બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / વારંવાર કૉલ ડ્રોપ થાય છે? હવે સરળતાથી કરી શકશો ફરિયાદ, TRAIએ નવા ફીચર્સ સાથે એપ ફરી લોન્ચ કરી

photo-story

6 ફોટો ગેલેરી

TRAI MyCall App / વારંવાર કૉલ ડ્રોપ થાય છે? હવે સરળતાથી કરી શકશો ફરિયાદ, TRAIએ નવા ફીચર્સ સાથે એપ ફરી લોન્ચ કરી

Last Updated: 12:10 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મોબાઇલ પર વારંવાર કૉલ ડ્રોપ થવો અથવા વાત કરતી વખતે અવાજ તૂટવો જેવી સમસ્યાઓ હવે સીધી નોંધાવી શકાશે. ભારતીય ટેલિકોમ નિયમનકારી સંસ્થા TRAIએ પોતાની MyCall App નવા ફીચર્સ અને સુધારેલા ઇન્ટરફેસ સાથે ફરી લોન્ચ કરી છે.

1/6

photoStories-logo

1. વારંવાર કૉલ ડ્રોપ થાય છે?

આ એપ દ્વારા યુઝર્સ હવે કૉલની ગુણવત્તાને રેટ કરી શકશે અને કૉલિંગ દરમિયાન આવતી ટેક્નિકલ સમસ્યાઓની સીધી જાણ કરી શકશે. આ ફીડબેકના આધારે ટેલિકોમ કંપનીઓ નેટવર્કમાં સુધારો કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કૉલની ગુણવત્તા અંગે સીધી ફરિયાદ કરી શકશો

TRAIએ મોબાઇલ કૉલિંગનો અનુભવ વધુ સારો બનાવવા માટે MyCall Appનું નવું વર્ઝન રજૂ કર્યું છે. એપમાં સરળ ઇન્ટરફેસ સાથે અનેક ઉપયોગી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ એપ ગ્રાહકો અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે મહત્વની કડી તરીકે કામ કરશે. યુઝર્સ કૉલની ગુણવત્તા અંગે સીધી માહિતી આપી શકશે, જેથી નેટવર્કની વાસ્તવિક સ્થિતિ જાણી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 1થી 5 સ્ટાર સુધી કૉલને આપી શકશો રેટિંગ

નવી એપમાં યુઝર્સ પોતાની તાજેતરની વૉઇસ કૉલને 1થી 5 સ્ટાર સુધી રેટ કરી શકશે. આ ઉપરાંત કૉલ ડ્રોપ, વાત કરતી વખતે અવાજ પડઘો મારવો, ઓડિયો મોડો આવવો, ક્રોસ કનેક્શન અથવા અવાજ વારંવાર કપાઈ જવો જેવી સમસ્યાઓ પણ નોંધાવી શકાશે. આ માહિતીના આધારે કંપનીઓને ખામીઓ ઓળખવામાં મદદ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ટેલિકોમ કંપનીઓ સુધી પહોંચશે તમારો ફીડબેક

TRAIના જણાવ્યા અનુસાર એપમાં મળતો દરેક ફીડબેક સંબંધિત ટેલિકોમ સેવા પ્રદાતાઓ સાથે શેર કરવામાં આવશે. કંપનીઓ આ ડેટાનું વિશ્લેષણ કરીને જ્યાં સમસ્યાઓ વધુ હોય ત્યાં નેટવર્ક સુધારવા માટે જરૂરી પગલાં લઈ શકશે. આ રીતે ગ્રાહકોનો અનુભવ વધુ સારો બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરો

TRAIએ તમામ મોબાઇલ યુઝર્સને MyCall App ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની અપીલ કરી છે. દરેક કૉલ પછી પોતાનો અનુભવ શેર કરવાથી વધુ ચોક્કસ માહિતી મળશે. જેટલા વધુ લોકો એપનો ઉપયોગ કરશે, એટલો જ દેશભરમાં મોબાઇલ કૉલિંગ સેવાની ગુણવત્તામાં સુધારો શક્ય બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. એપનો ઉપયોગ કેમ કરવો જોઈએ?

વારંવાર કૉલ ડ્રોપ થવો અથવા નબળી કૉલ ક્વોલિટી જેવી સમસ્યાઓથી ઘણા લોકો પરેશાન રહે છે. MyCall App દ્વારા ફરિયાદ કરવાથી સમસ્યાનો ડેટા સીધો TRAI અને સંબંધિત કંપની સુધી પહોંચે છે. પરિણામે નેટવર્ક સુધારવાની પ્રક્રિયા વધુ અસરકારક બની શકે છે અને ગ્રાહકોને વધુ સારી સેવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TRAI MyCall App MyCall App Features Call Drop Complaint
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ