બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / To fulfill grandfather's wish, two brothers reached by helicopter to take the bride, the whole village gathered to see.

મધ્યપ્રદેશ / સ્વ. દાદાની ઇચ્છા પૂર્ણ કરવા બે ભાઇઓ દુલ્હનને લેવા હેલિકોપ્ટરથી જાન લઈને પહોંચ્યા, જોવા આખુંય ગામ ઉમટ્યું

Megha

Last Updated: 01:56 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલના કુરાના ગામના બે પિતરાઈ ભાઈ હેમ મંડલોઈ અને યશ મંડલોઈ જાન લઈને શાજાપુર જિલ્લાના શુજાલપુર પહોંચ્યા, જે ભોપાલથી લગભગ 80 કિલોમીટર દૂર છે.

  • દાદાની ઈચ્છા હતી કે પૌત્ર લગ્નમાં જાન હેલિકોપ્ટરમાં લઈને જાય
  • માંડલોઈ પરિવારનો મુખ્ય વ્યવસાય ખેતી છે
  • હેલિકોપ્ટર ભાડે લેવા માટે લગભગ 5 થી 6 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે

Baraat In Helicopter: મધ્યપ્રદેશના ભોપાલમાં બે પિતરાઈ ભાઈઓના લગ્ન ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેઓ તેમના સ્વર્ગસ્થ દાદાની ઈચ્છા પૂરી કરવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈ પહોંચ્યા હતા. ભોપાલના કુરાના ગામના બે પિતરાઈ ભાઈ હેમ મંડલોઈ અને યશ મંડલોઈ જાન લઈને શાજાપુર જિલ્લાના શુજાલપુર પહોંચ્યા, જે ભોપાલથી લગભગ 80 કિલોમીટર દૂર છે.

હેલિકોપ્ટર  જ્યારે વરરાજાના ઘરે પહોંચ્યું તો આ અનોખા લગ્નને જોવા માટે આસપાસથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વરરાજાએ ANIને જણાવ્યું કે, 'અમારા દિવંગત દાદાની ઈચ્છા હતી કે તેમના પૌત્ર તેમના લગ્નમાં જાન હેલિકોપ્ટરથી લઈને જાય અને દુલ્હનને હેલિકોપ્ટરમાં લઈને આવે. જો કે, આજે તેઓ આ દુનિયામાં નથી, પરંતુ અમારા દાદાનું સ્વપ્ન અમારા પિતાએ પૂરુ કર્યું છે.

અમે અમારા બાળકોની જાન પણ હેલિકોપ્ટરમાં લઈ જશું
તેમણે કહ્યું, 'હવે આ અમારા પરિવારની એક પરંપરા બની ગઈ છે. આ પરંપરા ચાલુ રાખવા માટે અમે ભવિષ્યમાં અમારા બાળકો માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરીશું. આ પ્રસંગે પરિવાર ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. જો કે, આ પહેલીવાર નથી જ્યારે માંડલોઈ પરિવારે લગ્ન માટે હેલિકોપ્ટર ભાડે લીધું હોય. અગાઉ જ્યારે પરિવારના પ્રથમ પુત્રના લગ્ન થયા ત્યારે તે સમયે હેલિકોપ્ટર પણ ભાડે લેવામાં આવ્યું હતું. 

હેલિકોપ્ટર માટે 5 થી 6 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે
પરિવારના સૌથી મોટા પુત્ર દેવેન્દ્ર મંડલોઈ પરિવારના પ્રથમ વ્યક્તિ છે, જેમના લગ્નમાં 2014માં હેલિકોપ્ટરથી જાન લઈ જવામાં આવી હતી. તે સમયે તેમના લગ્નની જાન શાજાપુર જિલ્લાના મટાણા ગામમાં પહોંચી હતી. માંડલોઈ પરિવારનો મુખ્ય વ્યવસાય ખેતી છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, એક સમયે હેલિકોપ્ટર ભાડે લેવા માટે લગભગ 5 થી 6 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ