બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / tips-to-start-aloe-vera-cultivation

NULL / તમે પણ એલોવેરાની ખેતી કરીને કમાઇ શકો છો લાખો રૂપિયા

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

એલોવેરાની ડિમાન્ડ સતત વધી રહી છે. હવે એલોવેરાની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક બની ગઇ છે. તેની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે. જોકે એક્સપર્ટનું એવું કહેવું છે કે ખેડૂતોને કંપની સાથે કોન્ટ્રાક્ટ કરીને ખેતી કરવી જોઇએ અને પાંદડાની જગ્યા પર પલ્પ (માવો) વેચવો જોઇએ કારણકે પલ્પને વચેવાથી વધારે કમાણી થાય છે. 

ગત 25 વર્ષોમાં ગુજરાતમાં એલોવેરાની ખેતી કરી રહેલા એક શખ્સે ઇન્ટવ્યૂ દરમિયા જણાવ્યુ કે એલોવેરાની એક એકર ખેતીથી સરળતા 5-7 લાખની કમાણી કરી શકાય છે. હાલમાં બાબા રામદેવની પંતજલિ સહિત ઘણી કંપનીઓ એલોવેરાની ખરીદી કરી રહી છે. 

4- 7 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે એલોવેરાના પત્તા

એલોવેરાના પત્તા 4થી7 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાય છે. જોકે તે કોન્ટ્રાક્ટ પર ડિપેંડ કરે છે. તો બીજી તરફ તેના પલ્પ 20થી30 રૂપિયા પ્રતિ કિલોએ વેચાય છે. એક એકરમાં આશરે 16 000 પત્તા લગાવામાં આવે છે. એકસપર્ટ 8- 18 મહિનામાં પહેલું કટિંગ કરવાની સલાહ આપે છે.

આ રીતે કરો ખેતી:

એલોવેરા રેતાળ  માટી અને ગરમ તાપમાનવાળા ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી ઉગે છે જેમાં વધારે પાણીની જરૂર પડતી નથી.

આ ખેતી માટે એવી જગ્યા પસંદ કરવી જોઇએ જ્યાં પાણી અને ભેજ ન હોય જમીન થોડી ઉંચાઇ પર હોવી જોઇએ જેના કારણે વરસાદનું પાણી ભરાવવાનો પણ ડર ન રહે.

ચોમાસા પહેલા ખેતરને ખેડવું સારું રહે છે. એકવાર ખેડ્યા બાદ 12-15 ટન ખાતર મિક્ષ કરીને ફરીથી ખેડવું જોઇએ.

છાણમાં યૂરિયા ફોસ્ફરસ પોટાશને સામાન  માત્રમાં નાખવું જોઇએ. ત્યારબાદ ખેતરમાં 50x50 સેમી.ના અંતર પર ક્યારો બનાવી લેવો.

આમ તો આ માટેની ખેતી કોઇ પણ સમયે કરી શકાશે પરંતુ સૌથી સારો સમય જૂન-જૂલાઇનો છે.

3 વર્ષ સુધી લઇ શકાય છે પાક

 એકવાર પ્લાન્ટેશન કર્યા પછી 3 વર્ષ સુધી તેનો પાક લઇ શકાય છે. IEC111271 IEC111269 અને AL-1 હાઇબ્રિડ પ્રજાતિના એલોવેરાને દેશના દરેક ક્ષેત્રમાં ઉગાડી શકાય છે.

ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રીસર્ચ (ICAR) અનુસાર એક હેક્ટરમાં પ્લાન્ટેશનનો ખર્ચ લગભગ 27 500 રૂપિયા થાય છે જ્યારે મજૂરી ખેતરની તૈયારી ખાતરને જોડવામાં આવે તો પ્રથમ વર્ષે આ ખર્ચ 50 000 સુધી પહોચે છે.

 વર્ષમાં તેમા 4-5 વખત સિંચાઇ કરવું જરૂરી છે. સિંચાઇ માટે તમે ડ્રિપ અથવા સ્પ્રિકલર સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો. ઉનાળાના સમયે 25 દિવસના અંતરે સિંચાઇ કરવી જરૂરી છે.

પહેલા મજબૂત પત્તા કાપવા જોઇએ:

આ પાક એક વર્ષ પછી કાપવા લાયક થઇ જાય છે. હંમેશા છોડના નીચેના મજબૂત પત્તાને પહેલા કાપવા જોઇએ. ઉપરના નાજુક પત્તાને ન કાપવા.

કપાયેલા પત્તા પર નવા પત્તા ફરીથી ઉગવા લાગે છે. પ્રતિ હેક્ટર 50-60 ટન પત્તા વર્ષભર મળે છે.

મોટા પત્તાની દેશની વિભિન્ન માર્કેટમાં કિંમત લગભગ 2000થી 2500 રૂપિયા પ્રતિ ટન હોય છે.

બીજા વર્ષમાં 15-20% પત્તા વધારે મળે છે જોકે ત્યારબાદ પ્રોડક્શનમાં ઘટાડો થવા લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ