બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / These two brands with health permits drank the most, the test was overwhelming, with Ahmedabadi taking the lead

ગુજરાત / હેલ્થ પરમિટવાળા આ બે બ્રાન્ડ સૌથી વધારે પી ગયા, દાઢે ચઢી ગયો ટેસ્ટ, અમદાવાદીઓ અવ્વલ

Hiralal

Last Updated: 09:01 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ છૂટ બાદ હેલ્થ પરમિટવાળા ગુજરાતીઓની કઈ બ્રાન્ડ ફેવરીટ રહી છે તેને લઈને હવે ખુલાસો સામે આવ્યો છે.

  • ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ છૂટ બાદ મોટો ખુલાસો 
  • રાજ્યમાં વધી રહી છે દારુ પીનારની સંખ્યા, હેલ્થ પરમિટની સંખ્યા પણ વધી 
  • હેલ્થ પરમિટવાળાની ફેવરીટ વ્હીસ્કીનો પણ ખુલાસો 
  • ગુજરાતીઓની ખાસ પસંદ છે વોડકા અને વ્હાઈટ રમ 

ગુજરાતીઓ દારુ પીવામાં અવ્વલ છે. અહીં દારુબંધી હોવાથી તેઓ છાંટોપાણી કરવા દીવ-દમણ કે માઉન્ટ આબુ ઉપડી જતા હોય છે અને ત્યાં ધરાઈને પીતા હોય છે એમ તો ગુજરાતમાં પણ કાયદેસર દારુ પી શકાય છે પરંતુ તેને માટે હેલ્થ પરમિટ લેવી પડે છે. ગુજરાતમાં હાલમાં કેટલા લોકો પાસે હેલ્થ પરમિટ છે અને ગુજરાતીઓની કઈ બ્રાન્ડ ફેવરીટ રહી છે તેને લઈને પણ હવે મોટો ખુલાસો થયો છે. 

ગુજરાતીઓની ખાસ પસંદ છે વોડકા અને વ્હાઈટ રમ 
હેલ્થ પરમિટવાળા લોકોની પહેલી પસંદ વોડકા અને વ્હાઈટ રમ રહી છે. એટલે કે ગુજરાતીઓએ આ બન્ને બ્રાન્ડનો સૌથી વધારે પીધી છે. ગુજરાતમાં પરમીટ ધરાવનારાઓ માટે એરપોર્ટ અને મોટી હોટલોમાં દારૂની દુકાનો આવેલી છે, જ્યાં નિયમ મુજબ દારૂ ખરીદવાની જોગવાઈ છે.

અમદાવાદમાં સૌથી વધુ પરમિટ ધારકો 
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હેલ્થ પરમીટ લેનાર લોકોની સંખ્યામાં 58 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં સૌથી વધુ પરમિટ ધારકો છે, ત્યારબાદ સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ગાંધીનગરનો નંબર આવે છે. 

શરીરમાં શું થયું હોય તો માગી શકાય દારુની પરમિશન
ગુજરાતમાં હેલ્થના કારણોસર હેલ્થ પરમીટ માગી શકાય છે. અનિદ્રા, ચિંતા અને હાઈ બ્લડ પ્રેશર સહિતના બીજા કારણોસર હેલ્થ પરમિટ માગી શકાય છે. જોકે તેને માટે ઉંમર 40 વર્ષથી વધુની હોવી જોઈએ

હેલ્થ પરમિટિ લેવા ક્યાં અરજી કરવી પડે
દારુની પરમિટ લેવા માટે ગુજરાતના નશાબંધી ખાતામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. તે ઉપરાંત અમદાવાદ માટે સિવિલ હોસ્પિટલમાં અરજી કરવાની હોય છે. હેલ્થ પરમિટ લેવા માટે 40 વર્ષની ઉંમર હોવી જોઈએ અને સિવિલ સર્જનનું સર્ટિફિકેટન ફરજિયાત છે. હેલ્થ પરમિટ માટે 20,000 જેટલી ફી ભરવાની હોય છે જે વર્ષે રિન્યુ કરાવવી પડે છે. 
પરમિટના કેટલા પ્રકાર :
1. ગિફ્ટ સિટી લિકર પરમિટ (કાયમી અને કામચલાઉ)
2. ટૂરિસ્ટ પરમિટ (ટૂરિસ્ટ લિકર પરમી) (એક મહિના સુધી માન્ય)
3. વિઝિટર પરમિટ (ગુજરાત વિઝિટર લિકર પરમિટ) (સાત દિવસ માટે માન્ય)
4. હેલ્થ પરમિટ (ગુજરાત લિકર હેલ્થ પરમિટ) (ડૉક્ટરની પરામર્શના આધારે વાર્ષિક રિન્યુએબલ પરમિટ)

વિઝીટર્સ પરમિટમાં પણ વધારો 
રાજ્યમાં મુલાકાતીઓની પરમિટમાં વધારો થયો છે. એટલું જ નહીં, ગુજરાતમાં પ્રવાસી પરમિટની સાથે હેલ્થ પરમિટ અને વિઝિટર પરમિટ આપવામાં આવે છે. બહારના રાજ્યમાંથી આવતા લોકોને એર અને રેલ ટિકિટના આધારે સાત દિવસ માટે પરમિટ મળે છે.

3 વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ લીધી પરમિટ 
અમદાવાદમાં હજારો લોકોએ લીધી દારૂની પરમીટ લીધી તેવી વિગતો સામે આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમીટ માટેની અરજીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ પરમીટ લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ