The state government has approved the recruitment of teachers
ભરતી /
શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર, રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય
Team VTV02:04 PM, 13 Jan 21
| Updated: 02:06 PM, 13 Jan 21
ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જે પૈકી રાજ્યમાં 6616 અધ્યાપક-શિક્ષક સહાયકોની ભરતી માટે રૂપાણી સરકારે મંજૂરી આપી છે.
પત્રકાર પરિષદને સંબોધન કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 6616 અધ્યાપક-શિક્ષક સહાયકોની ભરતી માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ મંજૂરી અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 2307 જગ્યાઓની ભરતી કરાશે તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3382 શિક્ષણ સહાયકની ભરતી કરાશે
ગુજરાતમાં 6616 અધ્યાપક-શિક્ષક સહાયકોની ભરતી માટે રાજ્ય સરકારે આપી મંજૂરી : ગ્રાન્ટેડ શાળાઓમાં 2307 જગ્યાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3382 શિક્ષણ સહાયક તથા કોલેજોમાં 927 અધ્યાપકોની કરાશે ભરતી@imBhupendrasinh@CMOGuj#schoolspic.twitter.com/o0TVpwCI2A
આ સાથે જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યની કોલેજોમાં 927 અધ્યાપકોની ભરતી કરાશે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી પ્રમાણે ગુજરાતમાં 6616 અધ્યાપક-શિક્ષક સહાયકોની ભરતી અન્વયે અંગ્રેજી વિષયના 624 શિક્ષકો, એકાઉન્ટ વિષયના 446 શિક્ષકો, સમાજશાસ્ત્રના 334 શિક્ષકો, ઇકોનોમીના 276 શિક્ષકો, ગુજરાતી વિષયના 254 શિક્ષકો, ગણિત-વિજ્ઞાનના 1039 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
બાળકોને શાળાએ મોકલવા કરી અપીલ
આ સાથે જ રાજ્ય સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બાળકોને શાળાએ મોકલવા માટેની અપીલ કરી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયગાળામાં પરીક્ષાની પણ તારીખોની જાહેરાત કરવામાં આવશે.
11 જાન્યુઆરીથી રાજ્યમાં શરૂ થઇ ધોરણ-10 અને 12ની શાળાઓ
કોરોના મહામારીના કારણે છેલ્લા આઠ મહિનાથી સ્કૂલો બંધ રાખવામાં આવી છે. રાજય સરકાર દ્વારા ૧૧મી જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.