બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અપડાઉન કરનારા અમદાવાદીઓ ખાસ વાંચે, આટલા દિવસ સુધી બંધ રહેશે આ અંડરપાસ
Last Updated: 02:46 PM, 3 November 2025
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલો ત્રાગડ અંડરપાસ વરસાદના કારણે ખરાબ હાલતમાં પહોંચી ગયો છે. રસ્તા પર અનેક ખાડાઓ પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઔડા (AUDA) એ અંડરપાસની મરામત કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે. કામ 5 અથવા 7 નવેમ્બરથી શરૂ થઈને આશરે 40 દિવસ સુધી ચાલશે.
ADVERTISEMENT
આ દરમિયાન, અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન જાહેર કર્યો છે, જેથી મુસાફરોને મુશ્કેલી ન પડે.
બે તબક્કામાં રિપેરિંગ કામ
ADVERTISEMENT
ત્રાગડ અંડરપાસનું રિપેરિંગ બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે, જ્યારે બીજા તબક્કામાં વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે.
આ નિર્ણયથી ખાસ કરીને ઝુંડાલ અને વૈષ્ણોદેવી વિસ્તાર વચ્ચેના દૈનિક મુસાફરો પર સીધી અસર પડશે.
ADVERTISEMENT
પ્રેસનોટ
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) October 19, 2025
તારીખ- ૧૮/૧૦/૨૦૨૫#ahmdabadtrafficpolice #ahmdabadpolice #gujaratpolice #pressnote @AhmedabadPolice pic.twitter.com/JkayFN7q14
18થી 20 કલાક ચાલશે કામગીરી
ADVERTISEMENT
ઔડાએ રિપેરિંગ ઝડપથી પૂરું થાય તે માટે ત્રણ ટીમો રચી છે, જે દરરોજ 18થી 20 કલાક સુધી કામ કરશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, અગાઉની જેમ ડામર રોડની જગ્યાએ હવે RCC (સિમેન્ટ કોન્ક્રીટ) થી નવો રસ્તો બનાવવામાં આવશે, જેથી સપાટી વધુ ટકાઉ અને મજબૂત બને.
ડાયવર્ઝન અને વૈકલ્પિક રૂટ
ADVERTISEMENT
ટ્રાફિક વિભાગ મુજબ:
પ્રથમ તબક્કા દરમિયાન, ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતા વાહનોને ઝુંડાલ બ્રિજ હેઠળથી અડાલજ સર્કલ – મહારાજા હોટલ માર્ગે વૈષ્ણોદેવી સર્કલ પહોંચવું પડશે.
ADVERTISEMENT
બીજા તબક્કા દરમિયાન, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતાં વાહનોને વૈષ્ણોદેવી સર્કલ – અડાલજ ત્રિમંદિર – અડાલજ સર્કલ મારફતે ઝુંડાલ તરફ આવવું પડશે.
આ વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરનારા મુસાફરોને લગભગ 11 કિલોમીટરનો વધારાનો પ્રવાસ કરવો પડશે.
આ પણ વાંચોઃ મહેસાણામાં પ્રેમીએ પરણેલી પ્રેમિકા પર નજર રાખવા ઝાડીઓમાં લગાડ્યાં કેમેરા, ઝડપાયું હેરાનીભર્યું
ટ્રાફિક વિભાગની અપીલ
ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ જાહેર કરાયેલા ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરે, જરૂરી હોય ત્યાં વધારાનો સમય ધ્યાનમાં રાખે અને શક્ય હોય તો પીક અવર્સમાં મુસાફરી ટાળે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.