બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Today relief from corona in entire Gujarat cases also decreased in Ahmedabad one patient died

રાહત / આજે સમગ્ર ગુજરાતમાં કોરોનાથી રાહત, અમદાવાદમાં પણ કેસ ઘટ્યા, એક દર્દીનું મોત

Kishor

Last Updated: 09:32 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આજે કોરોનાના પોઝિટિવ કેસ ઘટતા લોકો અને આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

  • લાંબા સમય બાદ કોરોના કેસ ઘટયા
  • છેલ્લા ચોવીસ કલાકમાં 606 કેસ નોંધાયા 
  • એક્ટિવ કેસોની સંખ્યા 6413 ને પર

છેલ્લાં કેટલાક દિવસથી હાહાકાર મચાવતા કોરોના પોઝીટીવ કેસોમાં આજે એકાએક ઘટાડો આવ્યો છે. આરોગ્ય તંત્રના ચોપડે આજે માત્ર 606 કેસ જ સામે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વનું છે કે થોડા સમયથી કોરોના દૈનિક કેસો 1 હજારને પાર થઈ રહ્યા હતા. તેવામાં આજે માત્ર છેલ્લા 24 કલાકમાં 606 પોઝીટીવ કેસો નોંધાયા હતા.બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા 6413 ને પર પહોંચી છે.

અમદાવાદમાં એક દર્દીનું  કોરોનાથી મોત
મહાનગરોમાં કોરોના કેસોની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ મહાનગરપાલિકામાં 172 કેસ સામે આવ્યા છે જ્યારે એક દર્દી એ કોરોના ને પગલે દમ તોડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં વડોદરામાં 48 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 38 અને ગાંધીનગરમાં 13 તેમજ ભાવનગરમાં 11 અને જામનગરમાં માત્ર પાંચ કેસ નોંધાયા છે. જૂનાગઢમાં આજે એક પણ કેસ નોંધાયો નથી.આ ઉપરાંત જિલ્લાની વાત કરવામાં આવે તે મહેસાણામાં 75, સુરતમાં 39, ગાંધીનગરમાં 27, વડોદરામાં 25, કચ્છમાં 16, મોરબીમાં 13, વલસાડ 12, પાટણમાં 10, અરવલ્લીમાં 8, સાબરકાંઠામાં 8 અને સુરેન્દ્રનગરમાં 8 કેસ નોંધાયા છે.

13 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ
વધુમાં રાજ્યમાં 606 નવા દર્દીના ઉમેરા સાથે 729 દર્દીઓ સજા થયા છે. જ્યારે સજા થવાનો દર 98.62 છે ઉપરાંત આજે 2,74,983 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. વધુમાં 6413 એક્ટિવ કેસોની સરખામણીએ 13 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર હેઠળ સારવાર લઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ