બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Tik Tok Love Story woman came with 3 children in shravasti up from bangladesh to meet lover

ગજબ લવસ્ટોરી / TikTok પર પ્રેમ, બાદમાં 3 બાળકો સાથે સરહદ પારથી UP આવી પહોંચી બાંગ્લાદેશી પ્રેમિકા, કિસ્સો રસપ્રદ

Arohi

Last Updated: 09:04 AM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tik Tok Love Story: સોશિયલ મીડિયા પર પ્રેમ થયા બાદ પાકિસ્તાનની સીમા હૈદરની જેમ વધુ એક મહિલા બોર્ડર પાર કરી પોતાના પ્રેમીને મળવા માટે યુપી આવી. બાંગ્લાદેશની રહેનાર મહિલા દિલરૂબા ટિકટોક પર પ્રેમ થયા બાદ પ્રેમીના ઘરે શ્રાવસ્તી પહોંચી હતી.

  • વધુ એક બોર્ડર પારની લવ સ્ટોરી આવી સામે 
  • હવે TikTok પર યુવક-યુવતીને થયો પ્રેમ 
  • પ્રેમીને મળવા બાંગ્લાદેશથી યુપી આવી મહિલા 

પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ ખૂબ ચર્ચાનું કારણ બની હતી. હવે યુપીના શ્રીવાસ્તીમાં પણ આવી જ ઘટના સામે આવી છે જ્યાં ટિકટોક પર પ્રેમ થયા બાદ એક મહિલા પોતાના બાળકો સંગ પ્રેમીને મળવા માટે બાંગ્લાદેશથી યુપી પહોંચી ગઈ. 

બાંગ્લાદેશથી 3 બાળકોના માતા દિલરૂબા શર્મી પ્રેમમાં પડીને યુપીના શ્રાવસ્તી પહોંચી ગઈ. ત્યાં જ જેવી પ્રેમિકા પોતાના પ્રેમીના ઘરે પહોંચી પ્રેમીની પત્ની અને પરિવારના લોકોએ તેમનો વિરોધ કરવાનું શરૂ કરી દીધુ અને ખૂબ બબાલ થઈ. 

આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો જ્યાં લાંબી વાતચીત બાદ આખરે ત્રણ બાળકોની માતા ફરી પોતાના દેશ બાંગ્લાદેશ જવા માટે લખનૌઉથી રવાના થઈ. પોલીસના અનુસાર મહિલાના વીઝા ગેરકાયદેસર હતા માટે તેને મોકલી દેવામાં આવી. 

ટિકટોક પર થયો પ્રેમ 
હકીકતે શ્રીવસ્તીમાં ભારત-નેપાળ બોર્ડથી નજીક એક ગામ છે જેનું નામ ભરથા રોશનગઢ છે. અહીં રહેનાર અબ્દુલ કરીમ બુહરાન એક બેકરી હાઉસમાં નોકરી કરતો હતો. આ સમયે જ્યારે અબ્દુલ કરીમને સમય મળ્યો હતો તો તે ટિકટોક પર ટાઈમપાસ કરતા હતા. 

આ સમયે અબ્દુલ કરીમની ટિકટોક પર દિલરૂબા શર્મી નામની મહિલા સાથે નીકતા વધારી. દિલરૂબા શર્મી બાંગ્લાદેશના રાઉજન ચટગાંવની રહેવાસી છે. દિલરૂબા શર્મીના પતિની કોવિડ વખતે પહેલા મોત થઈ ગઈ હતી. 

કરીમ અને દિલરૂબાની મિત્રતા થઈ ગઈ અને ફરી ધીરે-ધીરે નીકટતા પ્રેમમાં બદલાઈ ગઈ. બન્નેની વચ્ચે મોડી રાત સુધી વાતો થતી હતી. આ સમયની વચ્ચે અબ્દુલ કરીમ બોહરામથી પોતાના ઘરે શ્રાવસ્તી આવી ગયો. 

પ્રેમીના ઘરે પહોંચી બાંગ્લાદેશી મહિલા 
ત્યાર બાદ પોતાના પ્રેમીને મળવા સીમાની જેમ દિલરૂબા શર્મી પણ એક દિકરી અને બે દિકરાની સાથે ટૂરિસ્ટ વીઝા લઈને બાંગ્લાદેશથી શ્રાવસ્તી પહોંચી હતી. 26 સપ્ટેમ્બરે તે પહેલા કલકતા પહોંચી પછી ત્યાંથી લખનૌઉ આવી ગઈ. ત્યાર બાદ તે ત્યાંથી બદરાઈચ આવી ગઈ. ત્યાં જ જાણકારી અનુસાર મહિલા દિલરૂબા શર્મી બહરાઈચમાં એક હોટલમાં બન્ને દિવસ સુધી રોકાઈ હતી. 

ત્યાર બાદ પ્રેમીના ઘરની જાણકારી મેળવી તે અબ્લુદલ કરીમના ઘર શ્રાવસ્તી પહોંચી ગઈ. અબ્દુલ કરીમની પત્ની અને પરિવારના લોકોએ દિલરૂબા શર્મીનો વિરોધ પણ કર્યો જેના બાદ ઘટના સ્થળ પર પોલીસ બોલાવવામાં આવી. 

પોલીસ દિલરૂબા શર્મી અને અબ્દુલ કરીમને લઈને પોલીસ સ્ટેશન પહોંચી જ્યાં મોડી રાત સુધી વાતચીત થતી રહેતી હતી. આખરે દિલરૂબા શર્મી ફરી પોતાના ઘરે બાંગ્લાદેશ જવા માટે શ્રાવસ્તીથી લખનૌઉના વચ્ચે બાળકો સાથે રવાના થઈ ગઈ. 

બાંગ્લાદેશી યુવતી દિલરૂબા શર્મીએ જણાવ્યું કે ટિકટોક દ્વારા તેમની મિત્રતા થયા બાદ અબ્દુલ કરીમે પોતાને કુવારા જણાવ્યા હતા. આ કારણે દિલરૂબા શર્મી બાંગ્લાદેશથી પોતાના ત્રણ બાળકોને લઈને શ્રાવસ્તી પહોંચી ગઈ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ