ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Trump supporters enter US capitol clash With Police one dead

અમેરિકા / કેપિટલ બિલ્ડિંગ સુધી પહોંચ્યાં ટ્રમ્પના સમર્થક, હિંસક અથડામણમાં એકનું મોત, કેટલાંક પોલીસ અધિકારી ઘાયલ

Published By: Divyesh

Last Updated: 07:54 AM, 7 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના કેપિટલ પરિસરની બહાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ જોવા મળી છે. ત્યારબાદ પરિસરને લોકડાઉન કરી દેવાયું છે. આ હિંસક અથડામણમાં એક મહિલાનું મૃત્યું થયું છે. જ્યારે કેટલાક પોલીસ અધિકારી ઘાયલ પણ થયા છે.

ADVERTISEMENT

કેપિટલ પરિસરની અંદર એવી જાહેરાત કરવામાં આવી છે કે બહારની સુરક્ષાને લઇને કોઇવ્યક્તિ કેપિટલ પરિસરની બહાર કે અંદર આવી શકશે નહીં. જ્યારે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડનની જીતને પ્રમાણિત કરવા સાંસદ સંસદના સંયુક્ત સત્ર માટે કેપિટલની અંદર બેઠા હતા ત્યારે જ US કેપિટલ પોલીસે તેની અંદર સુરક્ષાની ઉલ્લંઘનની જાહેરાત કરી દીધી. કેપિટલની બહાર પોલીસ અને ટ્રમ્પ સમર્થક વચ્ચે અથડામણ જોવા મળી. પ્રદર્શનકારીઓએ કેપિટલની સીડીની નીચે અવરોધક તોડી નાંખ્યાં. 

ટ્રમ્પ સમર્થકોને હટવા અંગે કહેઃ કમલા હેરિસ

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા કમલા હેરિસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોને US કેપિટલથી હટવા માગ કરી છે. ટ્રમ્પના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ જોવા મળી. કમલા હેરિસે કહ્યું કે ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગની વ્યવસ્થાને ભંગ કરી છે. હેરિસે એક ટ્વિટ કરી કહ્યું , હું કેપિટલ અને પોતાના દેશના લોક સેવેકો પર હુમલા માટે બાઇડેનના આહ્વાનમાં સામેલ છું, જેમણે એમ કહ્યું કે લોકશાહીના કામને આગળ ધપાવીશું. 
 

ટ્રમ્પનું ટ્વિર એકાઉન્ટ પર 12 કલાકનો પ્રતિબંધ

US કેપિટલમાં હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા ત્રણ ટ્વિટ હટાવામાં આવ્યાં છે. જેમાં એ વીડિયોનો પણ સમાવેશ થતો હતો જેમાં ટ્રમ્પે સમર્થકોને સંબોધિત કર્યા હતા. આ સાથે ટ્વિટરે ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કરી દીધું છે. 

ટ્રમ્પના નિવેદન બાદ હિંસા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદના સંયુક્ત સત્ર શરુ થવાના ઠીક પહેલા કહ્યું કે ચૂંટણીમાં હારનો સ્વીકાર  નહીં કરે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે તેમાં ગોટાળો થયો છે અને આ ગોટાળો તેમના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી જો બાઇડન માટે કરવામાં આવ્યો, જે હાલ નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા છે. ત્યાર બાદ હિંસા  ભડકી. 

વોશિંગ્ટનમાં કેમ લાગ્યો કર્ફ્યૂ?   

  • રાષ્ટ્રપતિની ચૂંટણી બાદથી ટ્રમ્પ-બિડેન વચ્ચે ખેંચતાણ
  • ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં હોબાળો કર્યો
  • હોબાળા દરમિયાન ફાયરિંગમાં એક મહિલાનું મૃત્યુ
  • સમર્થકોને સંબોધિત કરનારો ટ્રમ્પનો વીડિયો ફેસબુકે હટાવ્યો
  • ટ્રમ્પ સતત ચૂંટણી પરિણામોમાં ગોટાળા થયાનો લગાવી રહ્યા હતા આરોપ
  • ટ્રમ્પ સમર્થકોનો હોબાળા બાદ વોશિંગ્ટનમાં કર્ફ્યૂ લગાવાયો


હોબાળા પર બિડેને શું કહ્યું?  

  • ટ્રમ્પને મારી અપીલ છે કે તેમણે લીધેલા શપથ પૂર્ણ કરે
  • બંધારણનું રક્ષણ કરો અને ઘેરાબંધી બંધ કરે
  • કેપિટલ બિલ્ડિંગ પર થયેલો હુમલો રાજદ્રોહ


સમર્થકોએ શા માટે કર્યો હોબાળો?

  • કેપિટલ બિલ્ડિંગમાં ચૂંટણીના પરિણામો માટે બેઠક મળી હતી
  • ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગ બહાર હોબાળો કર્યો હતો
  • ટ્રમ્પે પોતે હાર નહીં સ્વીકારે તેવો વીડિયો જાહેર કર્યો હતો 
  • ટ્રમ્પના સંબોધન બાદથી ભડકી હિંસા 
  • હિંસા ભડકતા ફેસબુક અને ટ્વીટરે ટ્રમ્પનો વીડિયો હટાવ્યો
  • બીજી તરફ ટ્રમ્પે પણ સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી

 

 

સંકળાયેલા મુદ્દાઓ

America Donald Trump President jo biden અમેરિકા જો બાઇડેન ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ Donald Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ