બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The popularity of BRTS was seen intact in Ahmedabad

સફરનામા / BRTSની લોકપ્રિયતા અકબંધઃ રોજની આવક આંકડો જાણી ચોંકી ઉઠશો, ભાડા વધારા બાદ 10 હજાર પેસેન્જર્સ વધ્યા

Dinesh

Last Updated: 08:27 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રતિદિન 1.90 લાખથી વધુ અમદાવાદીઓ BRTSની મુસાફરી કરે છે, ખુદ તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ હવે બીઆરટીએસની રોજની આવક રૂ.27 લાખને પણ પાર થઈ ચૂકી છે

  • બીઆરટીએસની લોકપ્રિયતા અકબંધ જોવા મળી
  • રોજની આવક રૂ.27 લાખને પણ પાર થઈ ચૂકી 
  • 1 જુલાઈથી બીઆરટીએસમાં ભાડા વધારો કરાયો છે

અમદાવાદીઓ માટે બીઆરટીએસ બસ સેવા તેના મર્યાદિત વ્યાપ છતાં પણ વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે. આ બસ સર્વિસ તેની નિયમિતતા અને ઝડપ, સ્વચ્છતા માટે લોકોમાં વખણાઈ રહી છે, જોકે અમુક બસમાં એસી ધીમી ગતિએ ચાલતું હોવાનું પણ જાણવા મળ્યું છે. એએમટીએસની જેમ બીઆરટીએસમાં પણ ગત તા.1 જુલાઈથી ટિકિટના દરમાં વધારો કરાયો છે, જેના કારણે બીઆરટીએસમાં પેસેન્જર્સ ઘટશે તેવી ધારણા અમુક હદે સેવાઈ રહી હતી, જોકે વાસ્તવિક ચિત્ર ભારે પ્રોત્સાહનજનક છે, કેમ કે બીઆરટીએસની લોકપ્રિયતા અકબંધ જોવા મળી છે. ખુદ તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ હવે બીઆરટીએસની રોજની આવક રૂ.27 લાખને પણ પાર થઈ ચૂકી છે.

તંત્રને રોજની રૂ.27.30 લાખ જેટલી આવક થવા પામી 
ગત 1 જુલાઈથી બીઆરટીએસમાં ભાડા વધારો કરાયો છે, પરંતુ એએમટીએસની જેમ બીઆરટીએસને ભાડા વધારો ફળ્યો છે. બીઆરટીએસના સત્તાવાળાઓના તા.1થી તા.13 જુલાઈ સુધીના રિપોર્ટમાં દર્શાવાયું છે કે આ સમયગાળામાં તંત્રને રોજની રૂ.27.30 લાખ જેટલી આવક થવા પામી છે. અગાઉની જેમ સરેરાશ 307 બસ રોડ પર મુકાતી રહી છે તેમ છતાં આવક અને પેસેન્જર્સ બંનેમાં બીઆરટીએસ ફાયદામાં છે. 

પેસેન્જર્સ નોંધાયા
તા.1 જુલાઈએ રૂ. 24.43 લાખથી વધુ, તા.2 જુલાઈએ રૂ.22.56 લાખથી વધુ, તા.3 જુલાઈએ રૂ. 32.16 લાખથી વધુ, તા.4 જુલાઈએ રૂ.28.75 લાખથી વધુ, તા.5 જુલાઈએ રૂ.27.16 લાખથી વધુ, તા.6 જુલાઈએ રૂ.26.91 લાખથી વધુ, તા.7 જુલાઈએ રૂ.26.27 લાખથી વધુ, તા.8 જુલાઈએ રૂ.25.27 લાખથી વધુ, તા.9 જુલાઈએ રૂ.21.79 લાખથી વધુ, તા.10 જુલાઈએ રૂ.30.33 લાખથી વધુ, તા.11 જુલાઈએ રૂ.29.24 લાખથી વધુ, તા.12 જુલાઈએ રૂ.28.05 લાખથી વધુ અને તા.13 જુલાઈએ રૂ.28.20 લાખથી વધુનો વકરો તંત્રને થયો હતો. હવે આ સમયગાળામાં નોંધાયેલા પેસેન્જર્સની વિગત તપાસતાં તા.1 જુલાઈએ 1.71 લાખથી વધુ, તા. 2 જુલાઈએ 1.56 લાખથી વધુ, તા. 3 જુલાઈએ 2.19 લાખથી વધુ, તા.4 જુલાઈએ બે લાખથી વધુ, તા.5 જુલાઈએ 1.29 લાખથી વધુ, તા.6 જુલાઈએ 1.91 લાખથી વધુ, તા.7 જુલાઈએ 1.90 લાખથી વધુ, તા. 8 જુલાઈએ 1.75 લાખથી વધુ, તા. 9 જુલાઈએ 1.48 લાખથી વધુ, તા.10 જુલાઈએ 2.03 લાખથી વધુ, તા.11 જુલાઈએ 2.03 લાખથી વધુ, તા.12 જુલાઈએ 1.97 લાખથી વધુ અને તા.13 જુલાઈએ 1.98 લાખથી વધુ પેસેન્જર્સ નોંધાયા હતા.

આવક અને પેસેન્જર્સ બંનેમાં સારો એવો વધારો થયો
ભાડા વધારો કરવામાં આવ્યો હોવા છતાં ચાલુ મહિનાની તા.1થી 13 જુલાઈ સુધીનો તંત્રનો સત્તાવાર રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે રોજના 1.90 લાખથી પણ વધુ પેસેન્જર્સ બીઆરટીએસમાં સફર કરી રહ્યા છે. ગત જૂન-2023માં બીઆરટીએસમાં રોજના સરેરાશ 1.80 લાખથી વધુ પેસેન્જર્સ નોંધાયા હતા. બીજા અર્થમાં રોજના 10,000 પેસેન્જર્સ વધી ગયા છે. જૂન મહિનામાં તંત્રને સરેરાશ રોજેરોજ રૂ. 23,24,134.90 આવક થઈ હતી. મે મહિનામાં રૂ. 23,26,079.54ની આવક થઈ હતી, જ્યારે એપ્રિલમાં રૂ. 24,03,710.87ની આવક થવા પામી હતી. રોજેરોજની આવકની દૃષ્ટિએ જાન્યુઆરી-2023માં સૌથી વધુ રૂ.26,19,710.41ની રોજની આવક થઈ હતી, જોકે ચાલુ મહિનાના પહેલા ત્રણ દિવસમાં રોજની આવક રૂ.27,30,268.20 થઈ હોઈ આ આવકને વિક્રમી કહી શકાશે. ગત જૂન-2022માં તંત્રને રૂ. 23,86,618.37ની આવક થવા પામી હતી, જે જૂન-2023માં લગભગ એટલી જ નોંધાઈ છે. પેસેન્જર્સની સંખ્યામાં પણ ખાસ ઉલ્લેખનીય વધારો થયો નથી, જોકે જુલાઈ-2023ના પહેલા 13 દિવસ આવક અને પેસેન્જર્સ બંનેમાં સારો એવો વધારો થયો હોવાનું તંત્રના રિપોર્ટથી કહી શકાશે તેમ બીઆરટીએસના જનરલ મેનેજર વિશાલ ખનામા જણાવે છે.

BRTSમાં ડિજિટલ પેમેન્ટનો પણ લોકો લાભ લઈ રહ્યા છે
બીઆરટીએસમાં વધુ ને વધુ પેસેન્જર્સ‌ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીને લાઈનમાં ઊભા રહેવાનું ટાળી રહ્યા છે. દર 100 પેસેન્જર્સ પૈકી 11 પેસેન્જર્સ ડિજિટલ પેમેન્ટનો લાભ લે છે. પહેલી વખત પેમેન્ટ કરનારને 100 ટકા કેશબેક આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ