બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:48 PM, 22 April 2026
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ મુશ્કેલીમાં આવ્યો છે. કેમ કે, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ડ્રગ્સ માટે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
Pakistan's Mohammad Nawaz is under investigation after a positive test for recreational drug use during the T20 World Cup earlier this year
— ESPNcricinfo (@ESPNcricinfo) April 22, 2026
Full story: https://t.co/UMEuyO5CZA pic.twitter.com/RifvCXGhRQ
ADVERTISEMENT
રીપોર્ટ મુજબ આ ટુર્નામેન્ટ દરમિયાન રૂટીન ટેસ્ટના ભાગ રૂપે નમૂના લેવામાં આવ્યા હતા. પાકિસ્તાને તેની બધી મેચ શ્રીલંકામાં રમી હતી. આ ટુર્નામેન્ટમાં 32 વર્ષીય નવાઝનું પ્રદર્શન પણ ખરાબ હતું. તેને 5 ઇનિંગ્સમાં માત્ર 15 રન બનાવ્યા હતા અને 7 વિકેટ લીધી હતી અને પાકિસ્તાન સુપર 8 સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું.
આ વિવાદની તેના કરિયર પર તરત અસર પડી છે. જેમાં ઇંગ્લિશ કાઉન્ટી ક્લબ સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથેનો તેનો કરાર પણ સમાપ્ત થઈ ગયો છે. નવાઝને T20 બ્લાસ્ટમાં રમવા માટે પહેલાથી જ NOC મળી ચૂક્યું હતું અને આ અઠવાડિયે તેના કરારની જાહેરાત થવાની હતી.પણ તે હવે 26 મે થી 18 જુલાઈ સુધી ચાલનારી લીગમાં ભાગ લઈ શકશે નહીં. ક્લબે આ બાબતે કોમેન્ટ કરવાનો ઇનકાર કર્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, હવે બધાની નજર હવે PCBની તપાસ પર છે, જે આ કેસમાં આગળના પગલાં નક્કી કરશે. જો ડ્રગ્સના આરોપો સાબિત થાય છે તો નવાઝને કડક સજાનો સામનો કરવો પડી શકે છે, જે તેના ઇન્ટરનેશનલ કરિયરને ખરાબ રીતે અસર કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.