બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / this setting will reveals your location to anyone

SHORT & SIMPLE / જો તમારા પણ ફોનમાં છે આ Setting? તો લીક થઇ શકે છે તમારું લોકેશન, આ રીતે તુરંત કરી લો ઑફ

Bijal Vyas

Last Updated: 05:03 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત તમારા ફોટો શેર કરવાથી લોકેશનનો દુરઉપયોગ પણ થઇ શકે છે. હવે પ્રશ્ન થશે કે શું ફોટા પરથી તમારુ લોકેશન લીક થઇ શકે છે

  • ફોટોથી કોઇ વ્યક્તિ લોકેશન કેવી રીતે જાણી શકાય?
  • આ રીતે તમે લોકેશનને જાહેર થતા રોકી શકો છો, વાંચો કઇ રીતે 

સેલ્ફી હોય કે ગ્રુપ ફોટો દરેક પ્રસંગ કે કાર્યક્રમમાં ફોટો ક્લિક કરે છે. ખાસ કરીને સ્માર્ટફોન્સમાં ફ્રંટ કેમેરો આવ્યા બાદ તો સેલ્ફી અને ફોટોઝ ક્લિક કરવાનું ચલણ ખૂબ જ વધ્યુ છે. પરંતુ તેનો દુરઉપયોગ ના થાય તેની પણ ઘણી વખત ચિંતા થાય છે, જેટલુ સોશિયલ મીડિયાનો વિકાસ થયો છે, તેટલુ ફ્રોડના કેસમાં પણ વધારો થયો છે. 

મોટાભાગે લોકો પ્રસંગ કે ક્યાંક ફરવા ગયા હોય અને તરત જ ફોટોઝ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે, ઘણી વખત તમારા ફોટો શેર કરવાથી લોકેશનનો દુરઉપયોગ પણ થઇ શકે છે. હવે પ્રશ્ન થશે કે શું ફોટા પરથી તમારુ લોકેશન લીક થઇ શકે છે. એટલે કે કોઇ જાણી શકે છે કે તમારુ લોકેશન ક્યુ છે?

Selfie may be hugely heavier, may be the mortal illness

આ પ્રશ્નનો જવાબ તમારા ફોનના સેટિંગ પર આધાર રાખે છે. જો તમે ફોનના કેમેરાને લોકેશનની પરમિશન આપી રાખી હશે તો તમારુ લોકેશન સરળતાથી કોઇ પણ જાણી શકે છે. 

અહીં તમે વિચારી રહ્યાં હશો કે ફોટોથી કોઇ વ્યક્તિ લોકેશન કેવી રીતે જાણી શકાય. પરંતુ તે જાણવા માટે અનેક પદ્ધતિ છે.

1. પહેલી રીત જેમાં તમે Pic2Map.com આ વેબસાઇટ પર જઇને કોઇપણ ફોટોનું લોકેશન જાણી શકો છો. તે માટે તમારે આ વેબસાઇટ પર જવુ પડશે અને આ ફોટોને અપલોડ કરશો અને તરત જ તમને લોકેશનની જાણ થઇ જશે. 

2. બીજી રીતમાં કોઇ ફોટાના પ્રોપર્ટી દ્વારા. જી, હાં ફોટોની પ્રોપર્ટીમાં લોન્ગિટ્યૂડ લાટીટ્યૂડ આપવામાં આવ્યો હોય છે. તેને ગૂગલ પર સર્ચ કરીને ફોટો લોકેશન જાણી શકાય છે. 

Tag | VTV Gujarati

ઉલ્લેખનીય છે કે, જો તમે આનાથી બચવા ઇચ્છો છો તો તેનો રસ્તો પણ છે. જો તમે લોકેશનને હાઇડ રાખવા માંગો છો તો કેમેરાની પરમિશન રિમૂવ કરી દો. આ ઓપ્શનને તમારા ફોન સેટિંગમાં એપ્સમાં જઇને રિમૂવ કરો. 

તે માટે તમારે સેટિંગમાં જવુ પડશે. પછી લોકેશન સર્ચ કરો. અહીં તમને એપ પરમિશનનું ઓપ્શન મળશે. હવે તમે કેમેરાની લોકેશન અહીંથી રિમૂવ કરી શકો છો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ