બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The Supreme Court said on the plea of AAP MP Raghav Chadha, seek an apology from the Vice President

દિલ્હી / જાઓ, ઉપરાષ્ટ્રપતિથી માફી માંગો...: સુપ્રીમ કોર્ટે AAP સાંસદ રાઘવ ચઢ્ઢાની અરજી પર જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 02:26 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raghav Chadha Supreme Court News: સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, તમારે ગૃહમાં કથિત રીતે વિક્ષેપ ઊભો કરવા બદલ અધ્યક્ષની બિનશરતી માફી માંગવી જોઈએ

  • સુપ્રીમ કોર્ટમાં AAP સાંસદ રાઘવ ચઢ્ઢાની અરજી પર સુનાવણી
  • સુપ્રીમ કોર્ટે આપના સાંસદ રાઘવ ચઢ્ઢાને કહ્યું, ઉપરાષ્ટ્રપતિથી માફી માંગો
  • અધ્યક્ષ તમારા મુદ્દા પર વિચાર કરશે અને તેનું સમાધાન પણ કરશે: સુપ્રીમ કોર્ટ

Raghav Chadha Supreme Court : સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની માફી માંગવા કહ્યું છે. વાત જાણે એમ છે કે, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, તમારે ગૃહમાં કથિત રીતે વિક્ષેપ ઊભો કરવા બદલ અધ્યક્ષની બિનશરતી માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યું કે, અધ્યક્ષ તમારા મુદ્દા પર વિચાર કરશે અને તેનું સમાધાન પણ કરશે. નોંધનીય છે કે,ગૃહમાં હોબાળો કરવા બદલ અધ્યક્ષ ધનખરે ચઢ્ઢાને સસ્પેન્ડ કરી દીધા હતા.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચઢ્ઢા પ્રથમ વખત સાંસદ અને રાજ્યસભાના યુવા સભ્ય છે. અધ્યક્ષ તેમની માફી પર ગંભીરતાથી વિચાર કરશે. સુપ્રીમ કોર્ટના આ સૂચન પર એટર્ની જનરલ વેંકટસ્વામીએ કહ્યું કે, મામલો ગૃહનો હોવાથી ચઢ્ઢાએ રાજ્યસભામાં જ માફી માંગવી પડશે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને લાગે છે કે, આ મામલો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે.

File Photo 

નોંધનીય છે કે, ઓગસ્ટમાં રાજ્યસભાના અધ્યક્ષે રાઘવને 5 સાંસદોની મંજૂરી વગર સિલેક્ટ કમિટીમાં તેમના નામનો પ્રસ્તાવ મૂકવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. આ સિવાય રાજ્યસભાએ આ મામલો સંસદની વિશેષાધિકાર સમિતિને મોકલી દીધો છે, જ્યાં તેની સુનાવણી થવાની બાકી છે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે શું કહ્યું ? 
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સુનાવણી દરમિયાન કહ્યું કે, ચઢ્ઢા અધ્યક્ષ સમક્ષ હાજર થઈ શકે છે અને બિનશરતી માફી માંગી શકે છે. એમ સમજીને કે, અરજદારનો ગૃહનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો. ચઢ્ઢા અધ્યક્ષને મળવા માટે સમય કાઢીને માફી માંગી શકે છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી દિવાળીની રજાઓ બાદ કરવા જણાવ્યું છે. આ દરમિયાન તેઓ કેસની પ્રગતિની સમીક્ષા કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ