બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Then you will also ask for jeans and condoms, official lashes out at students demanding sanitary pads

VIDEO / પછી તો તમે જીન્સ અને કોન્ડોમ પણ માગશો, સેનેટરી પેડની માગ કરતા વિદ્યાર્થીઓ પર ભડક્યા અધિકારી

Priyakant

Last Updated: 12:47 PM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક કાર્યક્રમ દરમ્યાન શાળાની છોકરીઓએ સેનેટરી પેડ વિનામૂલ્યે આપવા વિનંતી કરી. તેના જવાબમાં એમડીએ કહ્યું, 'આજે તમે સેનેટરી પેડ માંગી રહ્યા છો, કાલે તમે કોન્ડોમ માંગશો.'

  • બિહાર મહિલા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરનો વીડિયો વાયરલ
  • છોકરીઓએ કહ્યું શું અમને 20-30 રૂપિયાના સેનિટરી પેડ ન આપી શકાય ?
  • મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું આજે તમે સેનેટરી પેડ માંગી રહ્યા છો, કાલે તમે કોન્ડોમ માંગશો

બિહાર મહિલા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, એક કાર્યક્રમ દરમ્યાન શાળાની છોકરીઓએ સેનેટરી પેડ વિનામૂલ્યે આપવા વિનંતી કરી. તેના જવાબમાં એમડી હરજોત કૌરે કહ્યું, 'આજે તમે સેનેટરી પેડ માંગી રહ્યા છો, કાલે તમે કોન્ડોમ માંગશો.' 

વાયરલ થયેલા વીડિયોમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓને ફ્રી સેનિટરી નેપ્કિન્સ આપવાની માગણી કરતી જોઈ શકાય છે જેથી તેમને તેમની જરૂરિયાતો માટે બીજા પર નિર્ભર ન રહેવું પડે. એક શાળાની છોકરીએ પ્રશ્ન કર્યો, “સરકાર ઘણી બધી મફત સામગ્રી આપી રહી છે. શું અમને 20-30 રૂપિયાના સેનિટરી પેડ ન આપી શકાય ?"

આ તરફ IAS ઓફિસર હરજોત કૌરે યુવતીના સવાલનો જવાબ આપતા કહ્યું, શું માંગણીઓનો કોઈ અંત છે ? કાલે તમે કહેશો કે સરકાર જીન્સ અને સુંદર શૂઝ આપી શકે છે. જ્યારે કુટુંબ નિયોજનની વાત આવે છે, ત્યારે તમારે મફત કોન્ડોમની પણ જરૂર છે." હરજોત કૌરે કહ્યું, "તમારે સરકાર પાસેથી વસ્તુઓ લેવાની શી જરૂર છે ? આ વિચાર ખોટો છે."

જોકે છોકરીઓએ તેમના દાવાઓને નકારી કાઢતા કહ્યું કે, સરકાર મત માટે ચૂંટણી દરમ્યાન ઘણું કરવાનું વચન આપે છે. આ તરફ હરજોત કૌરે પાછળથી એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, હું મહિલા અધિકારો અને સશક્તિકરણની સૌથી સ્પષ્ટવક્તા ચેમ્પિયન તરીકે જાણીતી છું. WCDC દ્વારા જે  લોકો સામે કાર્યવાહી કરવામાં આવી તે હવે એ હવે મારી પ્રતિષ્ઠાને કલંકિત કરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ