રાજ્યમાં ફરીએકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે,હજુ પણ ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે
Share
1/5
1. આગાહી
ગુજરાતમાં આ સપ્તાહે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
આ તસવીર શેર કરો
2/5
2. 28 તારીખ
28મી તારીખે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. આમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે.
આ તસવીર શેર કરો
3/5
3. 29 તારીખ
આગામી 29 ઓક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
આ તસવીર શેર કરો
4/5
4. 30 તારીખ
30 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાઓનો સમાવેશ થાય છે
આ તસવીર શેર કરો
5/5
5. ખેડૂતો ચિંતામાં
કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.. મગફળીનો પાક લેવા સમયે જ વરસાદના એંધાણથી મોટા નુકસાનની ભીતિ ઉભી થઇ છે