બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તાપીમાં ગોઝારો અકસ્માત, 2 બાઈક સામ સામે અથડાતાં 1માં આગ, 3 યુવકોના મોત
Last Updated: 10:01 PM, 11 March 2026
તાપી જિલ્લામાં ઉચ્છલ–નિઝર હાઈવે પર બુધવારે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે બાઈક સામસામે અથડાતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણ બાદ એક બાઈકમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
અકસ્માત બાદ એક બાઈકમાં લાગી હતી આગ
પ્રાથમિક માહિતી મુજબ, બંને બાઈક ઝડપથી આવી રહી હતી ત્યારે ઉચ્છલ–નિઝર હાઈવે પર તેમની સામસામે અથડામણ થઈ હતી. અથડામણ બાદ એક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. આસપાસના લોકોએ તાત્કાલિક આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને પોલીસને જાણ કરી હતી.
ADVERTISEMENT

અનિકેત રેહમાનસીંગ વસાવે
ADVERTISEMENT
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
મૃત્યુ પામેલા ત્રણેય યુવકો કુકરમુંડા તાલુકાના ગંગથા અને બોરીકુવા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
ADVERTISEMENT

પિયુશ રાજુ વળવી
ADVERTISEMENT
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતના ચોક્કસ કારણ અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ માહિતી બહાર આવશે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સ્થાનિક લોકોએ માર્ગ સુરક્ષા અંગે વધુ કડક પગલાં લેવા માંગણી કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, જાણો કેવી રીતે?
આણંદના ગામડી પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત
આણંદના ગામડી પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો. આઈસર ટેમ્પોએ બાઈક પર સવાર પોલીસ જવાનને અડફેટે લીધા હતા. નડિયાદ રૂરલ ASI અરૂણદાન ગઢવીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને લઈને પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.