બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
2022માં જે IPL યોજાશે તેમા 2 નવી ટીમો શામેલ થશે જેના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડને 5 હજાર કરોડની કમાણી થશે. હાલ આઈપીએલમાં કુલ 8 જેટલી ટીમો શામેલ છે. પરંતુ આવતા વર્ષે કુલ 10 ટીમો રાખવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. હાલજ ગવર્નિગ કાઉન્સિલની બેઠક કરવામાં આવી હતી. જેમા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
.jpg)
ADVERTISEMENT
ટીમનું મૂલ્યાંકલ 2000 કરોડ
નામ ન આપવાની શરતે BCCIના એક અધિકારીએ મીડિયાને માહિતી આપી કે કોઈ પણ કંપની 10 લાખ રૂપિયાથી માંડીને બોલી લગાવી શકે છે. નવી ટીમોનું આધાર મૂલ્ય 1700 કરોડનું રાખવાનું વિચારમાં આવ્યું હતું પરંતુ બાદમાં તેનું મૂલ્ય 2000 કરોડ રાખવાનું વિચારવામાં આવ્યું છે. જેથી એક અંદાજ પ્રમાણે બીસીસીઆઈને અંદાજે 5 હજાર કરોડનો ફાયદો થઈ શકે છે.
ADVERTISEMENT
.jpg)
3 સંસ્થા ભેગી થઈને પણ બોલી લગાવી શકશે
ADVERTISEMENT
નવી ટીમોના આગમનને લઈને BCCI પોતે પણ 5 હજાર કરોડનું અનુમાન લગાવી રહી છે. સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે. કે જે કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર 3 હજાર કરોડ હશે તેજ નવી ટીમો માટે બોલી લગાવી શકશે. સાથેજ કોઈ પણ 3 સંસ્થા દ્વારા ભેગા થઈને જો બોલી લગાવામાં આવશે તો તેને લઈને પણ BCCI તૈયાર છે.
.jpg)
ADVERTISEMENT
અમદાવાદ, લખનઉ અને પૂનેની ટીમ આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે જે નવી ટીમને BCCI સ્થાન આપવાની છે. તેમા અમદાવાદ, લખનઉ અને પુણેની ટીમ શામેલ થઈ શકે છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમ અને લખનઉમાં એકાના સ્ટેડિમ મોટી ક્ષમતા વાળા સ્ટેડિયમ છે જે ફ્રેન્ચાઈઝી માટે પસંદ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે અદાણી, આરપીજી સંજીવ ગોયનકા સમૂહ, અને ટોરેન્ટ જેવી મોટી કંપનીઓ અત્યારથી આઈપીએલમાં ટીમ ખરીદવાનો રસ દાખવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.