બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / banana fruit is first choice of sportsmen it removes anemia and tension

હેલ્થ ટિપ્સ / ખેલાડીઓની પહેલી પસંદ છે આ ફ્રૂટ, મળશે ટેન્શનથી લઇને અનેક બીમારીઓથી છૂટકારો, જાણો ફાયદા

Arohi

Last Updated: 09:51 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Banana: કેળામાં મળી આવતા ટ્રિપ્ટોફેનના કારણે તે હતાશા અને માનસિક સ્ટ્રેસને દૂર કરે છે. પાકા કેળા ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. મસલ્સને મજબૂતી મળે છે.

કેળાને સુપરફૂડ માનવામાં આવે છે. એક્સપર્ટ્સ લોકોને રોજ ઓછામાં ઓછુ 1 કે 2 કેળા ખાવાની સલાહ આપે છે. કેળામાં અસંખ્ય ફાયદા છે. આ ઘણી બીમારીઓથી રાહત આપે છે. કેળા એક એવું ફળ છે જે યુગાંડામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કેળા હાર્ટની બીમારીઓથી રાહત આપવાની સાથે જ ચહેરા પર ચાર ચાંદ લગાવે છે. કેળા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

કેળામાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, થાઈમિન, રિબોફ્લેવિન, નિયાસિન, ફોલિક એસિડ, વિટામિન એ, બી અને બી6 જેવા તમામ પોષક તત્વો મળી આવે છે તેના ઉપરાંત તેમાં વિટામીન એ અને કેરોટીનાયડ પણ મળી આવે છે. 

બેડ કોલેસ્ટ્રોલને કરે છે કંટ્રોલ 
પાકેલા કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ મળે છે. કેળામાં હેલ્ધી બેક્ટેરિયા મળી આવે છે જે આંતરડાને સ્વસ્થ્ય રાખીને પાચનને મજબૂત કરે છે. 

માનસિક સ્ટ્રેસમાં કરો કેળાનું સેવન 
કેળામાં મળી આવતા ટ્રિપ્ટોફેનના કારણે તે હતાશા અને માનસિક સ્ટ્રેસને દૂર કરે છે. પાકા કેળા ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. મસલ્સને મજબૂતી મળે છે. કેળામાંથી ઈન્સ્ટન્ટ એનર્જી મળી આવે છે. માટે મોટાભાગના ખેલાડી કેળાનું સેવન કરે છે. 

એનીમિયાને દૂર કરે છે કેળા 
કેળામાં ફાઈબર, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે જે શરીરની કમજોરી દૂર કરે છે. મહિલાઓમાં એનીમિયાની બીમારીથી રાહત મળે છે. તેના ઉપરાંત તેમાં મળી આવતુ વિટામિન એ અને કેરોટીનાયડના કારણે આ આંખોને સ્વસ્થ્ય રાખે છે. 

વધુ વાંચો: ખેંચ આવવાથી લઇને કેન્સર સુધીની ગંભીર બીમારીઓમાં કારગર છે આ ચમત્કારિક છોડ, ફાયદા ચોંકાવનારા

કેળા વધારે છે સુંદરતા 
કેળા સુંદરતા વધારવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. પાકેલા કેળાનું ફેસ પેક, ઉપટન, ફેસ માસ્ક બનાવીને ત્વચાને નિખારી શકાય છે. કેળાનું કસ્ટર્ડ, મફિન, કેક, પેન કેક, જેમ, જેલી, આઈસક્રીમ અને શેક બનાવીને ખાઈ શકાય છે. એક સ્વસ્થ્ય વ્યક્તિને રોજ એકથી બે કેળા ખાવા જોઈએ. જોકે ખાલી પેટે કેળાનું સેવન ન કરવું જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ