બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / These 5 diseases are silent killers, will slowly destroy the body! Know otherwise...

સ્વાસ્થ્ય / આ 5 બીમારીઓ છે સાયલન્ટ કિલર, ધીરે-ધીરે શરીરને કરી નાખશે ખતમ! જાણી લેજો નહીં તો...

Megha

Last Updated: 03:06 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક રોગ ખરાબ લાઈફસ્ટાઈલના કારણે થાય છે જ્યારે કેન્સર જેવા રોગ કોષના અનિયંત્રિત વૃદ્ધિને કારણે થાય છે. આ રોગ જે લાંબા સમય સુધી લક્ષણો દેખાતા નથી અને ધીમે ધીમે શરીરને અંદરથી ખોખલુ કરી જીવ લે છે.

  • કેન્સરના લક્ષણોને જોતા તેને સાયલન્ટ કિલર માનવામાં આવે છે
  • ડાયાબિટીસ એ સ્વાસ્થ્ય સંબંધિત રોગ છે તેને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે
  • કેન્સરની પુષ્ટિ થયા બાદ તાત્કાલિક સારવાર કરવી જોઈએ.

Silent Killer Disease: બીમારી ગમે ત્યારે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. હવામાં તરી રહેલા વાયરસ, અલગ-અળગ પદાર્થો પર રહેલા ખતરનાક બેક્ટેરિયા જાણતા-અજાણતા શરીરમાં પ્રવેશે છે અને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. તેની જાણકારી બીમારી થયા બાદ થાય છે. કેટલાક રોગ ખરાબ લાઈફસ્ટાઈલના કારણે થાય છે જ્યારે કેન્સર જેવા રોગ કોષના અનિયંત્રિત વૃદ્ધિને કારણે થાય છે. આ રોગ જે લાંબા સમય સુધી લક્ષણો દેખાતા નથી અને ધીમે ધીમે શરીરને અંદરથી ખોખલુ કરી જીવ લે છે. આવા રોગોને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે આવા 5 સાયલન્ટ કિલર રોગો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. જેને જાણવા ખૂબ જ જરૂરી છે.

1. હાયપરટેન્શન
હાયપરટેન્શન, તેને હાઈ બ્લડ પ્રેશરમાં કહેવામાં આવે છે. બ્લડ પ્રેશર શું હોય છે ? પહેલા તેને સમજી લઈએ. હૃદયનું કામ શરીરના અલગ-અલગ અંગો સુધી લોહી પહોંચાડવા માટે પંપ કરવાનું છે. એક નિશ્ચિત સમયે શરીરના દરેક અંગમાંથી લોહી પસાર થતું હોય છે. પરંતુ તણાવ અને અન્ય કારણોસર હૃદય દબાણ માનવા લાગે છે અને લોહી પંપ કરવાની ગતિને વધારી દે છે. તેને હાઈ બ્લડ પ્રેશર કહેવાય છે. નીચેવાળુ બ્લડ પ્રેશર 80 mmHg અને ઉપરનું 120 mmHg હોવું જોઈએ. પરંતુ ઘણી વખત દર્દીઓનું બ્લડ પ્રેશર 180 થી 200 mmHg સુધી જતુ રહે છે. આ હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાયપરટેન્શનની સ્થિતિ છે. આ સ્થિતિ ચિંતાજનક હોય છે. ખાસ વાત એ છે કે ધીમે-ધીમે બ્લડ પ્રેશર વધી જાય છે અને તેના લક્ષણોની ખબર નથી પડતી. તેથી જ આ રોગને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. તેનાથી બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો ઘણો વધી જાય છે.

2. હાઈ કોલેસ્ટ્રોલ
હાઈ કોલેસ્ટ્રોલને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. આ દર્દીમાં ત્યાં સુધી કોઈ લક્ષણ નથી બતાવતું જ્યાં સુધી તેનું લેવલ ખતરનાક સ્તરે ન પહોંચે. હાઈ કોલેસ્ટ્રોલ ત્યારે થાય છે જ્યારે લોહીમાં એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલ નામના ફેટી પદાર્થનું વધુ પડતું નિર્માણ થાય છે. તે મુખ્ય રીતે જંક ફૂડ, દારૂનું સેવન, ખરાબ લાઈફસ્ટાઈલ, ધૂમ્રપાન જેવી આદતોના કારણે થાય છે. આ કારણે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.

3. ડાયાબિટીસ
ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે દર્દીના લોહીમાં ખૂબ જ વધારે ગ્લુકોઝ અથવા બ્લડ સુગર હોય છે. આ ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડ યોગ્ય ઇન્સ્યુલિનનું ઉત્પાદન નથી કરતું અથવા જ્યારે શરીર ઇન્સ્યુલિનનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતું નથી. ડાયાબિટીસ એ સ્વાસ્થ્ય સંબંધિત રોગ છે. તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. મોટાભાગના કેસમાં દર્દીઓને ખબર નથી હોતી કે તેમને ડાયાબિટીસ થઈ ગઈ છે. જ્યારે ગંભીર લક્ષણો દેખાય છે. ત્યારે તેમને ખબર પડે છે. 

4. કેન્સર
કેન્સરના લક્ષણોને જોતા તેને સાયલન્ટ કિલર માનવામાં આવે છે. સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર અને ફેફસાના કેન્સર સહિત મોટાભાગના કેન્સર સાયલન્ટ હોય છે, એટલે કે લાંબા સમય સુધી તેના લક્ષણો દેખાતા નથી. રુટીન તપાસ બાદ તેની જાણકારી મેળવી શકાય છે. કેન્સરની પુષ્ટિ થયા બાદ તરત જ સારવાર શરૂ કરવી જોઈએ.

5. ફેટી લીવર
ફેટી લીવર રોગ બે પ્રકારના હોય શકે છે. નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ અને આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ, જેને આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઇટિસ પણ કહેવામાં આવે છે. નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ એ એક પ્રકારનું ફેટી લિવર છે જે દારૂના સેવન સાથે જોડાયેલુ નથી. જ્યારે આલ્કોહોલિક ફેટી લીવરની બીમારી વધુ પડતા દારુના સેવનથી થાય છે. ફેટી લીવરની બીમારી ધીમે ધીમે વધે છે. લાંબા સમય સુધી તેના લક્ષણો દેખાતા નથી. તે સાયલન્ટ કિલર તરીકે કામ કરે છે. આનાથી દર્દીને કમળો, હેપેટાઈટીસ બી અથવા અન્ય ગંભીર લીવર ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ