બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / The state government has made substantive amendments in the revenue rules

નિર્ણય / ગુજરાતમાં મહેસૂલી નિયમોમાં સરકારે કર્યા નીતિવિષયક સુધારા,આ કેસમાં સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મળશે રાહત

Khyati

Last Updated: 10:42 AM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારે મહેસૂલી નિયમોમાં કર્યા નીતિવિષયક સુધારા, સ્ટેમ્પ ડ્યુટી સહિત કેટલાક રાહતના નિર્ણયો લેવાયા

  • રાજ્ય સરકારે મહેસૂલી નિયમોમાં કર્યા ફેરફાર
  • સખાવતી હેતુસર તબદીલીમાં સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે રાહત
  • વારસાઇ વખતે દિકરીના સંતાનોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી રાહત 
     

રાજ્ય સરકારે મહેસૂલી નિયમોમાં નીતિવિષયક સુધારા કર્યા છે.  સખાવતી હેતુસર તબદિલીમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળશે. ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીના સંતાનોને પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાશે.  રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ આપવામાં આવી છે.. જ્યારે ટ્રસ્ટને ફાળવેલી સરકારી જમીનના કિસ્સામાં નમૂના નં.7માં સ્પષ્ટતા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  સ્ટે-ઓર્ડર ન હોય તેવા પડતર દાવાની નોંધ નમૂના-7માં ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત  લીસ પેન્ડેન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય લેવાયો છે. સિટી સર્વે રેકર્ડ-હક્કચોકસી-પ્રમોલગેશનમાં ક્ષતિ કે ભૂલસૂધારણાની સમયમર્યાદામાં વઘારો કરીને 31 ડિસેમ્બર 2023 સુધી કરવામાં આવી છે. 

સ્ટેમ્પ ડ્યુટી શું હોય છે ?

ભારતમાં ટેક્સ સ્ટ્રક્ચર મુજબ અલગ અલગ ઉત્પાદનની લે-વેચ કે રજિસ્ટ્રેશન વખતે કર ભરવો પડે છે. આ કર મકાનની ખરીદી વખતે પણ ભરવો પડે છે. જેને સ્ટેમ્પ ડ્યુટી કહેવામાં આવે છે. આ ચાર્જ મકાનના રજિસ્ટ્રેશમન માટે લેવામાં આવે છે. જે અલગ અલગ રાજ્યોમાં 5થી 7 ટકા હોય છે. મહત્વનું છે કે મિલકતની ખરીદી-નોંધણી કરતી વખતે સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ચાર્જ, સેસ અને સરચાર્જ લેવામાં આવે છે જે તમામનો ચાર્જ પ્રોપર્ટીના બજાર મૂલ્યના 7થી 10 ટકા કે તેનાથી વધુ હોઇ શકે છે. 

સ્ટેમ્પ ડ્યુટી બાદ જ દસ્તાવેજો માન્ય

મિલકતનું માલિકીનું ટાઇટલ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરતી વખતે તમારી પાસેથી પ્રોપર્ટી સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે. આ એક પ્રકારની ફી છે. જે રાજ્ય સરકાર દ્વારા તમારી સંપત્તિની નોંધણી કરવા માટે જરૂરી દસ્તાવેજો પર વસૂલવામાં આવે છે. ભારતીય સ્ટેમ્પ એક્ટ, 1899ની કલમ 3 હેઠળ આ ફી ફરજિયાત છે. આ ફી ચૂકવ્યા પછી મિલકતના દસ્તાવેજો માન્ય બની જાય છે.

સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી કયા આધારે થાય છે ?

સ્ટેમ્પ ડ્યુટીની કિંમત મિલકત કેટલી જૂની છે, મિલકતની બજાર કિંમત, માલિકની ઉંમર, માલિક મહિલા છે કે પુરુષ, મિલકતનો હેતુ, મિલકત જે શહેરમાં હોય તે સ્થાન તથા મિલકત સાથે મળતી અન્ય સુવિધાઓને આધારે સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવામાં આવે છે. મહત્વનું છે કે  સ્ટેમ્પ ડ્યુટી એ એક દસ્તાવેજ છે જેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ શકો છો. સ્ટેમ્પ ડ્યુટી હંમેશા મિલકત ખરીદનાર ચૂકવે છે. મિલકતની અદલા બદલી મામલે ખરીદનાર-વેચનાર બંનેએ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ