બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / રાજકોટના સમાચાર / Cricket / The Ranji Trophy is a domestic first-class cricket championship maharaj jam ranjitsinhji death anniversary

The Ranji Trophy / ભારતીય ક્રિકેટના પિતામહ અને સૌથી પહેલા ક્રિકેટરને ઓળખો છો? આજનો દિવસ છે મહત્વનો

Published By: Gayatri

Last Updated: 09:25 AM, 2 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો દિવસ ક્રિકેટ જગત માટે ખુબ ઐતિહાસિક છે ફાધર ઓફ ક્રિકેટ જેમને કહેવામાં આવે છે જે ભારતીય ક્રિકેટ જગતના પિતામહ છે તે જામ રણજીતસિંહજીનું આજના દિવસે નિધન થયુ હતુ.

  • કેવી રીતે શરૂ થઈ રણજી ટ્રોફી
  • ભારતના રાજવી પરિવારના સભ્ય
  • ટીમમાં સિલેક્ટ થવાને લઈને થયો હતો વિવાદ

રણજી ટ્રોફીને સ્થાનિક કક્ષાની સૌથી મોટી ટ્રોફિ કહેવાય છે ત્યારે આ ટ્રોફિ  કોના નામથી શરૂ થઈ એ વિશે રસપ્રદ ઈતિહાસ જોડાએલો છે અને આજના દિવસે એ ઈતિહાસનું પાનું ઈતિહાસ બની ને રહી ગયુ હતુ તે પણ જાણવા જેવુ છે. 2 જી  એપ્રિલ 1933ના દિવસે ક્રિકેટ વિશ્વના પિતામહ ભારતના સૌથી પહેલા ક્રિકેટર જામ રણજીતસિંહજી નું નિધન થયુ હતુ.  

10 સપ્ટેમ્બર 1872ના રોજ ભારતના સૌથી પહેલા ક્રિકેટરનો જન્મ થયો હતો. જેણે દેશ અને દુનિયાના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. ક્રિકેટર રણજીત સિંહ એવા ભારતીય હતા જેમણે ગુલામ ભારતમાં રહીને બ્રિટિશ ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા તો બનાવી પરંતુ અંગ્રેજોને ઘણી મેચો પણ જીતાવી હતી.
 
કેવી રીતે શરૂ થઈ રણજી ટ્રોફી
 
2 જી એપ્રિલ 1933માં જામનગરમાં રણજીત સિંહનું મોત થયું હતું. ત્યારબાદ 1934માં આ ક્રિકેટરની યાદમાં રણજી ટ્રોફીની શરૂઆત કરવામાં આવી હતી. રણજીત સિંહને ભારતીય ક્રિકેટના જન્મદાતા માનવામાં આવે છે. શરૂઆતી સમયમાં ક્રિકેટ ફક્ત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતો હતો. કોઈને એવી આશા ન હતી કે ભારતમાં જન્મેલા આ ખેલાડીને ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા મળશે. રણજીત સિહંનો રેકોર્ડ પણ ખૂબ જ સારો છે. તેમણે 307 ફર્સ્ટ ક્લાસ રમ્યા છે. તેમાંથી 56 ની એવરેજથી 24692 રન બનાવ્યા છે. જેમાંથી 72 સદી અને 109 અડધી સદી ફટકારી છે. તેઓ ચાર વર્ષ સુધી સતત કેપ્ટન પદ પર રહ્યા હતા. 
 
ભારતના રાજવી પરિવારના સભ્ય
 
રણજીત સિંહનો જન્મ નવાનગર રાજ્યના સદોદર ગામમાં જાડેજા રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જીવન સિંહ અને દાદનું નામ ઝાલમ સિહં હતું જેઓ નવાનગરના મહારાજા જામ સાબેહ વિભાજી જાડેજાના પરિવારમાંથી હતા. રણજીત સિહંને બાળપણથી ટેનિસ પ્લેયર બનવું હતું. પરંતુ તેઓ જ્યારે અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા ત્યારે તેમને ક્રિકેટ પસંદ આવવા લાગ્યું હતું. ઈંગ્લેન્ડમાં ક્રિકેટનો ક્રેઝ જોઈને તેમણે ક્રિકેટર બનવાનો નિર્ણય લીધો હતો.

ટીમમાં સિલેક્ટ થવાને લઈને થયો હતો વિવાદ
 
જ્યારે રણજીત સિહંનું 1896માં ઈંગ્લેન્ડની ટીમમાં સિલેક્શન થયું હતું ત્યારે લોર્ડ હારિસે તેનો વિરોધ કર્યો હતો. તેનું કહેવું હતું કે રણજીતનો જન્મ ઈંગ્લેન્ડમાં નથી થયો એટલે આ ટીમમાં ના રમી શકે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બીજી ટેસ્ટમાં રણજીત સિંહને મોકો મળ્યો હતો. આ મેચમાં તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 62 રન બનાવ્યા હતા. 

કેમ્બ્રિજ મિત્રો તેમણે 'રણજી'ના હુલામણા નામથી બોલાવતા

ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન  બદલ. 1894માં ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમના કેપ્ટન તરીકે તેમની પસંદગી થઈ કુંવર રણજીતસિંહની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1859 રમાયેલી ઐતિહાસિક મેચમાં તેમણે ઈંગ્લેન્ડની આબરૃં બચાવી હતી. કેમ્બ્રિજ મિત્રો તેમણે 'રણજી'ના હુલામણા નામથી બોલાવતા હતા.

 પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ઈંગ્લેન્ડના પક્ષે રહી લશ્કરનો મોરચો પણ સંભાળ્યો

ઈ.સ.1896માં યોર્કશાયર સાથેની ક્રિકેટ મેચમાં એક જદિવસમાં બે સેન્ચયુરી નોંધાવી.તેમણે એક મોટો વિશ્વકપ 1902માં સ્થાપિત કર્યો હતો. વેસ્ટ ન્યૂહાબ વિરૂદ્ધ ઈસેક્સની રમતમાં 7મી વિકેટની ભાગીદારીમાં 344 રન તેમણે કર્યા હતા. 19 માર્ચ 1907માં નવાનગરના મહારાજા તરીકે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કુશાગ્ર વહીવટ અને વિકાસના કામો કરતા રહી તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ઈંગ્લેન્ડના પક્ષે રહી લશ્કરનો મોરચો પણ સંભાળ્યો હતો.

એક વખત નહી પણ બે વખત સિદ્ધિ નોંધાવી 

ક્રિકેટ ઈતિહાસમાં બેટ્સમેનના પિતામહનું સ્થાન હજુ પણ જાળવી રાખ્યુ છે. ક્રિકેટના ઈતિહાસમાં તેઓ એક માત્ર બેટસમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે કે જેમણે એક જ સિઝનમાં એક જ મહિનામાં એક હજાર રન કરવાની સિદ્ધિ મેળવી હોય અને એ પણ એક વખત નહી પણ બે વખત સિદ્ધિ નોંધાવી છે. 

રણજીએ કુલ 500 દાવ રમીને 56.37ની સરેરાશ મેળવી હતી

ઈંગ્લેન્ડ તરફથી તેમણે 72 સદીઓ અને 14  બેવડી સદીઓ કરી છે. 1900ના વર્ષમાં રણજીએ પાંચ ડબલ સદીઓ કરી અને છઠ્ઠી સદી માત્ર આઠ રને ચૂકી ગયા હતા કારણ કે, દાવ ડીકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમતાં ઓસ્ટ્રેલિયા સામે 1896માં 154 રન કરી અણનમ રહ્યા હતા. 
1897માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ ટેસ્ટ મેચમાં રમતા તેમણે 175 રન કર્યા હતો રણજીએ કુલ 500 દાવ રમીને 56.37ની સરેરાશથી 24936 રન કર્યા હતા. તેમાં તેઓ 62 વખત અણનમ રહ્યા હતા. ક્રિકેટ પર તેમણે ત્રણ પુસ્તકો પણ લખ્યા હતા.  આવા મહાન ક્રિકેટર જામ રણજીતસિંહનું અવસાન 2 એપ્રિલ 1933ના રોજ થયું હતું.
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket The Ranji Trophy Vtv Exclusive jam ranjitsinhji ક્રિકેટ જામ રણજીતસિંહજી રણજી ટ્રોફિ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ