બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કારણ વગર ઝડપથી વજન ઘટવું અને ભૂખ ઓછી થવી કેન્સરના સંકેત હોઈ શકે? જાણો ડૉક્ટરની સલાહ
5 ફોટો ગેલેરી
Last Updated: 12:39 PM, 4 August 2026
1/5
ઝડપથી વજન ઘટવું અને સતત ભૂખ ન લાગવી એ સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાના સંકેતો હોઈ શકે છે. આવા કિસ્સાઓમાં, ડોકટરો અથવા નિષ્ણાતો તાત્કાલિક તબીબી તપાસ કરાવવાની સલાહ આપે છે. તબીબી દ્રષ્ટિકોણથી જોઈએ તો, આ કેન્સર જેવી ગંભીર બીમારીઓના લક્ષણો પણ હોઈ શકે છે. મોટાભાગના લોકો ઉધરસ, હળવો તાવ, છાતીમાં જકડન કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને સામાન્ય વાયરલ ચેપ, એલર્જી અથવા ઋતુ-પરિવર્તનની અસર માનીને અવગણે છે. થોડા દિવસો દવા લે છે, આરામ કરે છે અને આશા રાખે છે કે બધું ફરી સામાન્ય થઈ જશે. જોકે, જો આ સમસ્યા વારંવાર થતી હોય અથવા ઘણા અઠવાડિયા સુધી ચાલુ રહે, તો તે માત્ર કોઈ ચેપને બદલે ફેફસાંના કેન્સરનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. ઓન્કોલોજી વિભાગના એક્સપર્ટ આ અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
2/5
3/5
(1) ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી રહેતી ઉધરસ, (2) લાંબા સમયથી ચાલતી ઉધરસમાં અચાનક વધારો થવો અથવા તેના સ્વરૂપમાં ફેરફાર થવો, (3) ખૂબ ઓછી માત્રામાં પણ લોહીવાળી ઉધરસ આવવી, (4) વારંવાર ન્યુમોનિયા કે છાતીમાં ચેપ થવો, (4) શ્વાસ લેવામાં તકલીફ અથવા પહેલાં કરતાં જલ્દી થાકી જવું, (5) છાતીમાં સતત દુખાવો કે ભારેપણું, (6) અવાજ બેસી જવો (7) કોઈ સ્પષ્ટ કારણ વગર વજન ઘટવું અથવા ભૂખ ઓછી લાગવી.
4/5
અન્ય એક મહત્વની બાબત એ છે કે ફેફસાંનું કેન્સર એ માત્ર ધૂમ્રપાન કરનારાઓને જ થતો રોગ નથી. જોકે ધૂમ્રપાન એ ચોક્કસપણે સૌથી મોટું જોખમી પરિબળ છે, તેમ છતાં 'પેસિવ સ્મોકિંગ', વાયુ પ્રદૂષણ, અમુક ઔદ્યોગિક રસાયણોના લાંબા ગાળાના સંપર્ક અને કૌટુંબિક ઇતિહાસને કારણે પણ તેનું જોખમ વધી શકે છે. આજે આપણા દેશમાં એવા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું નથી.
5/5
નિષ્ણાતોનું કહેવું છે કે, ગભરાવાની જરૂર નથી, કારણ કે સતત રહેતી ઉધરસનો અર્થ હંમેશાં કેન્સર જ હોય તેવું જરૂરી નથી. જોકે, જો લક્ષણો 23 અઠવાડિયાથી વધુ સમય સુધી રહે, સારવાર છતાં ના ફરક ના પડે અથવા વારંવાર પાછા આવતા હોય, તો તેને અવગણવા જોઈએ નહીં. આવા કિસ્સાઓમાં કોઈ નિષ્ણાતની સલાહ લો. જરૂર જણાય તો, એક્સ-રે કે સીટી સ્કેન જેવા ટેસ્ટ રોગના મૂળ કારણને સમયસર ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે. (Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ