બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / To maintain 'stamina' till old age, men should avoid these bad habits from today, know which

હેલ્થ ટિપ્સ / વૃદ્ધાવસ્થા સુધી 'સ્ટેમિના' જાળવી રાખવા પુરુષોએ આજથી જ આ ખોટી આદતોને કરવી જોઇએ દૂર, જાણો કઇ-કઇ

Megha

Last Updated: 04:51 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓની જેમ પુરુષોમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન હોતા નથી એટલે પુરુષોમાં હાર્ટએટેક, મેદસ્વિતા, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થવાનો ખતરો પુરુષોમાં વધુ હોય છે.

  • લોકો ખોટી આદતોના કારણે પોતાનો સ્ટેમિના ગુમાવી દે છે
  • આ આદતોથી વૃદ્ધાવસ્થામાં પણ ટકી શકશે સ્ટેમિના
  • પુરુષોએ પોતાના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે

ભાગદોડ ભરેલી જિંદગીમાં પોતાનો સ્ટેમિના જાળવી રાખવો મુશ્કેલ કામ છે. સૌથી વધુ પુરુષો ઘર કરતાં વધુ બહાર રહેવાના કારણે અને ખોટી આદતોના કારણે પોતાનો સ્ટેમિના ગુમાવી દે છે. એક્સપર્ટ્સ માને છે કે પુરુષોએ પોતાના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જાણો પુરુષોએ કઇ કઇ હેલ્ધી હેબિટ અપનાવવી જોઇએ. મહિલાઓની જેમ પુરુષોમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન હોતા નથી, જે હૃદય કે અન્ય બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તેથી હાર્ટએટેક, મેદસ્વિતા, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થવાનો ખતરો પુરુષોમાં વધુ હોય છે.

સંપૂર્ણ આહાર લો
ડાયટમાં સંપૂર્ણ અને અનપ્રોસેસ્ડ ફૂડને સામેલ કરો. ભરપૂર માત્રામાં ફળ, શાકભાજી, સાબૂૂત અનાજ, લીન પ્રોટીન અને હેલ્ધી ફેટ લો. આ ખાદ્યપદાર્થ આવશ્યક પોષક તત્ત્વો, ફાઇબર અને એ‌િન્ટઓક્સિડન્ટ પ્રદાન કરે છે, જે સંપૂર્ણ સ્વાસ્થ્યને વધારે છે.

પ્રોટીન વધારો
માંસપેશીઓને મજબૂત રાખવા માટે પ્રોટીન મહત્ત્વનું છે. દરેક ભોજનમાં ફળો, દાળ, ગ્રીક યોગર્ટ, ટોફુ, બીન્સને સામેલ કરો. મસલ્સ સિન્થેસીસ અને રિકવરી વધારવા માટે આખો દિવસ સંતુલિત માત્રામાં પ્રોટીન લેતા રહો.

નાસ્તો ન છોડો
તમારું મેટાબોલિઝમ ફાસ્ટ કરવા માટે અને નિરંતર એનર્જી મેળવવા માટે દિવસની શરૂઆત સંતુલિત નાસ્તાથી કરો. ભૂખ સંતોષવા અને ફોકસ વધારવા બ્રેકફાસ્ટમાં પ્રોટીન, સાબૂત અનાજ, ફળો અને શાકભાજીનું મિક્સ્ચર સામેલ કરો. 

હાઈડ્રેશન પર ધ્યાન આપો
આખો દિવસ પર્યાપ્ત પાણી પીને સારી રીતે હાઇડ્રેટેડ રહો. પાણી પાચન, મેટાબોલિઝમ અને શરીરનાં તમામ કાર્યો માટે આવશ્યક છે. તેની કમીથી તમારો સ્ટેમિના ઘટવા લાગે છે.

હેલ્ધી ફેટ્સ ન ભૂલતા
તમારા આહારમાં હેલ્ધી ફેટ્સ જરૂર સામેલ કરો. તેના કારણે એચડીએલ કોલેસ્ટ્રોલ લેવલ વધારનાર જરૂરી ફેટી એસિડ મળે છે. તે ગુડ કોલેસ્ટ્રોલના કારણે એલડીએલ, વીએલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ કંટ્રોલમાં રહે છે. અવોકાડો, નટ્સ, સીડ્સ અને ઓલિવ ઓઇલમાં હેલ્ધી ફેટ્સ હોય છે.

ભોજનનું પ્લાનિંગ કરી રાખો
તમારે તમારા ભોજનનું પ્લાનિંગ જાતે જ એડ્વાન્સમાં કરી લેવું જોઇએ, જેના કારણે ભૂખ લાગવા પર અનહેલ્ધી ખાવાથી બચી શકાય. આ આદત તમને હેલ્ધી ફૂડ અને કંટ્રોલમાં ખાવાનું શીખવશે.

વધુ ખાવાથી બચો
વજનને કંટ્રોલમાં રાખવા માટે વધુ ખાવાથી બચો. ખાવાની પ્લેટ નાની રાખો, ભૂખ લાગે ત્યારે જ ખાઓ, સંતુલિત અને ઓછું ખાવાથી મેદસ્વિતા દૂર રહે છે. તે ડાયાબિટીસ અને હાર્ટડિસીઝનું કારણ બનતી હોય છે. ભૂખ કરતાં વધુ ક્યારેય ન ખાઓ.

નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ કરો
ફિઝિકલ રૂટિનમાં કાર્ડિયો, સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને ફ્લેક્સિબિલિટી એક્સર્સાઇઝ બેલેન્સનું મિક્સ્ચર રાખો. અઠવાડિયામાં કમસે કમ ૧પ૦ મિનિટ મોડરેટ-ઇન્ટન્સિટી એરોબિક એક્ટિ‌િવટી કરવાનું લક્ષ્ય રાખો.

ઊંઘ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ
સારા આરોગ્ય અને રિકવરી માટે જરૂરી ઊંઘ લો. દરેક રાતના સાત-આઠ કલાકની ક્વોલિટી ઊંઘનું લક્ષ્ય રાખો. રિલેક્સેશન ટેકનિક, હોબી, ઇમોશન સપોર્ટ વગેરેથી સ્ટ્રેસ ઘટાડો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ