બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Three killed in an accident between two cars near Sarthana on the Outer Ring Road of Surat

રોડ એક્સિડેન્ટ / સુરતના આઉટર રીંગ રોડ પર બે કાર ઘડાકા ભેર અથડાઇ, 3 લોકોના કમકમાટી ભર્યા મોત, ગાડીઓનો કચ્ચરઘાણ

Kishor

Last Updated: 05:25 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના આઉટર રીંગ રોડ પર સરથાણા નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાનું સામે આવતા અરેરાટી મચી જવા પામી હતી.

  • બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં ત્રણ લોકોના મોત
  • સરથાણા નજીક થયો અકસ્માત

દિવસે ને દિવસે માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યાં  છે. મોટા ભાગના અકસ્માતોમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરાયું હોવાનું જ બહાર આવે છે. ત્યારે  સુરતમાં વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં બે કાર ધડાકાભેર અથડાઇ હતી, અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ લોકોના મોત થયાનું બહાર આવ્યું છે. તો બંને કારનો બૂકડો બોલી ગયો હતો. ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

અકસ્માતમાં ત્રણ લોકોના મોત

પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના આઉટર રીંગ રોડ પર સરથાણા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાનું બહાર આવ્યું છે. GJ05RB4515 નંબરની સુઝુકી અર્ટીકા અને GJ05RQ9192 નંબરની ટાટા હેરિયર કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારની તસવીરો સામે આવી હતી, જેમાં બંને કારની ખરાબ હાલત જોઇને અકસ્માતની ગંભીરતાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. બંને કારની આગળનો ભાગ પડીકું વળી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ