બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / આરોગ્ય / throat cancer sign and symptoms treatment and prevention cough changes in your voice

હેલ્થ / આ 5 સંકેતો દેખાય તો સમજી જજો ગળાના કેન્સરની થઈ ગઈ છે શરૂઆત, તાત્કાલિક પહોંચો ડૉક્ટર પાસે

Priyakant

Last Updated: 01:09 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનમાં દુખાવો, ગળામાં સોજો, ગળવામાં તકલીફ જેવા કેટલાક સંકેતોના આધાર પર શરૂઆતમાં જ ગળાના કેન્સરને ઓળખી શકાય છે.

  • કેન્સરના સંકેત જો પહેલાથી જ મળી જાય તો સારવાર સરળતાથી થઈ શકે
  • ગળાના કેન્સરના લક્ષણો લાંબા સમય પહેલા દેખાવા લાગે છે
  • આ સંકેતો પર સતર્ક થઈ ડૉક્ટર પાસે પહોંચી જાય તો સારવાર થઈ શકે છે

WHOના મુજબ 2020માં એક કરોડથી વધુ લોકોના મૃત્યુ માટે કેન્સર જવાબદાર હતું. આંકડા મુજબ દરેક 6માંથી એક મૃત્યુ કેન્સરના કારણે થાય છે. કેન્સર એવી બીમારી છે જેનું નામ સાંભળતા જ કંપારી છુટી જાય છે. આ બીમારીનો ડર લોકોના દિલમાં છે. જો કે કેન્સરના મોટાભાગના કેસમાં લાઈફસ્ટાઈલ, ખાણીપીણી જવાબદર હોય છે. બદલાતી લાઈફસ્ટાઈલે આ બીમારીને વધુ ખતરનાક બનાવી દીધી છે. 

File Photo 

કેન્સરના સંકેત જો પહેલાથી જ મળી જાય તો તેની સારવાર સરળતાથી થઈ શકે છે. ગળાનું કેન્સર એક એવો રોગ છે જેના લક્ષણો લાંબા સમય પહેલા દેખાવા લાગે છે. ગળાના કેન્સર માટે મુખ્ય રીતે સિગરેટ, દારૂ, તમાકુ, ગુટખા વગેરે જવાબદાર છે. એટલે જો સમયસર ગળાના કેન્સરના સંકેતો પર ધ્યાન આપવામાં આવે તો આ ઘાતક બીમારીથી બચી શકાય છે. 

File Photo 

કાનમાં દુખાવો, ગળામાં સોજો, ગળવામાં તકલીફ જેવા કેટલાક સંકેતોના આધાર પર શરૂઆતમાં જ ગળાના કેન્સરને ઓળખી શકાય છે. જો આ સંકેતો પર વ્યક્તિ સતર્ક થઈ જાય અને ડૉક્ટર પાસે પહોંચી જાય તો સરળતાથી ગળાના કેન્સરની સારવાર થઈ શકે છે. 

File Photo 

ગળાના કેન્સરના પ્રકાર
ગળાના કેન્સરના લક્ષણોને જાણવા પહેલા ગળાના કેન્સરના પ્રકારને જાણવું જરૂરી છે. એ હિસાબે તેના લક્ષણો જોવા મળે છે. માયો ક્લિનિક મુજબ ગળામાં 6 પ્રકારના કેન્સર થઈ શકે છે.   

File Photo 
  • નેજોફારિંજલ કેન્સર- તે નસકોરાના છિદ્રમાંથી શરૂ થાય છે. એટલે કે નાકની ઉપરથી શરૂ થાય છે.
  • ઓરોફાયરિંજલ કેન્સર - તે મોઢાના પાછળના ભાગથી શરૂ થાય છે. કાકડામાં કેન્સર આનો એક ભાગ છે.
  • હાઈપોફાયરિંજલ કેન્સર- આ ગળાના નીચેનો ભાગ છે જે ફૂડ પાઇપ એટલે કે અન્નનળીની ઉપર હોય છે.
  • ગ્લોટિક કેન્સર - તે વોકલ કાર્ડથી શરૂ થાય છે.
  • સુપરગ્લોટિક કેન્સર- તે સ્વરતંત્રના ઉપરના ભાગથી શરૂ થાય છે. તેનાથી ખોરાકને ગળી શકાતો નથી.
  • સબગ્લોટીક કેન્સર - તે સ્વરતંત્રના નીચેથી શરૂ થાય છે.

ગળાના કેન્સરના લક્ષણો

  • કફ- ગળાના કેટલાક કેન્સરમાં કફ ભરાઈ રહે છે. જો લાંબા સમય સુધી કફ રહેતો તો તેને નજરઅંદાજ ન કરો.
  • અવાજમાં પરિવર્તન- ગળાનું કેન્સર થવા પર અવાજ ભારે અથવા અવાજમાં ફેરફાર એ ગળાના કેન્સરના શરુઆતા લક્ષણ છે. જો અવાજમાં ફેરફાર આવે તો બે અઠવાડિયા સુધી સાજા ન થવાય તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ.
  • ગળવામાં મુશ્કેલી- જ્યારે ખોરાક ગળવામાં તકલીફ થાય, એવું લાગે છે કે ખોરાક ગળામાં અટકી રહ્યો છે, તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. આ ગળાના કેન્સરની નિશાની હોઈ શકે છે.
  • વજનમાં ઘટાડો- કોઈપણ પ્રકારના કેન્સરના કિસ્સામાં વજનમાં ઘટાડો થાય છે. તેથી જો કોઈ કારણ વગર અચાનક વજનમાં ઘટાડો થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
  • કાનમાં દુખાવો- જો કાનમાં કોઈ દુખાવો થાય અને આ દુખાવો ઝડપથી દૂર ન થાય તો ગળાના કેન્સરની નિશાની હોય શકે છે.
  • ગળા નીચે સોજો- જો ગળાની નીચેના ભાગમાં સોજો આવી ગયો હોય અને તે સારવારથી પણ ઠીક નથી થતો તો તે કેન્સરનું કારણ બની શકે છે. આ કિસ્સામાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ