બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / this vegetable control high cholesterol removes fat in blood vessels boost heart health

lifestyle / આ લાલ શાકભાજીથી વગર દવાએ શરીરની ગંદકીનો ખાતમો! નસ-નસ થઈ જશે ચોખ્ખી, હાર્ટ એટેક પણ ભાગશે

Vikram Mehta

Last Updated: 06:08 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરોડો હાઈ કોલસ્ટ્રોલની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ડોકટરો કોલસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે દવાઓ આપે છે, પરંતુ અનેક ઘરગથ્થુ ઉપચારથી કોલસ્ટ્રોલ કંટ્રોલ કરી શકાય છે.

  • અનેક લોકો હાઈ કોલસ્ટ્રોલની સમસ્યાથી પીડાઈ રહ્યા છે
  • ઘરગથ્થુ ઉપચારથી કોલસ્ટ્રોલ કંટ્રોલ કરો
  • આ શાકભાજીથી કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે 

કરોડો હાઈ કોલસ્ટ્રોલની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ડોકટરો કોલસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે દવાઓ આપે છે, પરંતુ અનેક ઘરગથ્થુ ઉપચારથી કોલસ્ટ્રોલ કંટ્રોલ કરી શકાય છે. કોલસ્ટ્રોલના દર્દીઓ માટે ટામેટાને રામબાણ ઈલાજ માનવામાં આવે છે. અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ટામેટાનું જ્યૂસ પીવાથી શરીરમાં જામેલ કોલસ્ટ્રોલ બહાર નીકળી જાય છે. ટામેટાના જ્યૂસમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, વિટામીન, પોટેશિયમ, ફોસ્ફરસ તથા અન્ય પોષકતત્ત્વો હોય છે. જેથી કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને શરીર એનર્જીથી ભરપૂર રહે છે. 

ટામેટાના જ્યૂસમાં લાઈકોપીન નામનું એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જેથી ખરાબ કોલસ્ટ્રોલ સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, 25 mg લાઈકોપીનનું સેવન કરવાથી LDLમાં 10 ટકા સુધીનો ઘટાડો થાય છે. એક ટામેટામાં 4 ગ્રામ લાઈકોપીન હોય છે. એક ગ્લાસ ટામેટાના જ્યૂસમાં 25 ગ્રામ કરતા વધુ લાઈકોપીન હોય છે. જેથી એક ગ્લાસ ટામેટાના જ્યૂસનું સેવન કરવાથી કોલસ્ટ્રોલ 10 ટકા સુધી ઘટી શકે છે. નિયમિતરૂપે એક ગ્લાસ ટામેટાના જ્યૂસનું સેવન કરવાથી કોલસ્ટ્રોલ લેવલ નોર્મલ થઈ શકે છે. ટામેટાનું જ્યૂસ કોલસ્ટ્રોલ કંટ્રોલ કરવાની સાથે સાથે હાર્ટ હેલ્થ બૂસ્ટ કરે છે, જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. 

જર્નલ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત થયેલ એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ટામેટાંના જ્યૂસથી બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. ટામેટાના જ્યૂસમાં મીઠુ ના નાખવું જોઈએ, જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.  ટામેટાના જ્યૂસથી લિવર ડેટોક્સ થાય છે જેથી શરીરમાં ઈન્ફ્લામેશન થવાની સંભાવના ઓછી રહે છે. જો તમને પથરી હોય તો કેલ્શિયમયુક્ત ફૂડનું સેવન ના કરવું જોઈએ અને ડોકટરની સલાહ લીધા પછી જ ટામેટાંના જ્યૂસનું સેવન કરવું જોઈએ. 

વધુ વાંચો: લસણ, ડુંગળી સહિત આ શાકભાજીને કાચી જ ખાઓ, કેન્સરનો ખતરો ટળશે, અન્ય ફાયદાઓ પણ ભરપૂર

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

control high cholesterol health news in Gujarati high cholesterol high cholesterol diet removes fat in blood vessels vegetable for cholesterol control કોલસ્ટ્રોલ કંટ્રોલ ડાયટ હાઈ કોલસ્ટ્રોલ Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ