બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / There was a fight in the stadium during the IND vs AFG match, video went viral

IND vs AFG / VIDEO: ચાલુ મેચમાં સ્ટેડિયમમાં ભયંકર બબાલ, યુવકોએ એકબીજાને લાત-મુક્કા માર્યા, વીડિયો જોઈને લોકોએ કહ્યું- કોહલી-નવીનથી કશુંક તો શીખો

Megha

Last Updated: 02:52 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ અફઘાનિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલી અને નવીન ઉલ હકની તસવીરોની ચર્ચા થઈ રહી છે એવામાં એક વીડિયો વાયરલ થયો જેમાં દર્શકો વચ્ચે લડાઈ થતી જોવા મળી હતી.

  • મેચ દરમિયાન બધાની નજર વિરાટ કોહલી અને નવીન ઉલ હક પર હતી
  • મેચમાં ખેલાડીઓ વચ્ચે નહીં પણ ફેન્સ વચ્ચે થઈ ટક્કર 
  • ફેન્સ વચ્ચે થયેલ બોલાચાલીનો વિડીયો થયો વાયરલ 

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની મેચ એકતરફી સાબિત થઈ. બીજી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. 273 રનના ટાર્ગેટના જવાબમાં ભારતે 35 ઓવરમાં મેચ જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ 131 રનની સદીની ઇનિંગ રમી હતી. આ દરમિયાન બધાની નજર ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હક પર હતી. 

મેચમાં ખેલાડીઓ નહીં પણ ફેન્સની થઈ ટક્કર 
એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે આ વર્ષે આઈપીએલ મેચમાં આ બંને ખેલાડીઓની એકબીજા સાથે ટક્કર થઈ હતી અને એ બાદ બંને એકબીજા સાથે કેવી રીતે વર્તે છે તે દરેકને જોવાની ઈચ્છા હતી. જો કે ગઇકાલની આ મેચમાં વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે ઘણા મહિનાઓથી ચાલી રહેલી દુશ્મનાવટનો અંત આવ્યો. બંને ખેલાડીઓ એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાંથી ઝઘડાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. 

ફેન્સ વચ્ચે થયેલ બોલાચાલીનો વિડીયો થયો વાયરલ 
મેચ દરમિયાન વિરાટ અને નવીન વચ્ચે કોઈ મસાલેદાર એક્શન જોવા નથી મળ્યું પરંતુ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોએ હંગામો મચાવ્યો હતો. સ્ટેન્ડમાં મેચ જોઈ રહેલા કેટલાક લોકો વચ્ચે લડાઈ થતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઈ રહી છે. થોડીવારમાં આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ જાય છે. વીડિયોમાં કેટલાક લોકો લડાઈ રોકવાનો પ્રયાસ કરતા પણ જોવા મળી રહ્યા છે. જો કે, આ લડાઈ શું હતી તે સ્પષ્ટ નથી. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આપણે વિરાટ અને નવીન પાસેથી શીખવાની જરૂર છે
વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે 3 થી 4 લોકો એક દર્શકને મારવા લાગે છે. આટલું જ નહીં, તેઓ યુવકને નીચે પણ પાડી દે છે.  યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં ઘણા લોકોએ લખ્યું કે ઝઘડો ન કરવો જોઈએ, આપણે વિરાટ અને નવીન પાસેથી શીખવાની જરૂર છે. 

કેવો રહ્યો ગઇકાલનો મેચ 
મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં આ નિર્ણય સાચો સાબિત થયો ન હતો. અફઘાનિસ્તાને પચાસ ઓવરમાં 272 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ચાર વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ બે જ્યારે શાર્દુલ ઠાકુર અને કુલદીપને એક-એક વિકેટ મળી હતી. 

જવાબમાં રોહિતે શરૂઆતની કેટલીક ઓવરોમાં જ મેચને એકતરફી બનાવી દીધી હતી. રોહિતે 84 બોલમાં 131 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ઈશાન કિશને 47 રન, વિરાટ કોહલીએ અણનમ 55 રન અને શ્રેયસ અય્યરે 25 અણનમ રન બનાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ