બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / tight jeans worst effects swollen veins varicose veins dangerous nerve disease

સ્વાસ્થ્ય / ટાઈટ જીન્સ પહેરવાના છો શોખીન? તો સાવધાન! થઇ શકે છે નસની આ ખતરનાક બિમારી, જાણો લક્ષણ

Manisha Jogi

Last Updated: 11:55 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓ મોટાભાગે ટાઈટ જીન્સ અથવા ટાઈટ કપડા પહેરે છે. ટાઈટ જીન્સ પહેરવાને કારણે આ બિમારી થાય છે. આ બિમારીના લક્ષણો અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • મહિલાઓ મોટાભાગે ટાઈટ જીન્સ પહેરે છે
  • ટાઈટ જીન્સ પહેરવાને કારણે ગંભીર બિમારી થઈ શકે છે
  • આ બિમારીથી કેવી રીતે બચી શકાય?

મહિલાઓ મોટાભાગે ટાઈટ જીન્સ અથવા ટાઈટ કપડા પહેરે છે. આ કારણોસર પુરુષોની સરખામણીએ મહિલાઓને નસોની ગંભીર બિમારી થાય છે. ટાઈટ જીન્સ પહેરવાને કારણે વેરિકોજ વેન્સ (નસોમાં સોજો)ની સમસ્યા થાય છે. 

વેરિકોજ વેન્સ એક ગંભીર બિમારી છે. જેમાં નસો મોટી થઈ જાય છે અને લોહી ભરાઈ જાય છે. જેના કારણે દર્દીને ખૂબ જ દુખાવો થાય છે. ફૂલી ગયેલ નસ લાલ અથવા નીલા રંગની દેખાય છે. અનેક લોકો આ વાતને નજરઅંદાજ કરે છે. જેના કારણે ભવિષ્યમાં ગંભીર સમસ્યા થાય છે. આ બિમારીના લક્ષણો અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

વેરિકોજ વેન્સ બિમારી થવાના કારણ
લાંબા સમય સુધી બેસી રહેવું, મેદસ્વીતા, ટાઈટ જીન્સ પહેરવું, બ્લડપ્રેશરમાં વધારો થવો આ તમામ લક્ષણો જોવા મળે છે. માસિકચક્રના કારણે પણ આ બિમારી થાય છે. ઘણા લોકો યોગ્ય ભોજન કરે તથા એલોપેથિક દવાઓના રિએક્શનના કારણે પણ આ બિમારી થાય છે. 

વેરિકોજ કેવી રીતે બને છે?
નસોમાં રહેલ વાલ્વ શરીરના ઉપરના ભાગમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે. આ વાલ્વ કામ ના કરે તો લોહી આગળ પહોંચી શકતું નથી અને નસોમાં જમા થવા લાગે છે. જેના કારણે નસોમાં સોજો આવે છે અને નબળી પડી જાય છે. આ વેરિકોજ વેન્સના કારણે ત્વચા નીચે ગાઠ બને છે જેને સ્પાઈડર વેન કહેવામાં આવે છે. 

વેરિકોજ વેન્સના લક્ષણ
આ બિમારી થાય તો શરીરમાં કેટલાક બદલાવ અને લક્ષણ જોવા મળે છે. આ લક્ષણના આધાર પરિ બિમારીનું નિદાન કરી શકાય છે. વેરિકોજ વેન્સ બિમારી થવા પર નસો વાદળી રંગની થઈ જાય છે, ઉઠતા બેસતા દુખાવો, નસો પાસે ખંજવાળ આવે છે અને દુખાવો થાય છે. ઉપરાંત માંસપેશીઓ જકડાઈ જાય છે અને સોજો આવે છે. 

વેરિકોજ વેન્સનો ઈલાજ
વેરિકોજ વેન્સથી રાહત મેળવવા માટે દરરોજ કસરત કરવી અને સૌથી પહેલા વજન ઓછું કરવા બાબતે ધ્યાન આપવું. ખાવા પીવાની બાબતોનું ધ્યાન રાખવું. ફાઈબરયુક્ત ભોજન કરવું અને સૂતા સમયે પગ ઉંચા કરીને સૂવું. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ