બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / tips and tricks to get rid of mosquitoes inside the house

Tips and Tricks / મચ્છરોનો ત્રાસ વધી ગયો હોય તો જરૂરથી ટ્રાય કરો આ 5 ઘરગથ્થુ ઉપાય, જીવજંતુઓ પણ રહેશે દૂર

Arohi

Last Updated: 03:33 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Remedies To Get Rid Of Mosquitoes: ગરમી જેમ જેમ વધી રહી છે મચ્છરો ઘરમાં દેખાવવા પણ શરૂ થઈ ગયા છે. એવામાં જો તમે બીમારીઓને દૂર રાખવા માંગો છો તો અમુક ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો.

હાલની સિઝનમાં ઘરમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. જો આ મચ્છર કરડે તો વ્યક્તિને ડેંગ્યુ, મલેરિયા જેવી બીમારીઓ થઈ શકે છે. ઘરમાં વૃદ્ધો અને બાળકો છે તેમને મચ્છરોથી દૂર રાખવા વધારે મુશ્કેલ બની જાય છે. એવામાં મચ્છરોને ભગાવવાના આ ઉપાય તમારા કામ આવી શકે છે. 

કપૂર સળગાવો
મચ્છરોને ભગાવવાની સૌથી સરળ રીત છે કપૂર. જી હાં, કપૂરની મહેક જેટલી સારી હોય છે મચ્છરોને ભગાવવામાં તે તેટલી જ અસરકારક હોય છે. માટે સાંજ થતા જ ઘરમાં કપૂર સળગાવો. 

લવન્ડર ઓઈલ 
લવન્ડર ઓઈલ પણ મચ્છરોને ઘરથી દૂર રાખે છે. તમે તેને ડિફ્યૂઝરની જેમ ઉપયોગ કરી શકો છો અથવા તો લોશન કે ક્રિમ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. 

ટી ટ્રી ઓઈલ 
સંશોધન અનુસાર ટી ટ્રી ઓયલની મદદથી તમે મચ્છર કે જીવજંતુઓને પોતાનાથી દૂર રાખી શકો છો. તેના માટે તમે તેને પણ પોતાની ક્રીમ લોશનમાં મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકો છો. જો મચ્છર કરડી લે તો ખંજવાડ ઓછી કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. 

લેમનગ્રાસ અને લવિંગ 
તમે એક વાસણમાં નારિયેળનું તેલ લો અને તેમાં લેમનગ્રાસ અને લવિંગ નાખીને તેને શેકી લો. હવે આ તેલને તમે એક બોટલમાં સ્ટોર કરી લો. જરૂર હોય ત્યારે કાઢી સ્કીન પર લગાવો. 

વધુ વાંચો: ખેલાડીઓની પહેલી પસંદ છે આ ફ્રૂટ, મળશે ટેન્શનથી લઇને અનેક બીમારીઓથી છૂટકારો, જાણો ફાયદા

લીમડાના પાન 
જો ઘરમાં મચ્છર ખૂબ આવી રહ્યા છે તો તમે લીમડાના પાનને સળગાવીને તેનો ધૂમાડો પણ કરી શકો છો. આમ કરવાથી મચ્છર સરળતાથી તમારાથી દૂર ભાગી જશે. તમે લેમન ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ