બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:43 PM, 10 January 2025
ભવ્ય મહાકુંભને સુરક્ષિત અને સલામત બનાવવા માટે મેનેજમેન્ટે કડક વ્યવસ્થા કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસે લાખો ભક્તોની સલામતી અને સુવિધા માટે મહાકુંભ મેળા વિસ્તારમાં દસ અત્યાધુનિક ડિજિટલ 'ખોયા પાયા કેન્દ્રો' બનાવ્યા છે. બધા કેન્દ્રોમાં 55 ઇંચની LED સ્ક્રીન લગાવવામાં આવી છે. જે લાઉડસ્પીકર સાથે જોડાયેલ છે. જેના મારફતે ખોવાયેલી અને મળેલી વસ્તુઓ અને વ્યક્તિઓ વિશે માહિતી અપાશે. આ સિવાય આ કેન્દ્રો પર મહાકુંભને લગતા ઘાટ અને માર્ગો સંબંધિત તમામ વ્યવસ્થાઓની માહિતી પણ પૂરી પાડવામાં આવશે.
ADVERTISEMENT
આ અંગે ADG ભાનુ ભાસ્કરે જણાવ્યું કે, મહાકુંભમાં આવતા ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવા દેવામાં નહીં આવે, તેમની મુસાફરી અને સ્નાન માટે સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની સહાય, સુવિધા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે 10 કોમ્પ્યુટરાઈઝ્ડ ખોયા પાયા કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. સંગમ રીટર્ન રૂટના પશ્ચિમ છેડે સ્થિત મુખ્ય મોડેલ સેન્ટરમાં સામાન્ય દિવસોમાં 5 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે અને સ્નાન મહોત્સવ દરમિયાન 9 કર્મચારીઓ તૈનાત કરાશે.
दिव्य-भव्य-डिजिटल महाकुम्भ 2025...
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) January 9, 2025
प्रयागराज महाकुम्भ में इस बार डिजिटल खोया-पाया केंद्र बनाया गया है। महाकुंभ में परिवार से बिछड़ने वालों की पूरी जानकारी वहां लगी एलसीडी पर डिसप्ले की जाएगी। #MahaKumbhOnDD #MahaKumbh2025 #MahakumbhCalling #MahaKumb_2025 #महाकुम्भ #महाकुंभ2025… pic.twitter.com/PtWKr5hzb6
ADVERTISEMENT
ખોવાયેલા અને મળેલા વ્યક્તિઓની માહિતી કમ્પ્યુટરમાં નોંધવામાં આવશે અને માહિતી આપનારને કમ્પ્યુટરાઇઝ્ડ રસીદ આપવામાં આવશે. ગુમ થયેલા વ્યક્તિઓના ફોટા અને વિગતો 55 ઇંચની મોટી LED સ્ક્રીન પર પ્રસારિત કરાશે. દરેક કેન્દ્રો એકબીજાથી આધુનિક સંદેશાવ્યવહાર પ્રણાલી દ્વારા જોડાયેલા છે. આ માહિતી ફેસબુક, એક્સ, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ પ્રસારિત કરાશે.
આ મહાકુંભમાં પ્રવાસીઓને મદદ કરવા માટે મેળા વિસ્તારમાં પૂછપરછ કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર મહાકુંભ, પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી રહેશે. આ સિવાય પોલીસ સ્ટેશન, ચોકીઓ, ફાયર સ્ટેશન, હોસ્પિટલો, પોસ્ટ ઓફિસ અને મુખ્ય અધિકારીઓની ઓફિસોની વિગતો પણ હશે. જેમાં બસ અને રેલ્વે સ્ટેશનોની સ્થિતિ અને ટ્રેનના સમય વિશે માહિતી આપવામાં આવી હશે. તીર્થ સ્થળો, મંદિરો, ઐતિહાસિક સ્થળો સુધી પહોંચવાના માધ્યમો અને માર્ગો વિશે માહિતી આપવામાં આવશે.
આ સિવાય તેમા અખાડાઓ, મહામંડલેશ્વર શિબિરો, કલ્પવાસી શિબિરો અને સ્નાનઘાટ વિશે પણ માહિતી હશે. ભક્તોની સુવિધા માટે મેળા દરમિયાન ટ્રાફિક સ્કીમ અને મેળામાં લાગૂ ટ્રાફિક પ્રતિબંધો, હોટલ અને ધર્મશાળાઓની યાદી અને રેટ, સ્વયંસેવી સંસ્થાઓ વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.