બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / The urge to take selfies was overwhelming, the students drowned with the teacher, the body of one was found.

ઘોર બેદરકારી / સેલ્ફી લેવાનો ચસ્કો ભારે પડ્યો, શિક્ષકની સાથે ડૂબ્યાં વિદ્યાર્થીઓ, એકનો મૃતદેહ મળી આવતા ચકચાર

Priyakant

Last Updated: 02:56 PM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલેજમાં એડમિશન લેવા આવેલા આ વિદ્યાર્થીઓ શિક્ષક સાથે ભેડાઘાટ પહોંચ્યા, ખતરનાક પોઈન્ટ પર સેલ્ફી લેવી જીવલેણ બની

  • મધ્યપ્રદેશમાં સેલ્ફી લેવાના ચક્કરમાં શિક્ષક-બે વિદ્યાર્થીઓનું મોત 
  • છોકરીનો પગ લપસી ગયો અને તે પાણીમાં તણાઇ જતાં મોત 
  • યુવતીની લાશ મળી અને શિક્ષક-વિદ્યાર્થી હજુ લાપતા

મધ્યપ્રદેશમાં સેલ્ફી લેવાના ચક્કરમાં શિક્ષક અને બે વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ જબલપુરની એક કોલેજમાં એડમિશન લેવા આવેલા વિદ્યાર્થીઓનું એક જૂથ બપોરે નવા ભેડાઘાટ ગયુ હતું. જ્યાં સેલ્ફી લેવા જતાં એક છોકરીનો પગ લપસી ગયો હતો. જેથી તે પાણીમાં વહેવા લાગી હતી. જેને લઈ છોકરીને બચાવવા પડેલા શિક્ષક અને અન્ય વિદ્યાર્થી હજુ લાપતા છે. ઘટનાને લઈ સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમે તેમની શોધખોળ હાથ ધરી છે. 

નવા ભેડાઘાટના ખતરનાક પોઈન્ટ પર સેલ્ફી લેવી જીવલેણ

મધ્યપ્રદેશના નવા ભેડાઘાટના ખતરનાક પોઈન્ટ પર સેલ્ફી લેવી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. સેલ્ફી લેવાના પ્રયાસમાં એક શિક્ષક અને બે વિદ્યાર્થીઓ નર્મદા નદીમાં ડૂબી જતાં મોત થયું છે. જોકે બેમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. પરંતુ શિક્ષક અને અન્ય વિદ્યાર્થી હજુ લાપતા છે. 

કેવી રીતે બની ઘટના ? 

એડિશનલ એસપી શિવેશ સિંહ બઘેલે જણાવ્યું હતું કે, કટની જિલ્લાના વિજયરાઘવગઢથી જબલપુરની એક કોલેજમાં એડમિશન લેવા આવેલા વિદ્યાર્થીઓનું એક જૂથ બપોરે નવા ભેડાઘાટ ગયા હતા. આ દરમ્યાન સેલ્ફી લેતી વખતે એક છોકરીનો પગ લપસી ગયો અને તે પાણીમાં તણાઇ ગઈ હતી. આ જોઈને શિક્ષક અને સાથી વિદ્યાર્થીઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે છોકરીને બચાવવા જતાં એ બંનેને પણ મોત મળ્યું હતું. 

ભારે શોધખોળ બાદ યુવતીનો મૃતદેહ મળ્યો 

ભેડાઘાટના ખતરનાક પોઈન્ટ પર એકસાથે ત્રણ લોકો તણાયા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને લઈ પોલીસે  ઘટનાસ્થળે પહોંચી તરવૈયાઓની મદદથી લાંબા સમય સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં એક વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ પોલીસ અકસ્માત કયા સંજોગોમાં થયો તે અંગે તપાસ કરી રહી છે, પરંતુ એવી આશંકા છે કે બાળકી સેલ્ફી લેતી વખતે લપસીને લપસી ગઈ હતી અને તેને બચાવવા માટે અન્ય બે લોકો પણ પાણીના જોરદાર પ્રવાહમાં નીચે ઉતરી ગયા હતા. 

મૃતકોની ઓળખ થઈ 

જે યુવતીની લાશ મળી આવી તે મૃતકની ઓળખ 17 વર્ષીય ખુશ્બુ સિંહ ખંગાર તરીકે કરવામાં આવી છે.  જ્યારે શિક્ષક રાકેશ આર્ય અને અન્ય વિદ્યાર્થી શ્રીરામ સાહુનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ