એલિયન્સ રાત્રિના સમયગાળા દરમિયાન પૃથ્વી પર ઉતરીને મનુષ્યના શુક્રાણુ ચોરી રહ્યા હોવાનો નિષ્ણાતોએ ચોકાવનારો દાવો કર્યો છે.
નિષ્ણાતોએ એલિયન્સને લઇ અને ચોકાવનારો દાવો કર્યો
એલિયન્સ પૃથ્વી પર ઉતરીને મનુષ્યના શુક્રાણુ ચોરી રહ્યા છે
એલિયન્સ ધરતી પર ઉતર્યા હોવાના સમયાંતરે મળતા રહેતા સમાચાર વચ્ચે એલિયન્સની હાજરીને લઈને પણ અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. તો એલિયન્સ ખરેખર કોઈ ગ્રહમાં છે કે કેમ? અન્ય ગ્રહોમાં જીવન શક્ય છે? આ માટે વૈજ્ઞાનિકો દ્વારા પણ સંશોધન કરવામાં આવી રહ્યા છે. દરમિયાન નિષ્ણાતોએ એલિયન્સને લઇ અને ચોકાવનારો દાવો કર્યો છે. નિષ્ણાંતોનો માનીએ તો એલિયન્સ રાત્રિના સમયગાળા દરમિયાન પૃથ્વી પર ઉતરીને મનુષ્યના શુક્રાણુ ચોરી રહ્યા હોવાનું જણાવતા નવાઈ લાગી રહી છે. તેઓ વધુ એલિયન્સ બનાવી પૃથ્વી પર રહેવા માટે આવી શકે છે.
ટ્રાયેન્ગલ ક્રાફટ' માં કરાયો ઉલ્લેખ
ડેલી મેલના એક રિપોર્ટમાં નિષ્ણાંત કોલિગ સોન્ડર્સ એ દાવો કર્યો કે એલિયન્સ પૃથ્વી પર કબજો જમાવી લેવા આયોજન ઘડી રહ્યાં છે. જેની પાછળનું કારણ એવું છે કે તેઓ માની રહ્યા ચડ કે મનુષ્ય આ ગ્રહને નષ્ટ કરવા તત્પર છે. વધુમાં કોલિગ સોન્ડર્સએ તેમના અનુભવને લઈને એક પુસ્તક લખ્યુ છે. 'ટ્રાયેન્ગલ ક્રાફટ' જેમાં પણ દાવો કરાયો છે કે તે આપડા જેવા જ દેખાઈ છે. જેને લઈને તેઓને અલગ પાડવાનો કોઈ રસ્તો પણ નથી! વધુમાં પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે તેઓએ ઘણા લોકોને ઇન્ટરવ્યૂ લીધા છે જેઓ એલિયન્સ દ્વારા અપહરણનો ભોગ બન્યા છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એલિયન્સ મનુષ્યનું અપહરણ કરવાનું આયોજન ઘડી રહ્યા છે. બાદમાં તેઓ પૃથ્વી પર નીચે આવશે અને લોકોનું અપહરણ કરી લઈ જઈ લોકોના શુક્રાણુ અને ઈંડાને ટેબલ પર સુવડાવી બહાર કાઢી રહ્યા છે.