બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'કોઈ તું કહેવા વાળું બચ્યું જ નહીં!' PM મોદીએ પ્રથમ પૉડકાસ્ટમાં મિત્રોને કર્યા યાદ, જુઓ સંપૂર્ણ વીડિયો

નેશનલ / 'કોઈ તું કહેવા વાળું બચ્યું જ નહીં!' PM મોદીએ પ્રથમ પૉડકાસ્ટમાં મિત્રોને કર્યા યાદ, જુઓ સંપૂર્ણ વીડિયો

Last Updated: 04:02 PM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના મિત્રો વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે મેં નાની ઉંમરે ઘર છોડી દીધું હતું. મેં ફક્ત ઘર જ નહીં, બધું જ છોડી દીધું. કોઈની સાથે જોડાયેલો નહોતો

PM Modi Podcast : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Zerodhaના સહ-સ્થાપક નિખિલ કામથ સાથે પોડકાસ્ટ કર્યું હતું. PM મોદીએ કહ્યું કે, આ તેમનું પહેલું પોડકાસ્ટ છે, જેમાં તેમણે ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી.

ભારતીય ઉદ્યોગસાહસિક, રોકાણકાર અને સ્ટોક બ્રોકર નિખિલ કામથના પોડકાસ્ટ શો 'પીપલ બાય ડબલ્યૂટીએફ' માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સારા લોકોએ રાજકારણમાં આવતા રહેવું જોઈએ. તેમણે મહત્વાકાંક્ષા સાથે નહીં, પણ એક મિશન સાથે આવવું જોઈએ.

ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથના પોડકાસ્ટ શોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી. પોડકાસ્ટની શરૂઆતમાં નિખિલ કામથે પીએમ મોદીને કહ્યું, "હું અહીં તમારી સામે બેઠો છું અને વાત કરી રહ્યો છું, મને ઘબરાહટ થઇ રહી છે. આ મારા માટે મુશ્કેલ વાતચીત છે." આના પર પીએમ મોદીએ હસતાં હસતાં જવાબ આપ્યો, "આ મારો પહેલું પોડકાસ્ટ છે, મને ખબર નથી કે તમારા દર્શકોને તે કેટલું ગમશે." પીએમએ કહ્યું કે તેમના જીવનનો મંત્ર એ છે કે ખરાબ ઇરાદા સાથે કોઈ ખોટું કામ ન કરવું.

પીએમએ કહ્યું કે જ્યારે હું મુખ્યમંત્રી બન્યો, ત્યારે મેં એક ભાષણ આપ્યું હતું જેમાં મેં કહ્યું હતું કે, હું સખત મહેનત કરવામાં પાછળ નહી હટું અને હું મારા માટે કંઈ કરીશ નહીં. હું ઇન્સાન છું ભૂલો કરી શકું છું, પણ ખરાબ ઈરાદાથી ક્યારેય કંઈ ખોટું નહીં કરું. આ મારા જીવનનો મંત્ર છે. છેવટે, હું એક માણસ છું, ભગવાન નથી.

PM-MODI-001_3_0_0_1

રાષ્ટ્રને હંમેશા પ્રથમ રાખવું જોઈએ

નિખિલ કામથ દ્વારા આયોજિત પોડકાસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે ગાંધી અને સાવરકરના રસ્તા અલગ-અલગ હતા, પરંતુ તેમની વિચારધારા "સ્વતંત્રતા" હતી. વિચારધારા કરતાં આદર્શવાદ વધુ મહત્વપૂર્ણ છે. વિચારધારા વિના રાજનીતિ ન થઇ શકે. જોકે આદર્શવાદ ખૂબ જ જરૂરી છે. સ્વતંત્રતા પહેલા (સ્વાતંત્ર્ય સેનાનીઓની) વિચારધારા આઝાદી હતી. ગાંધીજીનો રસ્તો અલગ હતો, પણ તેમની વિચારધારા આઝાદી હતી. સાવરકરે પોતાનો માર્ગ પસંદ કર્યો, પરંતુ તેમની વિચારધારા આઝાદી હતી." પોતાની વિચારધારા પર બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હંમેશા રાષ્ટ્રને પ્રથમ રાખવું જોઈએ.

હંમેશા 'નેશન ફર્સ્ટ'

હું એવો વ્યક્તિ નથી જે પોતાની સુવિધા મુજબ મારું વલણ બદલી નાખું. હું ફક્ત એક જ વિચારધારામાં વિશ્વાસ કરતા મોટો થયો છું. જો મારે મારી વિચારધારાને થોડા શબ્દોમાં વર્ણવવી હોય, તો હું કહીશ, 'રાષ્ટ્ર પ્રથમ.' 'નેશન ફર્સ્ટ' ટેગલાઇનમાં જે કંઈ પણ બંધબેસે છે તે મને વિચારધારા અને પરંપરાના બંધનોમાં બાંધતુ નથી. આનાથી અમને આગળ વધવાની પ્રેરણા મળી. હું જૂની વસ્તુઓ છોડીને નવી વસ્તુઓ અપનાવવા તૈયાર છું. જોકે શરત હંમેશા 'રાષ્ટ્ર પ્રથમ' ની હોય છે.

PM-MODI_57

પીએમએ કહ્યું કે હું એક સામાન્ય વિદ્યાર્થી હતો. મારા એક શિક્ષક હતા જે મારા પ્રત્યે ખૂબ જ પ્રેમાળ હતા. એક દિવસ મારા પિતાને કહી રહ્યા હતા કે આની પાસે પ્રતિભા છે પણ કોઈ તેના પર ધ્યાન આપતું નથી. બધું ઝડપથી પકડી લે છે. હું મારા શિક્ષકોનું જાહેરમાં સન્માન કરવા માંગતો હતો. મેં બધાને શોધી કાઢ્યા અને જાહેરમાં તેમનું સન્માન કર્યું. રાજ્યપાલ પણ આમાં હાજર રહ્યા હતા. મારા મનમાં હતું કે હું જે કંઈ છું, તેમણે મને બનાવવામાં પણ ફાળો આપ્યો છે. મેં ૩૦-૩૨ શિક્ષકોને બોલાવ્યા અને તેમનું સન્માન કર્યું. એ મારા જીવનના સારા ક્ષણો હતા.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

પ્રધાનમંત્રીએ પોતાના મિત્રોને યાદ કર્યા

પોતાના મિત્રો વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે મેં નાની ઉંમરે ઘર છોડી દીધું હતું. મેં ફક્ત ઘર જ નહીં, બધું જ છોડી દીધું. કોઈની સાથે જોડાયેલો નહોતો. પણ જ્યારે હું મુખ્યમંત્રી બન્યો, ત્યારે મારા મનમાં મારા ક્લાસના મિત્રોને મુખ્યમંત્રી ગૃહમાં બોલાવવાની ઇચ્છા જાગી. હું નહોતો ઇચ્છતો કે તે એવું વિચારે કે હું કોઈ તીસ મારખા છું. મારામાં કોઈ બદલાવ નથી આવ્યો, હું તે ક્ષણ જીવવા માંગતો હતો. મેં બધાને બોલાવ્યા હતા. તે રાત્રે મેં ઘણું બધું ખાધું અને ઘણી વાતો કરી, પણ મને બહુ મજા ન આવી. કારણ કે હું એક મિત્ર શોધી રહ્યો હતો. પણ તેમને મુખ્યમંત્રી નજર આવી રહ્યો હતો. મારા જીવનમાં તુ કહેનાર કોઇ બચ્યુ ન હતું. સંપર્કમાં હજુ પણ છે પરંતુ તે મને ખૂબ આદરથી જુએ છે.

આ પણ વાંચોઃ મહાકુંભ મેળામાં કોઈ ખોવાઈ જાય તો કેવી રીતે મળશે ? જાણો શું છે વ્યવસ્થા

રાજકારણમાં આવતા યુવાનો માટે પીએમ મોદીએ કહ્યું કે એક રાજકારણમાં આવવાનું છે અને બીજું સફળ થવાનું છે. તે માટે જનતા તરફથી પ્રતિબદ્ધતા હોવી જોઈએ. લોકોના સુખ-દુઃખમાં ભાગીદાર હોવા જોઈએ. એક સારો ટીમ પ્લેયર હોવો જોઈએ. ભાષણ આપવા કરતાં વાતચીત કરવી વધુ મહત્વપૂર્ણ છે. દેશને એક લાખ એવા નવુયવાનોની જરૂર છે જે રાજકારણમાં આવે. આ લેવાનું, મેળવવાનું અને બનવાનું લક્ષ્ય છે રાજકારણમાં તેમનો સમય બહુ લાંબો નથી.

વાતચીત દરમિયાન કામથે પોતાનો અનુભવ પણ શેર કર્યો કે જ્યારે તેઓ મોટા થઈ રહ્યા હતા, ત્યારે રાજકારણને નકારાત્મક રીતે જોવામાં આવતું હતું, તમે આને કેવી રીતે જુઓ છો? આ પ્રશ્નના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, "જો તમને તમારી વાત પર વિશ્વાસ હોત, તો આપણે આ વાતચીત ન કરી રહ્યા હોત."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Podcast Nikhil Kamath Zerodha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ