ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / these 3 zodiac signs often do love marriage you too are of them

જ્યોતિષ શાસ્ત્ર / આ 4 રાશિના જાતકોમાં લવમેરેજના યોગ, પ્રેમીના દરેક સપના પૂરા કરવાનું હોય છે જનુન, વફાદારી સૌથી વધારે

Published By: Arohi

Last Updated: 11:45 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Love Marriage Yoga: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ અને નક્ષત્રની ગણતરીના માધ્યમથી વ્યક્તિના આચરણ અને વહેવાર વિશે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રના આધાર પર કઈ રાશિના જાતક લવ મેરેજ કરશે તેની જાણકારી પણ મળી શકે છે.

ADVERTISEMENT

  • લવ મેરેજ કરે છે આ રાશિના જાતક
  • પોતાના સાથીને રાખે છે ખૂબ જ ખુશ 
  • તેમની દરેક ઈચ્છા કરે છે પુરી 

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક નિશ્ચિત ઉંમર બાદ વૈવાહિક બંધનમાં બંધાઈ જાય છે. ઘણા લોકો અરેન્જ મેરેજ કરી પોતાના વૈવાહિક જીવનની શરૂઆત કરે છે તો અમુક લોકો એવા પણ છે જેમની કુંડળીમાં લવ મેરેજના યોગ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાર રાશિના જાતક એવા છે જે લવ મેરેજ કરવામાં વિશ્વાસ રાખે છે અને તેના ઉપરાંત આ લોકો પોતાના પાર્ટનર માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. 

જાણો કઈ છે તે 4 રાશિઓ 
મેષ 

લવ મેરેજ કરનાર જાતકોમાં સૌથી પહેલો નંબર આવે છે મેષ રાશિના જાતકોનો, મેષ રાશિના જાતક ખૂબ જ ઈમોશનલ હોય છે અને પોતાના પાર્ટનર માટે વફાદાર પણ હોય છે. તે જેને પ્રેમ કરે છે તેમની સાથે લગ્ન કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે છે. તેમનું વૈવાહિક જીવન પણ સફળ રહે છે અને તે પોતાના પાર્ટનરનું ખૂબ વધારે ધ્યાન રાખે છે. 

વૃષભ 
લવ મેરેજની લિસ્ટમાં બીજા નંબર પર આવે છે રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ. આ રાશિના જાતક ખૂબ જ જિદ્દી અને ડોમિનેટિંગ નેચરના હોય છે. તેમના વહેવારના કારણે જ તે મોટાભાગે લવ મેરેજ કરવાનું પસંદ કરે છે. આ લોકો તે લોકો સાથે લગ્ન કરે છે જે તેમના આ વ્યવહારને સારી રીતે જાણે છે અને તેમના સ્વભાવની સાથે એડજસ્ટ કરવું પણ તે વ્યક્તિને આવડે છે. 

મિથુન 
લવ મેરેજની લિસ્ટમાં ત્રીજા નંબરે છે મિથુન રાશિના જાતકો. આ લોકો સ્વભાવથી વધારે સોશિયલ હોય છે. જેના કારણે તેમની લાઈફમાં ઘણા અફેયર્સ થાય છે પરંતુ તે તેની સાથે જ લગ્ન કરે છે જેના માટે તે સંપૂર્ણ રીતે વફાદાર હોય છે. તેમના આજ સ્વભાવના કારણે મિથુન રાશિના લોકો મોટાભાગે લવ મેરેજ કરે છે. 

વધુ વાંચો: તમારો દુશ્મન જીતી જશે, તબિયત અચાનક બગડશે, આ રાશિના જાતકોનો બુધવાર પીડાદાયક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

ધન 
લવ મેરેજની લિસ્ટમાં ચોથા નંબર પર છે ધન રાશિના જાતકો. સ્વભાવથી વિદ્રોહી અને પોતાની શરતો પર જીનાર ધન રાશિના જાતક મોટાભાગે લવ મેરેજ જ કરવાનું પસંદ કરે છે. આટલું જ નહીં તેમને જેવો પોતાના ટાઈપનો પાર્ટનર મળે છે તે તેમની સાથે લગ્ન કરી લે છે અને તેમની દરેક ઈચ્છા પુરી પણ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

love marriage zodiac signs લવમેરેજ Love marriage

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ