બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / This youth of Surendranagar is 'unwavering' in service: He is making the elderly travel for free, people say the hearing of Kali Yuga

સેવાભાવ / સુરેન્દ્રનગરનો આ યુવાન સેવામાં 'અટલ': વૃદ્ધોને કરાવી રહ્યો છે મફતમાં યાત્રા, લોકોએ કહે છે કળિયુગનો શ્રવણ

Vishal Khamar

Last Updated: 09:53 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરનાં સેવાભાવી યુવાન દ્વારા પોતાના માતા-પિતાની યાદમાં તેમજ પૂર્વ વડાપ્રધાનની જન્મ જયંતી નિમિત્તે વૃદ્ધો માટે વિના મૂલ્યે ધાર્મિક સ્થળોની યાત્રાનું આયોજન કરવામામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યાનાં વડીલોએ આ યાત્રા કરી ધન્યતા અનુભવી હતી.

  • સુરેન્દ્રનગરનાં સેવાભાવી યુવાન દ્વારા વૃદ્ધો માટે યાત્રાનું કરાયું આયોજન
  • માતા-પિતા તેમજ પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતી પ્રસંગે કરાયું આયોજન
  • 32 બસો મારફતે 1300 થી વધુ વૃદ્ધ વડીલોને ધાર્મિક સ્થળોની કરાવી યાત્રા

અવાર નવાર ઘણા લોકો દ્વારા પોતાનાં માતા-પિતાની યાદમાં કે ઘરનાં કોઈ વડીલની યાદમાં કુંવાસીઓ, બાળકો તેમજ વૃદ્ધોને ભોજન કરાવે છે તેમજ બાળકોને તેમને ઉપયોગી એવી ચીજ વસ્તુઓ ભેટ આપે છે. સુરેન્દ્રનગરનાં યુવાન ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પોતાનાં માતા-પિતાની યાદમાં તેમજ દેશનાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે વૃદ્ધોને લકઝરી બસ મારફતે વિના મૂલ્યે ધાર્મિક સ્થળોની યાત્રા માટે મોકલવામાં આવ્યા હતા.

ગરીબો તેમજ જરૂરીયાતમંદને તહેવાર પ્રસંગે કપડા તેમજ મીઠાઈનું પણ નિઃશુલ્ક વિતરણ 
સુરેન્દ્રનગરમાં જરૂરિયાતમંદ તેમજ ગરીબ પરિવારો માટે આશાનું કિરણ એવા ચંદ્રેશભાઈ પટેલ જેઓ વર્ષોથી સુરેન્દ્રનગર ખાતે શિવલાલ આણંદજીભાઈ માકાસણા ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે.  ત્યારે આ ટ્રસ્ટ્ર મારફતે તેઓ ગરીબ તેમજ જરૂરીયાતમંદ લોકોને વિના મૂલ્યે અનાજ કીટ વિતરણ તેમજ તહેવાર પ્રસંગે કપડા તેમજ મીઠાઈનું પણ નિઃશુલ્ક વિતરણ કરે છે.

વૃદ્ધોનો રહેવા તેમજ જમવાનો તમામ ખર્ચ ચંદ્રેશ પટેલ દ્વારા ઉઠાવવામાં આવે છે
ચંદ્રેશભાઈ પટેલ દ્વારા સ્વર્ગસ્થ માતા-પિતાની યાદમાં અને દેશનાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે વૃદ્ધો માટે ખાસ અટલ યાત્રાનું આયોજન કર્યું હતું.  ચંદ્રેશભાઈએ ત્રણેય બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે ત્રણ બસોમાં અંદાજે 170 થી વધુ વૃદ્ધોને ઉજ્જૈન, હરસિદ્ધિ માતાજી, ડાકોર, વડતાલ સહિતનાં ધાર્મિક સ્થળોનાં દર્શન કરવાનો લ્હાવો પ્રાપ્ત થશે. અટલ યાત્રા અંતર્ગત બસ સહિત રહેવા તેમજ જમવાનો તમામ ખર્ચ ચંદ્રેશ પટેલ દ્વારા ઉઠાવવામાં આવશે. 

અત્યાર સુધી 32 બસો મારફતે 1300 થી વધુ વૃદ્ધોએ યાત્રા કરી
જોરાવરનગરનાં ચંદ્રેશ પટેલે અત્યાર સુધી 32 બસો મારફતે 1300 થી વધુ વૃદ્ધ વડીલોને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી કળયુગમાં શ્રવણ બની અનેક યુવાનો માટે એક આદર્શ બન્યા છે. સ્વર્ગસ્થ માતા-પિતાની યાદમાં વૃદ્ધ વડીલોને નિઃશુલ્ક અટલ યાત્રાનું આયોજન કરી લોકો માટે પ્રેરણારૂપ બની એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

ચંદ્રેશભાઈ યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા
યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બનેલા ચંદ્રેશભાઈ દ્વારા સુરેન્દ્રનગરનાં વડીલો જેઓએ ક્યારેય યાત્રા ન કરી હોય તેઓ માટે વિનામૂલ્યે અટલ યાત્રાનું આયોજન કર્યું છે. તો સૌ કોઈ વડીલો તેમજ વૃદ્ધોએ આ યાત્રાનો લાભ લેવાનું ચંદ્રેશભાઈએ જણાવ્યું છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ