર

Published By: Nirav Kumar

Last Updated: 11:44 PM, 22 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLમાં રાજસ્થાન રોયલ્સે પહેલી ઇનિંગમાં 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સ માત્ર 119 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ મેચનો હીરો જોફર આર્ચર રહ્યો હતો.

IPL 2026 ની 32મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એકાના સ્ટેડિયમમાં રમાઈ રમાઈ હતી. જેમાં રાજસ્થાને 40 રનથી જીત મેળવી અને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. જેમાં લખનૌએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એમાં અણનમ 43 રનની મદદથી રાજસ્થાને 159 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌ 119 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

160 રનનો પીછો કરી રહેલા લખનૌની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. આયુષ બદોની પહેલી જ ઓવરમાં રન આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ઋષભ પંત બેટિંગ કરવા આવ્યો અને કોઈ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. એડન માર્કરામ પણ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો. લખનૌના ટોપના ત્રણ બેટ્સમેન રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ મિશેલ માર્શે ફિફ્ટી ફટકારી હતી. પણ તે જીત નહતો અપાવી શક્યો. અને 119 રન પર ઓલ આઉટ થઇ ગયો હતો.

VTV DIGITAL
  • આર્ચર બન્યો હીરો

લખનૌના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં રાજસ્થાનની શરૂઆત કમજોર રહી હતી. ત્યાર બાદ બીજા બેટ્સમેન પણ ફ્લોપ રહ્યા પણ જાડેજાની ઇનિંગે તેમનો સ્કોર 159 રન સુધી લઇ ગયો હતો. આ મેચમાં રાજસ્થાનના આર્ચરે 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ લીધી હતી.

લખનૌ સુપર જાયન્ટ્સ (પ્લેઇંગ ઇલેવન): મિશેલ માર્શ, આયુષ બદોની, ઋષભ પંત, નિકોલસ પૂરન, એડન માર્કરામ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસીન ખાન, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, મયંક યાદવ.

વધુ વાંચો : T20 વર્લ્ડ કપમાં આ ક્રિકેટરે લીધું ડ્રગ, હવે લેવાયું એક્શન

રાજસ્થાન રોયલ્સ (પ્લેઈંગ ઈલેવન): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા, નંદ્રે બર્ગર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Lucknow Super Giants Rajasthan Royals

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ