બ્રેકિંગ ન્યુઝ
VTV / TRAI planning to implement 11 digit mobile number
હવે તમારો મોબાઇલ નંબર 11 અંકોનો થઇ શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) એ શુક્રવારે એક પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્તમાં ટ્રાઇએ દેશમાં 11 અંકના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. ટ્રાઇના કહેવા અનુસાર, જો 10 અંકના મોબાઇલ નંબરમાંથી 11 અંકવાળા મોબાઇલ નંબર થઇ જશે તો દેશમાં વધુ સંખ્યા મોબાઈલ નંબરો ઉપલબ્ધ થઇ શકશે.
ADVERTISEMENT
દેશમાં મોબાઇલ નંબરની ક્ષમતા વધારીને 1000 કરોડ થઇ શકશે
ADVERTISEMENT
ટ્રાઇમાં તેના પ્રસ્તાવમાં કયું છે કે જો મોબાઈલ નંબરનો પહેલો આંકડો 9 રાખવામાં આવે તો 10 થી 11 અંકના મોબાઇલ નંબર પર સ્વિચ કરવાથી દેશમાં કુલ 10 અબજ (1000 કરોડ) નંબરોની ક્ષમતા ઉભી થાય છે. ટ્રાઇએ વધુમાં કહ્યું કે હાલની નીતિ મુજબ 70 ટકા યુટિલાઇઝેશન 1000 કરોડના 70 ટકા એટલે કે 700 કરોડ કનેક્શન ઉભા થઇ શકે તેમ છે.
કોલ કરતી વખતે આગળ લગાવવો પડશે ઝીરો
ADVERTISEMENT
આ સિવાય ટ્રાઇએ ફિક્સ્ડ લાઈનથી કોલ કરતી વખતે મોબાઇલ નંબરની આગળ '0' મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યારે નંબરની શરૂઆતમાં શૂન્ય ઉમેર્યા વિના પણ લેન્ડલાઇનથી મોબાઇલ નંબરો પર કોલ કરી શકાય છે. ટ્રાઇએ જણાવ્યું હતું કે ફિક્સ નેટવર્કમાંથી મોબાઇલ પર કોલ કરવા માટે શૂન્ય લગાવવો ફરજિયાત કરવાથી લેવલ 2, 3, 4 અને 6 ના તમામ ફ્રી સબ-લેવલને મોબાઇલ નંબર તરીકે ઉપયોગ કરી શકાય છે.
ADVERTISEMENT
આવશે નવો નેશનલ નંબરીંગ પ્લાન
આ સિવાય ટ્રાઈએ નવી નેશનલ નંબરિંગ યોજના પણ સૂચવી છે, જે શક્ય તેટલી વહેલી તકે ઉપલબ્ધ કરાવવાની છે. આ ઉપરાંત, ટ્રાઇએ ડોંગલ્સ માટે વપરાયેલા મોબાઈલ નંબરને 10 અંકોથી વધારીને 13 અંક કરવાની પણ વાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.