બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Today is the last day to file nominations for the Rajya Sabha elections

Rajya Sabha Election 2024 / આજે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, વિજય મુહૂર્તમાં BJPના ચારેય ઉમેદવારો ભરશે નામાંકન

Priykant Shrimali

Last Updated: 09:42 AM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajya Sabha Elections 2024 Latest News: રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ, આજે ભાજપના ચારેય ઉમેદવારો ભરશે નામાંકન પત્ર

  • રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ
  • આજે ભાજપના ચારેય ઉમેદવારો ભરશે નામાંકન પત્ર
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉમેદવારી નોંધાવશે
  • ગાંધીનગરમાં 12.39 મીનીટે વિજય મુહૂર્તમાં ભરશે નામકરણ પત્ર
  • મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર નામાંકન પત્ર ભરશે

Rajya Sabha Elections 2024 : રાજ્યસભાની ચૂંટણીને લઈ આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. આ તરફ હવે ગુજરાતની ચારે બેઠક માટે ભાજપના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. મહત્વનું છે કે, ગઈકાલે જ ભાજપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમારને ગુજરાતથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. જેને હવે આજે બપોરે આ ચારેય ઉમેદવારો નામાંકન ભરશે. 

આજે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ભાજપના ચારેય ઉમેદવાર આજે ઉમેદવારી નોંધાવશે. આજે  બપોરે 12.39 મીનીટે વિજય મુહૂર્તમાં ભાજપના ચારેય ઉમેદવારો નામાંકન પત્ર ભરશે. વિગતો મુજબ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર નામાંકન પત્ર ભરશે.

જાણો ક્યારે છે મતદાન ? 
આ રાજ્યસભાની 4  બેઠકોની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે. 15 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ તો 16 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 20 ફેબ્રુઆરીએ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.

વધુ વાંચો: ભાજપે રાજ્યસભા માટે જે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા જાણો તેમના વિશે

સમીકરણો શું કહે છે ?
4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે 156 બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 175 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો છે. વિધાનસભામાં આપ ના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Rajya Sabha Elections 2024 ઉમેદવારી રાજ્યસભા ચૂંટણી રાજ્યસભા ચૂંટણી 2024 વિજય મુહૂર્ત Rajya Sabha Elections 2024
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ