બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / top ki flop katrina kaif film aditya roy kapoor director abhishek siddarth red color hairstyle

બોલીવુડ / કેટરીનાના વાળ લાલ કરવામાં જેટલો ખર્ચ થયો એટલામાં બંગલો આવી જાય, છતાં પહેલા જ દિવસે ફિલ્મના આવા હાલ

Premal

Last Updated: 02:49 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટરીના કૈફ બોલીવુડમાં લાંબી ઈનિંગ રમી ચૂકી છે. અંગ્રેજી ઉચ્ચારણવાળી હિન્દી હોવા છતા તેને મોટા પ્રોડક્શન હાઉસમાં સેલિબ્રિટીઓ સાથે તક મળી. તેણે લીકમાંથી હટીને કઈ પણ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમાં સફળતા ના મળી.

  • કેટરીના કૈફે બોલીવુડમાં લાંબી ઈનિંગ રમી
  • પોતાનાથી નાની ઉંમરના બે યુવાનો સાથે દેખાશે 
  • ફિલ્મ ફોન ભૂતમાં જોવા મળશે 

કેટરીના પોતાનાથી નાની ઉંમરના યુવાનો સાથે કરશે ફિલ્મ 

ફિતૂર તેની એવી જ નાકામ ફિલ્મ છે. કેટરીના કૈફ આવતા મહિને પોતાનાથી નાની ઉંમરના બે યુવાનો સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની સાથે ફિલ્મ ફોન ભૂતમાં આવી રહી છે. પહેલા પણ તે એક વખત આવો પ્રયોગ કરી ચૂકી છે. જેમાં તે ખરાબ રીતે નિષ્ફળ સાબિત થઇ હતી. પોતાનાથી નાની ઉંમરના હીરો આદિત્ય રૉય કપૂરની સાથે તેમની ફિલ્મ હતી ફિતૂર. 2016માં આવેલી આ ફિલ્મ ખૂબ ધૂમધામ અને ભરપૂર પ્રચારની સાથે રિલીઝ થઇ હતી. નિર્દેશક અભિષેક કપૂરની આની પહેલાની બે ફિલ્મો, રૉક ઑન અને કાય પો છેના વખાણ કર્યા હતા. એવામાં ફિતૂરમાં આદિત્ય રોય કપૂર અને કેટરીના કૈફની જોડી પર સિદ્ધાર્થ રોય કપૂરે ભરોસો કર્યો. સિદ્ધાર્થ આદિત્યના મોટાભાઈ છે. પરંતુ આ ફિલ્મ નિર્માતાઓ માટે મોટુ નુકસાનનો કરાર સાબિત થઇ છે. 

કહાનીનુ કાશ્મીર કનેક્શન 

ફિતૂર અંગ્રેજીના ક્લાસિક ઉપન્યાસ ગ્રેટ એક્સપેક્ટેશન્સથી પ્રેરિત હતી. ફિલ્મમાં કાશ્મીર હતુ. પાકિસ્તાન હતુ. એક બેગમ હતી. આ સાથે લવ સ્ટોરી હતી આદિત્ય રૉય કપૂર અને કેટરીના કૈફનુ. ફિલ્મને કાશ્મીરના ભવ્ય દ્રશ્યો પરથી સજાવવામાં આવી હતી. ફિતૂર શ્રીનગરમાં રહેતા ગરીબ નૂરની કહાનીના રૂપમાં સામે આવે છે, જે બાળપણથી અમીર યુવતી ફિરદોસ સાથે પ્રેમ કરે છે. ફિરદોસની માં હજરત ક્યારેક આ પ્રેમને હવા આપે છે અને ક્યારેક તેને બુઝાવવાની કોશિશ કરે છે. નૂર દિલ્હી જઇને એક મોટી કલાકાર બની જાય છે અને જ્યારે ફરે છે ત્યારે જોવે છે કે નૂર સરહદ પાર એક રસૂખદાર પાકિસ્તાની સાથે લગ્ન કરવા તૈયાર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ